તૌકતેનું તાંડવ દર્શાવતા 5 Video, લોકોની નજર સામે મોબાઈલ ટાવર ઢળી પડ્યો...
Trending Photos
- ગ્રામ્ય વિસ્તારના લોકોની ઉપર આભ અને નીચે જમીન જેવી સ્થિતિ જોવા મળી રહી છે. ત્યારે તૌકતેનું તાંડવ દર્શાવતા 5 વીડિયો પર એક નજર કરીએ
ઝી મીડિયા/બ્યૂરો :તૌકતે વાવાઝોડાની અસરથી ગુજરાતનો કોઈ જિલ્લો બાકી નહિ હોય. ગુજરાતના તમામ જિલ્લામાં ભારે પવન અને વરસાદની અસર જોવા મળી છે. તો આવામા સૌથી વધુ અસરગ્રસ્ત એવા સૌરાષ્ટ3ના ગામડા નોધારા બન્યા છે અને 12 કલાકથી વધુ સમયથી વીજળી ગુલ થઇ ગઇ છે. ગ્રામ્ય વિસ્તારના લોકોની ઉપર આભ અને નીચે જમીન જેવી સ્થિતિ જોવા મળી રહી છે. ત્યારે તૌકતેનું તાંડવ દર્શાવતા 5 વીડિયો પર એક નજર કરીએ.
ગીર સોમનાથમાંથી આ વીડિયો સામે આવ્યો છે. જેમાં મોબાઇલનો ટાવર પત્તાના મહેલની જેમ ક઼ડડભૂસ થયો છે. આ વીડિયો કોઈ સ્થાનિક દ્વારા લેવામાં આવ્યો છે. પરંતુ જિલ્લાના કયા શહેરનો છે તેની પુષ્ટી નથી. સંભવત: સાંજે ટાવર ખાબક્યો એ વાવાઝોડા પહેલાનો વીડિયો હશે.
તોકતે વાવાઝોડાને પગલે BSNLનો ટાવર ધરાશાયી, જુઓ#Una #CycloneTauktae #ZEE24Kalak pic.twitter.com/dh8pr0iCDa
— Zee 24 Kalak (@Zee24Kalak) May 17, 2021
આ વાવાઝોડાથી રાજ્યના ર૪૩૭ ગામોમાં વીજપુરવઠો ખોરવાયો હતો, તેમાંથી વીજ વિભાગની ટીમોએ સત્વરે કાર્યવાહી કરીને ૪૮૪ ગામોમાં પુરવઠો પૂર્વવત કર્યો છે. રર૦ કે.વી.ના બે સબસ્ટેશનોને પણ અસર પડી છે તેના સહિત અન્ય સબસ્ટેશનો જે અસરગ્રસ્ત છે તે પણ ઝડપથી પૂર્વવત કાર્યરત કરી દેવાશે. આ ઉપરાંત ૧૦૮૧ વીજ થાંભલાને નુકશાન થયું છે. ૧૯૬ માર્ગો બંધ હતા અને ૧પ૯ રસ્તાને નુકશાન થયું છે તે પૈકી ૪ર મોટરેબલ એટલે કે કોમ્યુનિકેશન માટે કાર્યરત કરી દેવાયા છે. ૪૦ હજાર જેટલા વૃક્ષો પણ આ વાવાઝોડાની અસરથી ધરાશાયી થયા છે. અહિં માર્ગ-મકાન, ફોરેસ્ટ સહિતના વિભાગોએ રીસ્ટોરેશન, મરામત કાર્ય ઉપાડયું છે
ગુજરાતમાં વાપી, રાજકોટ અને ગારીયાધારમાં 1-1 થઈને કુલ 3 વ્યક્તિનાં મોત થયા છે. રાજ્યમાં ૧૬,પ૦૦ મકાનો-ઝૂંપડાઓને પણ આ વાવાઝોડાની અસર પહોચી છે. જે વિસ્તારોમાં ૧૦૦ કિ.મી. પ્રતિકલાકથી વધુ ઝડપે પવન ફૂંકાયો છે એવા વિસ્તારોમાં આવા મકાનોના સર્વે કરાઇ રહ્યો છે.
ગઇકાલે રાત્રે ગુજરાતમાં પ્રવેશેલું વાવાઝોડું ‘તાઉ-તે’ અત્યારે અમદાવાદથી ૨૧૦ કિ.મી. સાઉથવેસ્ટમાં ૧૧૦ થી ૧૧પ કિ.મી. પ્રતિકલાકની ઝડપે નોર્થ-ઇસ્ટમાં આગળ વધી રહ્યું છે. જે મોડી રાત્રી સુધીમાં વધુ આગળ ધપશે.
'તાઉ'તે' વાવાઝોડાના કારણે રાજ્યની કુલ ૮૧ કોવિડ હોસ્પિટલ, ૧૬ જેટલી અન્ય હોસ્પિટલ તથા ૧૯ જેટલા ઑક્સિજન રિફીલિંગ પ્લાન્ટનો વીજ પુરવઠો ખોરવાતા પાવર બેકઅપ પર કાર્યરત કરવામાં આવી હતી. જેમાંથી ૨૯ કોવિડ હોસ્પિટલ, ૧૨ અન્ય હોસ્પિટલ તેમજ ૬ ઑક્સિજન યુનિટનો વીજપુરવઠો પૂર્વવત કરવામાં આવ્યો છે. જ્યારે હાલ પાવર બેકઅપ પર કાર્યરત ૫૨ જેટલી કોવિડ હોસ્પિટલ્સ, ૪ અન્ય હોસ્પિટલ્સ તેમજ ૧૩ ઑક્સિજન પ્લાન્ટનો વીજપુરવઠો પૂર્વવત કરવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે