અનોખો છે પ્રેમ છે યોગેશભાઇ અને કુકી વચ્ચે, ૧૯ વર્ષીય શ્વાનનું સફળ ઓપરેશન

આ કુકી (Kuki) નામની શ્વાન જયારે ૧૫ વર્ષની હતી ત્યારે તેના પેટમાં એક નાની ગાંઠ હતી. હવે ૧૫ વર્ષની ઉંમરે આ ઓપરેશન કરવું પણ જોખમ ગણાય તેથી તે સમયે ઓપરેશન ન કર્યું. તે સમયે તેને કોઈ ઝાઝી તકલીફ ન હતી.

અનોખો છે પ્રેમ છે યોગેશભાઇ અને કુકી વચ્ચે, ૧૯ વર્ષીય શ્વાનનું સફળ ઓપરેશન

જપ્તવ્ય યાજ્ઞિક, આણંદ: પૃથ્વી પર જયારે જીવ અવતરિત થયો ત્યારથી આજદિન સુધી અને હાલના યુગમાં મનુષ્ય અને પ્રાણી બંને એકબીજાના પુરક અને દોસ્ત તરીકે રહ્યા છે. સંતો, મહાઋષિઓ તથા આપણા દેવી દેવતા સુદ્ધા પણ પશુ અને પ્રાણી સાથે રહી અને તેઓ પ્રત્યે પ્રેમથી સાથે રહેવાની દંતકથાઓ આપણા માટે સત્ય અને શ્રદ્ધા છે. આપણી સંસ્કૃતિમાં પ્રાણી અને પશુ એ આપણા સમાજનું ધન ગણાતું હતું અને ગણાય છે.

જોકે માણસ વધુ સફળતામાં અને ભૌતિકતામાં જીવ પ્રેમ ઘટ્યો પણ ખરો... તે માયામાં વધુ પડતો વીંટળાઈને નિર્દયી અને સ્વાર્થી બનતો ગયો , આજના કળયુગ માં ભૌતિક સુખ મેળવતો માનવી પોતાના નાના બાળકોને ને રમવા માટે જીવતું જાગતું રમકડું સમઝી ઉત્સાહમાં ને ઉત્સાહમાં શ્વાન લાવી તો દે છે, પરંતુ પછી જયારે તેમનો ઉત્સાહ પૂર્ણ થાય છે. ત્યારે તે પ્રાણી તેમને બોજારૂપી લાગતા હોય છે. અને પછી તેને તરછોડી દે છે, અબોલ પ્રાણી સાથે આ પ્રકારનો વર્તાવ કરો શું આ યોગ્ય ગણાય? ત્યારે આવા સમાજમાં દયા ભાવના લાગણી જેવી સંવેદનશીલતાની સમજણ સાથે જીવતા લોકો પણ છે અને એવાજ એક વ્યકિત યોગેશ પારેખ આણંદમાં રહે છે.

યોગેશભાઇ (Yogeshbhai) પાસે  છેલ્લા ૧૯ વર્ષથી પામોરિયન ફીમેલ ડોગી તેમના ઘરની સદસ્ય છે. આ બ્રીડની વધુમાં વધુ ૧૦ થી ૧૪ વર્ષનું આયુષ  હોય છે. યોગેશભાઇ (Yogeshbhai) એ આજ દિન સુધી ખુબ જ પ્રેમથી રાખી છે, તેની ખુબ જ સાર સંભાળ પણ કરી છે. સાથે તે પણ એટલી જ વફાદાર છે. કુકી બધી જ વસ્તુ ઈશારાથી સમજે છે અને આપણા અંતરની વેદનાને તે પારખી શકે છે.

