મહેસાણામાં ભમ્મરિયા નાળા પાસે દારૂડિયા કારચાલકે 4 રાહદારીને મારી ટક્કર

લોકોએ દારૂડિયા કાર ચાલકને પકડીને બરાબરનો મેથીપાક ચખાડ્યો, 3 વ્યક્તિને સામાન્ય ઈજા, જ્યારે મહિલા ગંભીર રીતે ઘાયલ 
 

Trending Photos

મહેસાણામાં ભમ્મરિયા નાળા પાસે દારૂડિયા કારચાલકે 4 રાહદારીને મારી ટક્કર

મહેસાણાઃ મહેસાણામાં આવેલા ભમ્મરિયા નાળા પાસે એક દારૂ પીધેલા કારચાલકે બેકાબુપણે કાર ચલાવતાં 4 રાહદારીને ટક્કર મારી હતી. જેમાં 3 વ્યક્તિને સામન્ય ઈજા થઈ હતી, જ્યારે એક મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ હતી. મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. આ બનાવને પગલે ભમ્મરિયા નાળામાં ભારે ટ્રાફીક જામ થયો હતો.

શહેરના કસ્બા વિસ્તારમાંથી દારૂના ચિક્કાર નશામાં નિકળેલા કાર ચાલકે રસ્તામાં ચાલતા જતા 4 રાહદારીને ટક્કર મારી હતી. જોકે, કાર રોકાઈ જતાં વધુ નુકસાન ટળ્યું હતું. લોકોએ દારૂડિયા કાર ચાલકને પકડીને બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો. ઘાયલ લોકોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. 

પોલીસે ટક્કર મારનારા કાર ચાલકની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, દારૂ પીને કારક ચલાવનાર વ્યક્તિ પીલુદરા ગામના ઉપ સરપંચ ભરત કાંતિલાલ પટેલ છે. પોલીસે કારચાલકને કસ્ટડીમાં નાખીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. 

જુઓ LIVE TV....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news