સુરત : BRTSની ટક્કરે 8 વર્ષની બાળકીનું મોત, રોષે ભરાયેલા લોકોએ અનેક બસો અટકાવી
સુરતમાં BRTS બસે બાળકીનો ભોગ લીધો છે. સુરતના ભટાર વિસ્તારમાં થયેલ અકસ્માતમાં એક બાળકીનું મોત નિપજ્યું છે. બાળકીનું અકસ્માતમાં મોત થતાં સ્થાનિક લોકોમાં ભારે રોષ વ્યાપી ઉઠ્યો હતો. ગુસ્સે ભરાયેલા લોકોએ અનેક બીઆરટીએસ બસની ચાવીઓ લઈને બસો બંધ કરાવી હતી. તો સ્થાનિકોનો મોટો ચક્કાજામ થયો હતો.
Trending Photos
ચેતન પટેલ/સુરત :સુરતમાં BRTS બસે બાળકીનો ભોગ લીધો છે. સુરતના ભટાર વિસ્તારમાં થયેલ અકસ્માતમાં એક બાળકીનું મોત નિપજ્યું છે. બાળકીનું અકસ્માતમાં મોત થતાં સ્થાનિક લોકોમાં ભારે રોષ વ્યાપી ઉઠ્યો હતો. ગુસ્સે ભરાયેલા લોકોએ અનેક બીઆરટીએસ બસની ચાવીઓ લઈને બસો બંધ કરાવી હતી. તો સ્થાનિકોનો મોટો ચક્કાજામ થયો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના ભટાર રોડ પરથી બીઆરટીએસની બસ પસાર થઈ રહી હતી, ત્યારે એક 8 વર્ષની માસુમ બાળકી ત્યાંથી પસાર થઈ રહી હતી. સ્પીડમાં જઈ રહેલી બીઆરટીએસ બસના ડ્રાઈવરે માસુમ બાળકીને અડફેટે લીધી હતી. બાળકીનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. આ ઘટનાને પગલે સ્થાનિક લોકો તથા કેટલાક મુસાફરો રોષે ભરાયા હતા. ગુસ્સામાં લોકોએ અનેક બીઆરટીએસ બસની ચાવીઓ કાઢી લીધી હતી અને બસોને અટકાવી હતી. લોકોએ ચક્કાજામ પણ કર્યો હતો, જેના પગલે સુરત પોલીસ દોડતી થઈ હતી.
તો બીજી તરફ, 108ને જાણ કરવા છતા પણ એમ્બ્યુલન્સ સર્વિસ સમયસર ન આવતા લોકો વધુ ગિન્નાયા હતા. તેમણે રસ્તા પર હલ્લાબોલ કર્યો હતો. તો બાળકીને સારવાર અપાવવા માટે જાતે જ તેને હોસ્પિટલ લઈ ગયા હતા. પરંતુ બાળકીએ સારવાર મળે તે પહેલા જ જીવ ગુમાવ્યો હતો.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે