આ છે સુરતના 'વિજય માલ્યા'! કરોડોનું ફુલેકું ફેરવી શાહ દંપતી અમેરિકા ભાગ્યો, લોકોને આવ્યો રોવાનો વારો
સુરતમાં કરોડોનું ફુલેકું ફેરવી શાહ દંપતી અમેરિકા ભાગી ગયાનો આરોપ લાગ્યો છે. હાઇ- ટેક સ્વીટ વોટર ના ડિરેકટર વિજય શાહ અને પત્ની કવિતા શાહ ઉઠમણું કર્યું છે. આ શાહ દંપતીએ બેંકમાંથી 100 કરોડ રૂપિયાની લોન લઈ ફરાર થયા છે.
Trending Photos
ઝી બ્યુરો/સુરત: સુરતની હાઇટેક સ્વીટ વોટરના ડિરેકટર વિજય શાહ સામે કશ્યપ ઇન્ફ્રા પ્રાઇવેટ લિમિટેડ ડિરેક્ટર હિરેન ભાવસારે ગંભીર આક્ષેપ લગાવ્યા છે. વિગતો મુજબ કશ્યપ ઇન્ફ્રા પ્રાઇવેટ લિમિટેડ ડિરેક્ટર હિરેન ભાવસારે કહ્યું કે વિજય શાહ અને તેમની પત્નીએ બેંક ઓફ બરોડામાંથી 100 કરોડની લોન લીધા બાદ વિજય શાહ પરિવાર સાથે અમેરિકા ભાગી ગયા છે. આ સાથે કહ્યું કે વિજય શાહ સામે એક કરતા વધુ FIR નોંધાયેલી છે. ગાંધીનગર CBIએ તપાસ પણ શરૂ કરી હોવાનો દાવો તેમણે કર્યો છે.
સુરતમાં કરોડોનું ફુલેકું ફેરવી શાહ દંપતી અમેરિકા ભાગી ગયાનો આરોપ લાગ્યો છે. હાઇ- ટેક સ્વીટ વોટર ના ડિરેકટર વિજય શાહ અને પત્ની કવિતા શાહ ઉઠમણું કર્યું છે. આ શાહ દંપતીએ બેંકમાંથી 100 કરોડ રૂપિયાની લોન લઈ ફરાર થયા છે.વિજય શાહ સામે મલ્ટીપલ FIR થયેલી છે, જેની ગાંધીનગર સીબીઆઇએ તપાસ શરૂ કરી છે.
સુરતના દંપતી પર ફરિયાદીના 2 કરોડ રૂપિયા ચાઉં કર્યાનો આરોપ લાગ્યો છે. સુરતની સોલાર કંપની કશ્યપ ઇન્ફ્રા પ્રા. લિ.ના હિરેન ભાવસારે ફરિયાદ કરી ન્યાયની માંગ કરી છે. કશ્યપ ઇન્ફ્રા પ્રા.લી.ના 2 કરોડ રૂપિયા હજુ હાઇ- ટેક સ્વીટ વોટર ચૂકવ્યા નથી. શાહ દંપતી બેંકને કરોડા રૂપિયાનો ચૂનો ચોપડીને દેશ છોડીને વિદેશ ભાગી ગયા છે. સુરત શહેરના અન્ય બિઝનેસમેનની સાથે છેતરપિંડી કરી તેમના રૂપિયા પચાવી વિજય શાહ અને પત્ની કવિતા શાહ ભારતે દેશ છોડીને અમેરિકા ભાગી ગયા. ભાગી જતાં પહેલા કંપનીના કર્મચારીને ડિરેકટર બનાવીને સતિષ અગ્રવાલને ડિરેક્ટરના પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે. જેથી તેમના ઉપર કોઈ પણ પ્રકારની કાર્યવાહી ના થાય.
સુરતની સોલાર કંપની કશ્યપ ઇન્ફ્રા પ્રા. લિ.ના હિરેન ભાવસારે કહ્યું કે હાઇ- ટેક સ્વીટ વોટરને વર્ષ 2018 માં 2 કરોડ રૂપિયાનો સામાન આપ્યો હતો, તે વખતે વિજય શાહ, પત્ની કવિતા શાહ અને સતિષ અગ્રવાલ ડિરેકટર હતા. કંપનીએ હજુ પણ રકમ ચૂકવી નથી. વારંવારની માંગણી છતા તેઓ ગલ્લાતલ્લાં કરતા રહે છે. વિજય શાહના ફ્રોડના અનેક પુરાવા સામે આવ્યા છે. આ સમગ્ર કૌભાંડ બાબતે તેઓએ 2023 માં ગાંધીનગર સીબીઆઇમાં ફરિયાદ દાખલ કરી. ત્યાર પછી આ ફરિયાદને વધુ તપાસ અર્થે સુરત આર્થિક ગુના શાખા ક્રાઈમ બ્રાન્ચમાં મોકલવામાં આવી છે. સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. જેને પગલે આગામી સમયમાં કૌભાંડનો પર્દાફાશ થવાની ઘડીયો ગણાઈ રહી છે.
હિરેન ભાવસારે આ સમગ્ર કારસ્તાન વિશે PMO ને પણ પત્ર લખ્યો છે. આ લોગો ઉપર મલ્ટીપલ FIR થઇ ચુકી છે. જેમાં રાજસ્થાનના અજમેર અને જયપુર શહેરમાં GIDC અંકલેશ્વર ખાતે જમીન છેતરપિંડીના કેસમાં વિજય શાહ અને નરેન્દ્ર ગર્ગ વિરુધ FIR દાખલ થઈ છે. સાથે ઓક્ટોબર 2017 માં સુરતમાં એક જ ફ્લેટ બે વ્યક્તિઓને વેચનારના કેસમાં ઉમરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલ છે. જેમાં પણ વિજય શાહની ધરપકડ કરવામાં આવી હતી અને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવ્યો હતો.
હિરેન ભાવસારે કહ્યુ કે, માહિતી આપવાનો આશય એટલો જ છે કે લોકોને વિજય શાહના કારસ્તાન વિશે જાણકારી મળે અને બીજા ફસાતા બચી શકે. શાહ દંપતી અને અગ્રવાલ પરિવાર દ્વારા જે પ્રકારની પ્રવૃત્તિ ઉપજાવવામાં આવી છે, જેના કારણે બેંકમાં રહેલા લોકોના પૈસા પણ જોખમમાં મુકાઈ ગયા છે. અમે અમારા ન્યાય માટે લડત આપતા રહીશું. સુરત શહેરમાં આ પ્રથમ એવી ઘટના છે જે સીબીઆઇ ગાંધીનગરથી સુરતના આર્થિક ગુના શાખા, ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ મોકલવામાં આવી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે