કડાણા ડેમમાંથી પાણી છોડાતા પંચમહાલ અને અન્ય જિલ્લાના 127થી વધુ ગામ એલર્ટ કરાયા
કડાણા ડેમમાંથી હાલ 7 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે, જેના કારણે વણાકબોરી ડેમમાં પાણીની ભારે આવક થઈ રહી છે અને જો ડેમની સપાટી 242ને પાર થાય તો અસરગ્રસ્ત ગામોમાં પાણી ઘુસી જવાની સંભાવના છે
Trending Photos
ગોધરાઃ કડાણા ડેમમાંથી મોટા પ્રમાણમાં પાણી છોડવામાં આવતા પંચમહિલ સહિત તેની આજુબાજુના જિલ્લાઓના ગામને એલર્ટ કરવામાં આવ્યા છે. નદીકાઠાં વિસ્તારમાં રહેતા લોકોને સાવચેત રહેવા અને પોતાનાં પશુઓને બાંધીને નહીં પરંતુ છુટા રાખવા કલેક્ટર દ્વારા અપીલ કરવામાં આવી છે.
કડાણા ડેમમાંથી હાલ 7 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, જેના કારણે વણાકબોરી ડેમમાં પાણીની ભારે આવક થઈ રહી છે. હાલ વણાકબોરી ડેમનું લેવલ 232 મીટર છે, પરંતુ જો આવી જ આવક સતત ચાલુ રહેશે તો ડેમમાં પાણીની સપાટી ભયજનક લેવ 242 સુધી પહોંચે તેવી સંભાવના છે. તંત્ર દ્વારા 242 મીટરના લેવલને બ્લ્યૂ સિગ્નલ આપવામાં આવ્યું છે.
પંચમહાલ જિલ્લા કલેકટર દ્વારા સંભવિત અસરગ્રસ્ત ગામોને એલર્ટ કરી નદીકાંઠાના વિસ્તારમાં રહેતા લોકોને સાવચેત રહેવા સૂચના અપાઈ છે. આ સાથે જ તેમને પશુઓને પણ છુટા રાખવા માટે અપીલ કરાઈ છે.
એલર્ટ કરાયેલા ગામ
- ગોધરા તાલુકો - 06
- શહેરા તાલુકો- 12
- લુણાવાડા તાલુકો - 75
- કડાણા તાલુકો- 26
- ખાનપુર તાલુકો - 09
- વડોદરા,પાદરા અને સાવલી તાલુકાના ગામોને પણ એલર્ટ કરાયા
શહેરાના ગમન બારીયામાં એક વ્યક્તિનું રેસ્ક્યુ
શહેરા તાલુકાના ગમન બારીયા ગામના મુવાડા વાછરડી ઉછેર કેન્દ્રમાં પાણી ભરાઈ જતાં એક વ્યક્તિ ફસાઈ ગયો હતો. આ વ્યક્તિ એમજીવીસીએલનો કર્મચારી હતો અને વછરડી ઉછેર કેન્દ્રમાં પાણી ભરાઈ જતાં વિજ પુરવઠો બંધ કરવા ગયો હતો. અચાનક પાણી આવી જતાં આ વ્યક્તિ પોતાનો જીવ બચાવવા માટે વિજપોલ પર ચડી ગયો હતો. સ્થાનિક લોકોએ પોલીસની સાથે મળીને દોરડું નાખી વીજ કંપનીના કર્મચારીનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.
30 વાછરડાં પણ બચાવાયા
મુવાડા વાછરડી ઉછેર કેન્દ્રમાં અચાનક પાણી આવી જતાં મુંગા પશુઓ પણ ફસાઈ ગયા હતા. આથી, તંત્ર દ્વારા સૌથી પહેલા તો કમ્પાઉન્ડ વોલ તોડીને પાણી બહાર કઢાયું હતું. ત્યાર પછી શહેરા મામલતદાર, પોલીસ અને સ્થાનિક લોકોઅ ટીમ બનાવી 30 વાછરડાંને બચાવાયા હતા.
જુઓ LIVE TV.....
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે