અમદાવાદનાં ગાર્ડનમાં થયેલી હત્યામાં મોટો ખુલાસો, આરોપીએ કહ્યું; 'પીને કા પાની નહીં દીયા તો કાટ દીયા'
Ahmedabad Crime: સીસીટીવીમાં દેખાઇ છે તે પ્રમાણે, આ સિક્યુરિટી ગાર્ડની હત્યા સમયે ગાર્ડનમાં ચાલતા જે લોકોએ આ દ્રશ્ય જોયા તે તમામ ત્યાંથી ભાગી રહ્યા હતા. કોઇ તેમની મદદે આવ્યા ન હતા.
Trending Photos
ઉદય રંજન/અમદાવાદ: વસ્ત્રાપુર લેકમાં સિક્યુરિટી ગાર્ડ હત્યા કેસમાં એક શખ્સની પોલીસે ધરપકડ છે. ઉલ્લેખનીય છે કે પાવડાના ઘા મારીને હત્યા કરી નાખવામાં આવી હતી. આ હત્યા પાણી પીવા જેવી બાબતમાં થઈ હોવાનું સામે આવ્યું છે. પાણી નહીં આપતા એક સિક્યુરિટી ગાર્ડની કરપીણ હત્યા નીપજાવનાર આરોપી રામ જતન મોહિયા નામના શખ્સની ઝોન-1 એલસીબી સ્ક્વોડ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી છે.
આરોપી દ્વારા સિક્યુરિટી ગાર્ડને પાવડાના ઘા મારતા હોવાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવી ચુક્યા હતા જેમાં સ્પષ્ટપણે દેખાઈ આવે છે કે એક શખ્સ આવીને સિક્યોરિટી ગાર્ડને પાવડા વડે એક બાદ એક ઘા મારી રહ્યો છે. મહત્વનું છે કે આરોપી હત્યાની ઘટનાને અંજામ આપ્યા બાદ પોતે જે પીઝા શોપમાં નોકરી કરતો હતો ત્યાં નોકરી માટે જતો રહ્યો હતો. વધુમાં છેલ્લા એક અઠવાડિયાથી જ મૃતક વ્યક્તિ સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી માટે આવ્યો હતો અને એક સામાન્ય પાણી નહીં આપવા જેવી બાબતમાં આરોપીએ સિક્યોરિટી ગાર્ડને મોતને ઘાટ ઉતારી દીધો હતો.
મૂળ નેપાળનો વતની અને અમદાવાદ શહેરમાં એક પીઝા શોપમાં નોકરી કરતો હતો. રાત્રિના સમયે વસ્ત્રાપુર લેક પાસે આવેલા અમ્યુઝમેન્ટ પાર્કમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા એક વ્યક્તિ પાસે તેણે પીવા માટેનું પાણી માંગ્યું હતું અને સિક્યુરિટી ગાર્ડ તે પાણી નહીં આપતા આવેશમાં આવીને સિક્યુરિટી ગાર્ડની મોતને ઘાટ ઉતારી દીધો હતો. શરૂઆતમાં મૃતકના પરિવારજનોએ સીસીટીવી ફૂટેજ જોયા ત્યારે આરોપી તેમનો પરિચિત હોવાનું પોલીસે જણાવ્યું હતું. પરંતુ ઝોન-1 એલસીબી સ્કોવડે સમગ્ર દેશની ઝીણવટપૂર્વક તપાસ કરતા સામે આવ્યું હતું કે આરોપી મૃતકના કોઈ પરિચયમાં નથી.
બાદમાં તપાસ કરતા સામે આવ્યું હતું કે, આરોપી એક પીઝા શોપમાં નોકરી કરતો હતો અને તેણે જ આ ગુનો આચર્યું હોવાની વાત પોલીસને માલુમ પડી હતી. જેથી એલસીબી કોડે આરોપીની ધરપકડ કરીને આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસે ફરી સીસીટીવી તપાસ કરતા હત્યા કરનાર આરોપી એક કોમ્પ્લેક્ષમાં જતો નજરે પડે છે જે આધારે પોલીસે શંકાસ્પદ શખ્સની પૂછપરછ અને ખારાય કરતા હત્યા કરનાર આરોપી રામ જતન હોવાનું ફલિત થતા આરોપીની ધરપકડ કરી હતી. ધરપકડ સમયે પણ આરોપીએ પોલીસ સાથે ઘર્ષણ કર્યું હતું, ત્યારે પુરાવા રૂપે પોલીસે રામ જતનના ઘરેથી હત્યા સમયે પહેરેલા કપડાં પણ કબજે કર્યા હતા. પોલીસ હાલ એ તપાસ કરી રહી છે કે આ પ્રકારના બીજા કોઈ ગુનાને અંજામ આપ્યા છે કે નહિ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે