સુરતમાં કોરોનાના 60 પોઝિટિવ કેસ નોંધાયા, 2 દર્દીઓના મોત
Trending Photos
ચેતન પટેલ, સુરત: સુરતમાં આજે વધુ 60 પોઝિટિવ કેસ નોંધાયા છે. શહેરમાં નવા 54 કેસ સાથે અત્યારસુધીમાં 1696 પોઝિટિવ કેસ નોંધાયા છે. જિલ્લામાં 06 નવા કેસો સાથે અત્યાર સુધીમાં 125 કેસ નોંધાયા છે. શહેર અને જિલ્લામાં અત્યાર સુધીમાં 1821 કેસ નોંધાયા છે. આજે બે દર્દીઓના મોત થયા છે આ સાથે મૃત્યુઆંક 74 પર પહોંચ્યો છે. આજે 27 દર્દીઓને ડિસ્ચાર્જ કરયા છે. આ સાથે અત્યારસુધીમાં કુલ 1208 દર્દીઓના ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો:- વાવાઝોડાની અસર : સુરત જિલ્લાના 32 ગામોમાં એલર્ટ, ઉમરગામના વિસ્તારો ખાલી કરવા પહોંચ્યું તંત્ર
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં એક્ટીવ દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થઈ રહ્યો છે. તારીખ 18-05-2020ના રોજ રાજ્યમાં કુલ પોઝિટિવ દર્દીઓની સામે એક્ટીવ દર્દીઓની સંખ્યાનો પ્રમાણદર જે 53.19 ટકા હતો તે આજે ઘટીને 26.35 ટકા થયો છે. આજ રોજ રાજ્યમાં નોંધાયેલા નવા દર્દીઓની સંખ્યા 415ની સામે 1114 દર્દીઓ સાજા થઈને ઘરે ગયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 21,610 ટેસ્ટ કરવામાં આવ્યા છે.
આજે રાજ્યમાં 29 વ્યક્તિઓના કોરોનાના કારણે દુ:ખદ નિધન થયા છે. જેમાં અમદાવાદમાં 24, અરવલ્લીમાં 2 અને સુરત, મહેસાણા અને જૂનાગઢમાં 1-1-1 વ્યક્તિના મોત થયા છે. અત્યાર સુધી રાજ્યમાં કુલ 1092 લોકોના મૃત્યુ નોંધાયા છે.
રાજ્યના જુદા-જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ 2,35,017 વ્યક્તિઓને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. જે પૈકી 2,27,666 વ્યક્તિઓ હોમ ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે. જ્યારે 7,375 વ્યક્તિઓને ફેસીલિટી ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે