અમદાવાદ : તંત્રની ઘોર બેદરકારી, પાણીની ટાંકી અચાનક કડડભુસ કરીને પડી અને...

શહેરના ગોતામાં ટાંકી ઉતારતા સમયે વિશાળ ટાંકી આયોજન કરતા અલગ રીતે નમી પડી. દરમ્યાન તૂટેલી ટાંકી પાસે આવેલા ઘરની કમ્પાઉન્ડ વોલ પર પડતા બે મકાનો અને 2 બાઇકને સામાન્ય નુકશાન થયુ છે. આ ઘટનામાં કોઇને ઇજા ન થતા સદનસીબે મોટી જાનહાની થતા રહી ગઇ છે. ઉલ્લેખનીય છેકે વસંતનગર હાઉસીંગ બોર્ડ વસાહતમાં ગુજરાત હાઉસીંગ બોર્ડ દ્વારા ઓવરહેડ ટાંકી ઉતારવાનું કામ ચાલી રહ્યુ હતુ તે સમયે આ ઘટના બની.પહેલા બોપલ અને તે બાદ ઘાટલોડીયામાં પાણીની ઓવરહેડ જર્જરીત ટાંકી તૂટી પડવાની ઘટના બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, ઔડા કે પછી હાઉસીંગ બોર્ડ દ્વારા પોતપોતાના કાર્યક્ષેત્રમાં આવતી જર્જરીત ટાંકીઓ ઉતારવાની કામગીરી ચાલી રહી છે. 
અમદાવાદ : તંત્રની ઘોર બેદરકારી, પાણીની ટાંકી અચાનક કડડભુસ કરીને પડી અને...

અર્પણ કાયદાવાલા/અમદાવાદ: શહેરના ગોતામાં ટાંકી ઉતારતા સમયે વિશાળ ટાંકી આયોજન કરતા અલગ રીતે નમી પડી. દરમ્યાન તૂટેલી ટાંકી પાસે આવેલા ઘરની કમ્પાઉન્ડ વોલ પર પડતા બે મકાનો અને 2 બાઇકને સામાન્ય નુકશાન થયુ છે. આ ઘટનામાં કોઇને ઇજા ન થતા સદનસીબે મોટી જાનહાની થતા રહી ગઇ છે. ઉલ્લેખનીય છેકે વસંતનગર હાઉસીંગ બોર્ડ વસાહતમાં ગુજરાત હાઉસીંગ બોર્ડ દ્વારા ઓવરહેડ ટાંકી ઉતારવાનું કામ ચાલી રહ્યુ હતુ તે સમયે આ ઘટના બની.પહેલા બોપલ અને તે બાદ ઘાટલોડીયામાં પાણીની ઓવરહેડ જર્જરીત ટાંકી તૂટી પડવાની ઘટના બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, ઔડા કે પછી હાઉસીંગ બોર્ડ દ્વારા પોતપોતાના કાર્યક્ષેત્રમાં આવતી જર્જરીત ટાંકીઓ ઉતારવાની કામગીરી ચાલી રહી છે. 

ઘાટલોડીયામાં બનેલી ઘટનાની નોંધ સ્થાનીક સાંસદ તરીકે  કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લીધા બાદ એએમસીએ તાબડતોડ જર્જરીત ટાંકીઓ અંગેનો સર્વે કર્યો હતો. જેમાં છેલ્લા કેટલાક દિવસથી વિવિધ વિસ્તારોમાં જર્જરીત ટાંકીઓ ઉતારવામાં આવી રહી છે. આજે જે સ્થળે ઘટના બની તે વસાહત ગુજરાત હાઉસીંગ બોર્ડના કાર્યક્ષેત્રમાં આવતી હોવાથી ગત 6ઠ્ઠી નવેમ્બરે એએમસીએ સ્થાનીકોની માંગણી બાદ હાઉસીંગ બોર્ડને પત્ર લખી આ ટાંકી ઉતારી પાડવાની વાત કરી હતી. અંદાજે 22 વર્ષ જુની ટાંકીને આજે હાઉસીં બોર્ડના કર્મચારીઓ અને મજૂરો દ્વારા ઉતારવામાં આવી રહી હતી તે દરમ્યાન કોઇ ભૂલ થવાથી ટાંકી મેદાનના બદલે નજીકમાં આવેલા ઘરની પાસે નમી પડી. 

નોંધનીય છેકે આજની કાર્યવાહી પહેલા ટાંકી પડવાથી અસર થઇ શકે એવા આસપાસના તમામ ઘરોમાંથી લોકોને દૂર કરી દેવાયા હતા. પરંતુ પોલીસ કે ફાયરબ્રીગેડને આ અંગે જાણ કરવામાં આવી ન હતી. સ્થાનીકોનો આરોપ છે કે ફક્ત મજૂરોના ભરોષે આજની કામગીરી કરાઇ રહી હતી. હાઉસીંગ બોર્ડના કોઇ ઉચ્ચ અધિકારી સ્થળ પર હાજર નહતા. ઘટના અંગે માહિતી મળતાની સાથે જ સ્થાનીક કોર્પોરેટર અને ધારાસભ્ય પણ સ્થળ ઉપર આવી પહોંચ્યા હતા. જ્યાં ધારાસભ્યએ સ્થાનીકોના મકાનને થયેલા નુકશાન સામે વળતર આપવા હાઉસીંગ બોર્ડ અને સરકારમાં રજૂઆત કરવાની વાત કરી.

 

નોંધનીય છેકે અમદાવાદ શહેરમાં કુલ 191 ઓવરહેડ ટાંકીઓ અસ્તીત્વમાં છે. જેમાંથી 118 ટાંકીઓ વપરાશમાં છે. જ્યારે 73 ટાંકી વપરાશ વગરની છે. તેમાં પણ તોડવાની હોય એવી 26 ટાંકીઓ વપરાશમાં છે, જ્યારે તોડવી પડે એવી 73 ટાંકી હાલમાં વપરાશમાં નથી. આમ એએમસીએ કુલ 99 ટાંકીઓને તોડવાની જરૂર છે, જે પૈકી અત્યાર સુધી 46 ટાંકીઓને સફળતાપૂર્વક તોડી પાડવામાં આવી છે. ત્યારે આજે થયેલી ભૂલ બાઉ હાઉસીગ બોર્ડ કોઇ બોધપાઠ લેશે નહી એ જોવુ રહ્યુ.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news