Drugs Case: આ બોલીવુડ અભિનેત્રીએ નિભાવી શાહરૂખ સાથે મિત્રતા, મુશ્કેલ સમયમાં પડખે રહી, પુત્રના જામીન માટે કરી મદદ

Drugs Case: આ બોલીવુડ અભિનેત્રીએ નિભાવી શાહરૂખ સાથે મિત્રતા, મુશ્કેલ સમયમાં પડખે રહી, પુત્રના જામીન માટે કરી મદદ

શાહરૂખ ખાને બોલીવુડમાં જબરદસ્ત ફેમ અને દોમ દોમ સાહિબી સાથે કેટલાક એવા સંબંધો પણ મેળવ્યા છે જે તેને ખરાબ સમયમાં કામે લાગ્યા. આવો જ એક સંબંધ છે બોલીવુડની ચુલબુલી અભિનેત્રી સાથેનો વર્ષો જૂનો મિત્રતાનો સંબંધ. બંને વચ્ચે ખુબ ગાઢ મિત્રતા છે. એવી દોસ્તી કે આર્યનના જામીન પર જ્યારે કોકડું ગૂંચવાયું ત્યારે આ અભિનેત્રી કશું પણ વિચાર્યા વગર કોર્ટમાં પહોંચી ગઈ અને તેના માટે સાક્ષી બની. 

એક સાચા મિત્રની ઓળખ મુશ્કેલીમાં થાય છે. સારા સમયમાં તો બધા સાથ આપે છે. પરંતુ જે મુશ્કેલીમાં પડખે રહે તે જ સાચો મિત્ર. આ વાત બોલીવુડ અભિનેત્રી જુહી ચાવલાએ સાબિત કરી દીધી. જે મુશ્કેલ ઘડીમાં ઈન્ડસ્ટ્રીના ભલ ભલા મોટા માથા કે જેઓ શાહરૂખને પોતાનો મિત્ર ગણાવતા હતા તે શાહરૂખ ખાનથી અંતર જાળવવા લાગ્યા ત્યારે જુહી ચાવલાએ મિત્રતા નિભાવીને એક મિસાલ આપી. 

શાહરૂખનો પુત્ર આર્યન ખાન ડ્રગ્સ કેસમાં જેલમાં બંધ હતો. પુત્રને જેલમાંથી બહાર કાઢવા માટે શાહરૂખ ખાન ભૂખ્યો તરસ્યો બધુ છોડીને દિવસ રાત કાર્યરત હતો. જ્યારે જામીન મળ્યા તો જ્યાં બાકીના લોકો જામીન પર પોતાનો મત આપવામાં વ્યસ્ત થઈ ગયા ત્યારે જુહી ચાવલા જામીનનો ઓર્ડર મળતા જ કોર્ટ પહોંચી અને આર્યન માટે એક લાખનો બેલ બોન્ડ જમા કરાવ્યો. જુહી ચાવલાના આ કામના સોશિયલ મીડિયા પર ખુબ વખાણ થયા. લોકોએ તેને શાહરૂખ ખાનની સાચી મિત્ર ગણઆવી. 

juhi chawala found shahrukh khan ugly and did not want to work with him |  पहली बार शाहरुख को देखकर जूही ने बना ली थी गंदी शक्ल, फिल्म मेकर्स पर भी  हुईं

દાયકાઓથી લોકોના હ્રદય પર રાજ કરી રહેલા શાહરૂખ ખાને ફક્ત યાદગાર ફિલ્મો આપી એવું નથી, પરંતુ અનેક સાચા સંબંધો પણ મેળવ્યા છે. જેમાંનો એક સંબંધ છે જુહી ચાવલા સાથેનો મિત્રતાનો સંબંધ. જુહી અને શાહરૂખનો સંબંધ વ્યવસાયિક નહી પરંતુ ખુબ ગાઢ અને અનોખો છે. શાહરૂખ ખાન અને જુહી ચાવલાની મિત્રતા ત્યારે શરૂ થઈ જ્યારે  બંનેએ એક સાથે 1993માં ફિલ્મ ડરમાં કામ કર્યું હતું. ફિલ્મ બ્લોકબસ્ટર રહી અને આ સાથે શાહરૂખ ખાન અને જુહીની જોડી પણ લોકોને ખુબ પસંદ પડી. 

ત્યારબાદ જુહી ચાવલા અને શાહરૂખ  ખાને અનેક બ્લોકબસ્ટર ફિલ્મો આપી, જેમાં યસ બોસ, ડુપ્લીકેટ, રાજુ બન ગયા જેન્ટલમેન અને કભી હાં કભી નાં જેવી ફિલ્મો પણ સામેલ છે. સાથે કામ કરતા કરતા જુહી અને શાહરૂખનું પ્રોફેશનલ બોન્ડિંગ તો મજબૂત થયું જ સાથે મિત્રતા પણ થઈ ગઈ. 

Juhi Chawla Daughter Jahnavi Mehata and Shah Rukh Khan Son Aryan Interest  in IPL | क्रिकेट को दीवाने हैं शाहरुख-जूही के बच्चे, अब आर्यन-जाह्नवी  संभालेंगे IPL टीम KKR की कमान? | Hindi

તેમની આ મિત્રતામાં ત્યારે વળાંક આવ્યો જ્યારે જુહી ચાવલાની માતાનું અવસાન થયું. ફિલ્મ ડુપ્લિકેટ સમયની આ વાત છે. તે સમયે જુહી ચાવલા માતાને ગુમાવવાના દર્દ સામે ઝઝૂમી રહી હતી અને ત્યારે શાહરૂખ ખાને તેને માનસિક સહારો આપ્યો હતો. એક ઈન્ટરવ્યુમાં જુહી ચાવલાએ જણાવ્યું હતું કે માતાના દેહાંત બાદ શાહરૂખ ખાને તેને કઈ રીતે દર્દમાંથી બહાર આવવામાં મદદ  કરી હતી. 

ટીઓઆઈને આપેલા એક ઈન્ટરવ્યુમાં જુહી ચાવલાએ જણાવ્યું હતું કે ડુપ્લિકેટના શૂટિંગ દરમિયાન મે મારી માતાને ગુમાવી દીધી હતી. તે સમયે શાહરૂખ જ હતો જેણે મને હિંમત આપી અને મને સંભાળી હતી. માતા પિતાને ગુમાવવાનું દર્દ શું હોય છે તેનાથી શાહરૂખ સારી રીતે વાકેફ હતો. આથી તે મને હસાવવાની કોશિશ કરતો હતો. એવી ચીજો કરતો કે હું માતાને ગુમાવવાનું દર્દ ભૂલી જાઉ. ત્યારે મે શાહરૂખ સાથે ડુપ્લિકેટ અને યસ બોસ ફિલ્મો કરી હતી. 

શાહરૂખે જુહી ચાવલાને ખુબ મુશ્કેલ ઘડીમાં સાથ આપ્યો હતો અને આ વાત તે ક્યારેય ભૂલી નહીં. ત્યારબાદ શાહરૂખ ખાન જુહી ચાવલા માટે સ્પેશિયલ બની ગયો. જુહીએ કહ્યું હતું કે 'શાહરૂખ ખાન સ્પેશિયલ હતો કારણ કે તેણે મારી જિંદગીના સૌથી મુશ્કેલ સમયમાં મારી મદદ કરી હતી.'

Throwback Thursday: When Shah Rukh Khan came for Juhi Chawla's house party  at 2.30 a.m.! | People News | Zee News

ત્યારબાદ એવો પણ સમય આવ્યો કે બેસ્ટ ફ્રેન્ડ્સ શાહરૂખ ખાન અને જુહી ચાવલા બિઝનેસ પાર્ટનર બની ગયા. બંનેએ મળીને ડ્રિમ્સ અનલિમિટેડ નામથી પ્રોડક્શન હાઉસ ખોલ્યું, તેના બેનર હેઠળ અનેક ફિલ્મો રિલીઝ કરી. ત્યારબાદ આ પ્રોડક્શન હાઉસનું નામ બદલીને રેડ ચિલિઝ એન્ટરટેઈન્મેન્ટ કરી દેવાયું. આ પ્રોડક્શન હાઉસના સીઈઓની કમાન જુહી ચાવલાના ભાઈ સંજીવ ચાવલાને અપાઈ. પંરતુ વર્ષ 2010માં સંજીવ ચાવલાને સ્ટ્રોક આવ્યા બાદ કોમામાં જતો રહ્યો. ત્યારબાદ 2014માં જુહી ચાવલાના  ભાઈનું મોત થયું. તે સમયે પણ શાહરૂખ ખાન જુહીનો સહારો બન્યો હતો. તેણે જુહી ચાવલાને કોઈ પણ રીતે તૂટવા દીધી નહીં. 

જુહી ચાવલાના પણ ભલે લગ્ન થઈ ગયા, પરંતુ તેનો શાહરૂખ ખાન સાથે મિત્રતાનો સંબંધ એવો જ રહ્યો. તેણે શાહરૂખ ખાન સાથે મળીને આઈપીએલમાં કોલકાતા નાઈટ રાઈડર્સ નામથી ટીમ ખરીદી અને મજબૂત પાર્ટનરશીપ બનાવી લીધી. જો કે એક સમય એવો પણ આવ્યો હતો કે જ્યારે શાહરૂખ ખાન અને જુહી ચાવલાની મિત્રતામાં ખટાશ આવી. જુહીને લાગ્યું હતું કે હવે શાહરૂખ ખાન પાસે તેના જેવા મિત્રો માટે સમય નથી. જુહીને લાગતું હતું કે જ્યાં સુધી તેમના વચ્ચે બિઝનેસવાળી પાર્ટનરશીપ નહતી ત્યાં સુધી બંને સારા મિત્રો હતા. જો કે અનેક ઉતાર ચઢાવ બાદ પણ જુહીએ શાહરૂખ ખાન સાથે પોતાના પ્રોફેશનલ અને પર્સનલ સંબંધો પર કોઈ પ્રભાવ પડવા દીધો નહીં. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news