૨૦૧૪માં યોગેશભાઇ (Yogeshbhai) ના ડાબા હાથના ખભા પાસે ખુબ જ દુખાવામાં તપાસ કરાવતા માલુમ પડ્યું કે આ કોઈ હાડકાંની અંદર ગાંઠ છે. જે દિવસે હું બાયોપ્સી કરાવી ને ઘરે પરત ફર્યો તે દિવસે આ કુકી એ પૂરી રાત દરમિયાન ઘણી વખતે મારો આ ડાબા હાથનો ખભો સૂંઘતી અને ચાટતી, ને જાણે મારું આ દુખ તેણે લઈ લીધું હોય. આજના આ કોરોનાકાળમાં આપણે પ્રત્યક્ષ જોયું, કે કોરોના થયેલા વ્યક્તિને પોતાના દીકરાને યા પત્નીને થયો હોય તો અડવા પણ તૈયાર  થતા ન હતા. આટલા તો સ્વાર્થી સમાજમાં શ્વાનનો પ્રેમ મનુષ્ય કરતા વધુ હોવાનું યોગેશભાઇ માને છે.

આ કુકી (Kuki) નામની શ્વાન જયારે ૧૫ વર્ષની હતી ત્યારે તેના પેટમાં એક નાની ગાંઠ હતી. હવે ૧૫ વર્ષની ઉંમરે આ ઓપરેશન કરવું પણ જોખમ ગણાય તેથી તે સમયે ઓપરેશન ન કર્યું. તે સમયે તેને કોઈ ઝાઝી તકલીફ ન હતી. પરંતુ આમ કરતા કરતા તેની ગાંઠ થોડી વધુ પડતી મોટી થઇ તે પણ છેલ્લા ૧૦ દિવસમાં વધારે તકલીફ હોય તેમ લાગ્યુ. 

જેથી આણંદ (Anand) એગ્રીકલ્ચર કોલેજના વેટરનરી કોલેજના પ્રિન્સીપાલ ડૉ. મનોજભાઈ બ્રહ્મભટ્ટ અને સર્જિકલ વિભાગના વડા અને પ્રોફેસર ડો. પી.વી. પરીખ  સાથે આ વાતની ચર્ચા કરી. મુલાકાત દરમિયાન ડોગીની હાલની પરિસ્થિતિ જોતા ઓપરેશન કરવું ખુબ જ જોખમ હતું અને આમ ઓપરેશન ન કરીએ તો પણ તેના શરીરના અંદરના ભાગમાં ગાંઠ ફાટી જવાથી અથવા ગાંઠનું  કદ વધી જવાથી  હ્રદયની નજીક હોવાથી ખુબજ મોટા પ્રમાણમાં જોખમ હતું.

હવે આ વિષય પર ધ્યાન લઈ ખુબ જ ગંભીરતા પૂર્વક વિચારણા કરી પરમ કૃપાળુ પરમાત્માના પર વિશ્વાસ અને આજના વિજ્ઞાનના સહારે ઓપરેશન કરવું તેમ નિર્ણય લેવાયો અને ૧૦ જૂનના રોજ તેનું ઓપરેશન કરાયુ. ૧. ૩૦ કલાકના ઓપરેશન બાદ ૫૦૦ ગ્રામના વજનની આ ગાંઠ કાઢી. 

આ ૧૯ વર્ષીય કુકીનું ઓપરેશન સંપૂર્ણ રીતે સફળ થયું. હાલ તેની તબિયત ખુબ જ સારી અને તંદુરસ્ત છે. હજુ પણ તેના દરેક શરીરના બધાજ અંગો સ્વસ્થ છે. તેના આયુષ્યમાં હાલ પાંચ વર્ષ સુધી કોઈ તકલીફ પડે તેમ નથી. ત્યારે ઓપરેશન બાદ નીક્ળેલી ગાંઠની વધુ જાણકારી અને રિસર્ચ માટે તેને લેબોરેટરીમાં મોકલવામાં આવી છે.

વિદેશમાં ૨૧ વર્ષીય આ બ્રીડની એક ડોગીનું નામ ગિનીસ બુક ઓફ વર્લ્ડમાં નોંધાયું છે. ત્યારે યોગેશભાઇના પ્રેમ અને સારવારથી ઇશ્વર ઇચ્છશે તો આ કુકી નામની ૧૯ વર્ષીય આણંદની ડોગી ભવિષ્યમાં વર્લ્ડ બુકમાં નામ નોંધાવી દેશ અને આણંદનું ગૌરવ બની શકે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news