ધર્મેન્દ્રની સાથે સલમાન-રેખાનો ડાન્સ, વાઇરલ થઇ રહ્યો છે Rafta Raftaનો VIDEO

યમલા પગલા દીવાના ફરીથી આ ફ્રેન્ચાઇજીની ત્રીજી ફિલ્મ છે, આ ફિલ્મમાં ત્રણ પેઢીનાં ગીતોનું મિશ્રણ કરવામાં આવ્યું છે

ધર્મેન્દ્રની સાથે સલમાન-રેખાનો ડાન્સ, વાઇરલ થઇ રહ્યો છે Rafta Raftaનો VIDEO

નવી દિલ્હી : દેઓલ ફેમિલીની ફિલ્મ યમલા પગલા દિવાના ફીરસે રિલીઝની પહેલાથી ચર્ચમાં છે. આ ફિલ્મમાં ધર્મેન્દ્ર અને તેનાં પુત્રો સની અને બોબી દેઓલે કામ કર્યું છે. ખાસ વાત છે કે ફિલ્મમાં સલમાન ખાન, શત્રુઘ્ન સિન્હા, સોનાક્ષી સિન્હા અને રેખાએ કૈમિયો પણ કર્યું છે. દેઓલ ફેમિલી ફિલ્મનાં પ્રમોશનમાં વ્યસ્ત છે. શુક્રવારે દિલ્હીમાં ફિલ્મનું ગીત રફ્તા - રફ્તા રિલીઝ કરવામાં આવ્યું. 

ઇન્ટરનેટ પર રિલીઝ થતાની સાથે જ ગીત વાઇરલ થઇ ગયું. કદાચ બોલિવુડ પ્રશંસકોને એક જ ગીતમાં હિંદી સિનેમામાં ઘણી પેઢીઓને જોવામાં મજા આવી રહી છે. એવું માનવામાં આવી રહ્યું છે કે, ધરમપાજી ડાન્સના મુદ્દે નબળા છે. જો કે સલમાનની સાથે ગીત અંગે તેમના મૂવ્ય આકર્ષક છે. ધર્મેન્દ્ર, સલમાનની સાથે ઘણા દિવસો બાદ રેખાનો અંદાજ પણ જોવા લાયક છે. 

શું છે ગીતમાં ?
સામાન્ય રીતે ગીતમાં બે પેઢીનાં સ્ટારની હાજરીથી વધારે કંઇ છે નહી. આ ગીત ધર્મેન્દ્રની જ એક જુની ફિલ્મ કહાની કિસ્મતકીનું છે. યમલા પગલા દિવાનામાં ફીરસે માટે ઘણા જુના ગીતોને મિક્સ કરીને બનાવવામાં આવ્યું છે. જો કે જાણીતું ગીત અને લોકપ્રિય ધુનનોની બીટ પર અલગ અલગ પેઢીના સ્ટારના કદમતાલ તેને વધારે ખુબસુરત બનાવે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news