Film Paanch: અનુરાગ કશ્યપની પહેલી ફિલ્મ 'પાંચ' 22 વર્ષ પછી થશે રિલીઝ, આ કારણથી ફિલ્મ પર હતો પ્રતિબંધ
Film Paanch: બોલીવુડના ફેમસ ડાયરેક્ટર અનુરાગ કશ્યપે ડાયરેકશનમાં જે ફિલ્મથી ડેબ્યૂ કર્યું હતું તે ફિલ્મ છેલ્લા 22 વર્ષથી અટકી હતી. આ ફિલ્મ પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો હતો જે હવે હટ્યો છે અને ફિલ્મ બન્યાના 22 વર્ષ પછી તે સિનેમાઘરોમાં રિલીઝ થશે. આજે તમને જણાવીએ આ ફિલ્મમાં એવું શું હતું કે તેના પર પ્રતિબંધ મુકાયો હતો.
Trending Photos
Film Paanch: બોલીવુડના ફેમસ ડાયરેક્ટર અનુરાગ કશ્યપ તેના વિવાદિત નિવેદનોના કારણે હંમેશા ચર્ચામાં રહે છે. અનુરાગ કશ્યપ ની ફિલ્મોમાં પણ હિંસા અને સેન્સિટીવ મુદ્દાઓને રજૂ કરવામાં આવે છે. અનુરાગ કશ્યપ ગેંગ્સ ઓફ વાસેપુર જેવી ફિલ્મો ડાયરેક્ટ કરી ચૂક્યા છે. અનુરાગ કશ્યપે તેના કરિયરની શરૂઆત ટીવી સિરિયલના રાઇટર તરીકે કરી હતી.
1998 માં રામગોપાલ વર્માની ફિલ્મ સત્યામાં તેણે કો-રાઇટર તરીકે કામ કર્યું હતું. ત્યાર પછી તેણે સૌથી પહેલા ફિલ્મ પાંચ ડાયરેક્ટ કરી અને ડાયરેક્શનમાં ડેબ્યુ કર્યું. પરંતુ વર્ષ 2002માં બનેલી આ ફિલ્મ પર કેટલાક કારણોસર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો અને ફિલ્મ સિનેમા ઘરોમાં રિલીઝ ન થઈ શકી. જોકે હવે 22 વર્ષ પછી અનુરાગ કશ્યપની પહેલી ફિલ્મ બોક્સ ઓફિસ પર રિલીઝ થવાની છે.
જાણવા મળતી માહિતી અનુસાર ડાયરેક્ટ કરેલી પહેલી ફિલ્મ પાંચ ને સેન્સર બોર્ડે 22 વર્ષ પછી પાસ કરી છે અને તેના પરનો પ્રતિબંધ પણ હટાવી દીધો છે. સેન્સર બોર્ડે પાસ કર્યા પછી હવે આ ફિલ્મ આગામી છ મહિનામાં ઘરોમાં રિલીઝ કરવામાં આવશે.
આ અંગે પ્રોડ્યુસર ટુટુ શર્માએ જણાવ્યું હતું કે ફિલ્મને સિનેમા ઘરોમાં રિલીઝ કરવાનું પ્લાનિંગ ચાલી રહ્યું છે. ફિલ્મ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો તેથી તેના નેગેટિવ પણ ખરાબ થઈ ગયા છે. હવે આ ફિલ્મને રીસ્ટોર કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જ્યારે તે તૈયાર થઈ જશે તો ફિલ્મ રિલીઝ કરી દેવામાં આવશે.
પાંચ ફિલ્મને તેના સેન્સિટિવ સબ્જેક્ટ અને અપમાનજનક ભાષાના કારણે પ્રતિબંધિત કરવામાં આવી હતી. આ ફિલ્મ 1976-77 માં પૂણેમાં થયેલા જોષી અભયંકર સીરીયલ મર્ડરથી ઇન્સ્પાયર છે. આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં કે કે મેનન જોવા મળશે. સાથે જ ફિલ્મમાં આદિત્ય શ્રીવાસ્તવ, તેજસ્વીની કોલ્હાપુરી, વિજય મૌર્ય પણ મહત્વની ભૂમિકા નિભાવી રહ્યા છે. સેન્સર બોર્ડ તરફથી 22 વર્ષ પછી આ ફિલ્મને રિલીઝ કરવાની મંજૂરી મળી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે