Flight Safety Rules: ફ્લાઈટમાં ભૂલેચૂકે આ 3 શબ્દો ન બોલવા, ભારે દંડની જોગવાઈ અને બ્લેકલિસ્ટ પણ થઈ શકો છો

તમે ભૂલેચૂકે પણ ફ્લાઈટ એટેન્ડન્ટને આ ત્રણ શબ્દ ન કહેતા નહીં તો મુસીબત ઊભી થઈ જશે. 

Flight Safety Rules: ફ્લાઈટમાં ભૂલેચૂકે આ 3 શબ્દો ન બોલવા, ભારે દંડની જોગવાઈ અને બ્લેકલિસ્ટ પણ થઈ શકો છો

દુનિયામાં લાખો લોકો સમય બચાવવા માટે રોજ પ્લેનમાં મુસાફરી કરતા હોય છે. તમે પણ ક્યારેક ને ક્યારેક તો પ્લેનમાં બેઠા જ હશો. જો કે તમે ભૂલેચૂકે પણ ફ્લાઈટ એટેન્ડન્ટને આ ત્રણ શબ્દ ન કહેતા નહીં તો મુસીબત ઊભી થઈ જશે. 

ફ્લાઈટ સેફ્ટી રૂલ્સ મુજબ ઉડતા વિમાનમાં કેટલીક ગતિવિધિઓ અને શબ્દોને ખુબ જ ગંભીર ગણવામાં આવે છે. જો તમે મજાકમાં પણ આ ત્રણ શબ્દ ફ્લાઈટ સ્ટાફને બોલી નાખશો તો તમે મોટી મુસીબતમાં પડશો. આમ કરવા બદલ તમારા પર લાખો રૂપિયાનો દંડ ઠોકાઈ શકે છે. તદઉપરાંત 3 વર્ષ સુધી જેલની સજા પણ થઈ શકે છે. તમને હંમેશા માટે પ્લેનમાં ચડતા પણ રોકવામાં આવી શકે છે. 

નશામાં ધૂત લોકો પ્લેનમાં ચડી શકે નહીં
ડેઈલી સ્ટારના રિપોર્ટ મુજબ પ્લેનમાં ફ્લાઈટ એટેન્ડન્ટ પાસે રિક્વેસ્ટ કરીને ડ્રિંક તો લઈ શકો છો પરંતુ પહેલેથી ડ્રિંક કરીને પ્લેનમાં ચડી શકો નહીં. એરલાઈન્સ એ મુદ્દે ખુબ ગંભીર હોય છે કે જો તમે મજાકમાં પણ એટેન્ડેન્ટને એવું કહ્યું કે 'હું નશામાં છું' તો તમે મુસીબતમાં પડી શકો છો. તેનું કારણ એ છે કે નશામાં ધૂત પેસેન્જર અન્ય મુસાફરોની સુરક્ષા માટે જોખમ બની શકે છે. 

પેસેન્જરને ઉતારી શકે છે સ્ટાફ
આવા નશેડી મુસાફરોને રોકવા માટે તમામ એરલાઈન્સ તરફથી કેબિન ક્રુ અને ફ્લાઈટ એટેન્ડન્ટને ખાસ અધિકાર અપાયા છે.  તેઓ નશામાં ધૂત મુસાફરોને પ્લેનમાં ચડતા રોકી શકે છે. જો પ્લેન ઉડ્યા બાદ તમને ખબર પડી કે કોઈ મુસાફર નશામાં ધૂત છે કે હોશ ગુમાવી ચૂકેલો છે તો નીકટના એરપોર્ટ પર લેન્ડ કરાવીને પેસેન્જરને વિમાનમાંથી ઉતારી શકે છે. 

હંમેશા માટે બ્લેકલિસ્ટ થઈ શકે છે
એટલું જ નહીં જો નશામાં ધૂત કોઈ મુસાફર ચર્ચા કે હોબાળો કરવાની કોશિશ કરે તો તેને પર કેસ પણ થઈ શકે છે. જેમાં દોષિત ઠરે તો 8 હજાર પાઉન્ડનો દંડ કે 3 વર્ષની જેલની સજા થઈ શકે છે. આ સાથે જ તે પેસેન્જરને ઉપદ્રવીની યાદીમાં નાખીને પ્લેનમાં બેસવા પર બ્લેકલિસ્ટ કરવામાં આવી શકે છે. 

મજાકમાં પણ આ શબ્દો ન બોલવા
આથી જ્યારે પણ તમે પ્લેનમાં બેસો તો મજાકમાં પણ  'I am drunk' એટલે કે 'હું નશામાં છું' એમ ન કહેવું. બની શકે કે તમારી આ મજાકને ફ્લાઈટ સ્ટાફ ગંભીરતાથી લઈ લે અને તમને કોઈ નજીકના એરપોર્ટ પર ઉતારીને તમારા પર અન્ય મુસાફરોના જીવ જોખમમાં મૂકવાનો કેસ ઠોકી દે. આમ કરવાથી તમે હંમેશા માટે પ્લેનમાં બેસવા માટે અયોગ્ય પણ સાબિત થઈ શકો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news