વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ કોરોના વિરુદ્ધ શરૂ કર્યું Ketto campaign, ડોનેટ કર્યા 2 કરોડ રૂપિયા

વિરાટ કોહલી (Virat Kohli) અને અનુષ્કા શર્મા (Anushka Sharma) કોરોના વિરુદ્ધ લડાઈ માટે કેટો અભિયાન શરૂ કર્યું છે. સાથે તેમણે બે કરોડ રૂપિયા દાન કર્યાં છે. 

વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ કોરોના વિરુદ્ધ શરૂ કર્યું Ketto campaign, ડોનેટ કર્યા 2 કરોડ રૂપિયા

મુંબઈઃ કોરોના મહામારી સામે જંગ જીતવા માટે સેલિબ્રિટીઓ પણ મદદ માટે આગળ આવી રહ્યાં છે. હવે અનુષ્કા શર્મા (Anushka sharma) અને તેના પતિ વિરાટ કોહલીએ પોતાના સોશિયલ મીડિયા પર વીડિયો શેર કર્યો છે. બન્નેએ ભારતમાં કોવિડ રિલીફ માટે ફંડરેઝર શરૂ કર્યું છે. તેમણે લોકોને અપીલ કરી કે કોરોના સામે જંગ જીતવામાં આગળ આવે. વિરાટ અને અનુષ્કાએ આ ફંડરેઝરમાં સાત કરોડ રૂપિયા ભેગા કરવાના છે. રિપોર્ટ પ્રમાણે બન્ને 2 કરોડ રૂપિયા ડોનેટ કરી ચુક્યા છે. 

અનુષ્કાએ કરી સમર્થનની અપીલ
અનુષ્કા શર્માએ વીડિયો શેર કરી લખ્યું છે, આપણો દેશ કોરોનાની બીજી લહેર સામે લડી રહ્યો છે અને આપણી હેલ્થકેર સિસ્ટમ મોટા પડકારનો સામનો કરી રહી છે.લોકોને તડતતા જોઈને દિલ તૂટી રહ્યું છે. તેથી વિરાટ અને મેં Ketto ની સાથે એક કેમ્પેન #InThisTogether શરૂ કર્યું છે. તેના દ્વારા કોવિડ-19 રાહત માટે ફંડ ભેગુ કરવામાં આવશે. આપણે બધા આ મુસીબત સામે જીતીશું. પ્લીઝ ભારત અને ભારતીયોને સપોર્ટ કરવા માટે આગળ આવો. તમારૂ યોગદાન આ ખરાબ સમયમાં લોકોને બચાવવા માટે કામ આવશે. તે માટે અહીં ડાબી બાજુ આપેલી લિંક પર ક્લિક કરો. માસ્ક લગાવો, ઘર પર રહો. સુરક્ષિત રહો. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Virat Kohli (@virat.kohli)

પહેલા પણ ભેગુ કરી ચુક્યા છે ફંડ
વિરાટ અને અનુષ્કા આ પહેલ દ્વારા 7 કરોડ રૂપિયા ભેગા કરવા ઈચ્છે છે. રિપોર્ટ પ્રમાણે તેમણે બે કરોડ રૂપિયા કોન્ટ્રિબ્યૂટ કર્યા છે. આ સિવાય વિરાટ, અનુષ્કા, પ્રિયંકા ચોપડા અને નિક જોનસે પાછલા સપ્તાહે ફંડરેઝર શરૂ કર્યું હતું. તેણે તેમાં 6.6 કરોડ રૂપિયા ભેગા કર્યાં છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news