Vitamin b12: રાત્રે ક્યારેય ના લેતા વિટામિન B12 સપ્લિમેન્ટ, નહીં તો થઈ શકે છે આ સમસ્યા
Vitamin b12: જો તમે પણ વિટામીન બી12 સપ્લીમેન્ટ રાત્રે લો છો તો આ ભૂલ કરવાનું છોડી દેજો. તેનાથી તમારી ઉંઘ સાથે જોડાયેલી સમસ્યા વધી શકે છે.
Trending Photos
Vitamin b12: ઘણીવાર જ્યારે દવાઓ વિશે વાત આવે છે, તો તેના માટે ટાઈમિંગ ખુબ જ જરૂરી હોય છે. ડૉક્ટરો રાત્રે કેટલીક દવાઓ લેવાની મનાઈ કરે છે, જેમાં વિટામિન B12 સપ્લિમેન્ટનો સમાવેશ થાય છે. તમારે હંમેશા નાસ્તો અથવા લંચ પછી વિટામિન B12 કેપ્સ્યુલ લેવી જોઈએ. હેલ્થ એક્સપર્ટના જણાવ્યા અનુસાર રાત્રે વિટામીન B12 સપ્લીમેન્ટ લેવાથી તમારી ઊંઘ બગડી શકે છે. B12 એનર્જીને વધારે છે. તેથી તે દિવસ દરમિયાન લેવાનું શ્રેષ્ઠ છે, કારણ કે જ્યારે સપ્લીમેન્ટની વાત આવે છે તો સમય સૌથી જરૂરી છે.
શું લેશો આ સપ્લીમેન્ટ?
શરીરમાં વિટામિન B12 ની ઉણપના કિસ્સામાં વિટામિન B12 સપ્લિમેન્ટ લેવાની સલાહ આપવામાં આવે છે. સામાન્ય રીતે એનિમિયા, થાક કે નબળાઈ લાગવી, ચાલવામાં તકલીફ, વજન ઘટવું, ચીડિયાપણું, ભૂખ ન લાગવી અને ઝાડા જેવા લક્ષણો વિટામિન B12 ની ઉણપના સંકેતો છે. ક્લેવલેન્ડ ક્લિનિક અનુસાર તે સામાન્ય રીતે એવા લોકોમાં થાય છે કે જેમણે પોતાના આહારમાંથી પૂરતા પ્રમાણમાં વિટામિન B12 મળતું નથી અથવા જ્યારે તેમની પાચન તંત્ર પૂરતા પ્રમાણમાં વિટામિન B12 શોષી શકતું નથી.
શું કહે છે એક્સપર્ટ?
હેલ્થ એક્સપર્ટે જણાવ્યું કે, વિટામિન B12 નર્વસ સિસ્ટમ અને રેડ બ્લડ સેલ્સને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. વિટામિન B12 એનર્જી વધારવામાં મદદ કરે છે, તેથી તેને સવારે જ લો. વિટામિન B12 સપ્લીમેન્ટ નર્વસ સિસ્ટમ અને મેટાબોલિજ્મ તમારા શરીરને સક્રિય બનાવે છે. B12 ધ્યાન વધારી શકે છે અને થાક ઘટાડી શકે છે, જે નિંદ્રાને અટકાવે છે.
બી12ની કમીને પુરું કરે છે આ ફૂડ
વિટામિન B12 ની ઉણપને પૂરી કરવા માટે તમે તમારા આહારમાં દૂધ, દહીં, ઈંડા, લાલ માંસ, માછલી, બદામ, સફરજન, કેળા, ટામેટાં, સ્પ્રાઉટ્સ, મશરૂમ્સ, પાલક, બીટરૂટ, બટરનટ સ્ક્વોશ, બટાકા, બ્લૂબેરી અને નારંગીનો સમાવેશ કરી શકો છો. છે. જો તમે આને તમારા આહારમાં સામેલ કરો તો તમારે વિટામિન B12 સપ્લીમેન્ટની જરૂર નહીં પડે.
(Disclaimer: અહીં આપેલી જાણકારી ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. તેને અપનાવતા પહેલા ડોક્ટરની સલાહ જરૂર લેવી. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે