ભાજપ નેતાના બર્થ-ડે સેલિબ્રેશન વીડિયોમાં આવ્યો એક નવો જ ખુલાસો! પોલીસે કરી સ્પષ્ટતા
અમદાવાદ શહેરના પોલીસ અધિકારી અને રાજકીય પક્ષના હોદેદારો કેક કપાતો એક વીડિયો વાયરલ થયો હતો. આ સમગ્ર વીડિયો બાબતે અમદાવાદ શહેર પોલીસે સ્પષ્ટતા સામે આવી છે.
Trending Photos
ઝી બ્યુરો/અમદાવાદ: અમદાવાદ શહેરના પોલીસ અધિકારી અને રાજકીય પક્ષના હોદેદારો કેક કપાતો એક વીડિયો વાયરલ થયો હતો. આ સમગ્ર વીડિયો બાબતે અમદાવાદ શહેર પોલીસે સ્પષ્ટતા સામે આવી છે. અમદાવાદ શહેર પોલીસ કંટ્રોલના ડીસીપી કોમલ વ્યાસે ઝી 24 કલાક સાથે વાત કરતા જણાવ્યું હતું કે દરીયાપુર પોલીસ સ્ટેશનમાં રક્તદાન શિબિર બાદ કેક કટીંગ કરતો વિડીયો વાયરલ થયેલ છે, જે વિડીયોમાં અમુક ખોટી હકિકત જણાવવામાં આવેલ છે. અને તેના દ્વારા પોલીસની છબી અંગે ગેરસમજ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
જે સંદર્ભે હકિકત જણાવતા તેમણે કહ્યું કે ભગવાન જગન્નાથની 147 મી રથયાત્રા નીકળવાની હોઈ તથા જે રથયાત્રા સમગ્ર અમદાવાદ શહેર પોલીસ માટે ખૂબજ અગત્યનો બંદોબસ્ત રહે છે. હિંદુ અને મુસ્લિમ સર્વધર્મ સમભાવ માટે બ્લડ ડોનેશન કેમ્પ તા.23/06/2024ના રોજ આયોજન દરિયાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં કરવામાં આવેલ હતું. જે દરમ્યાન 670 યુનિટ જેટલું નોંધપાત્ર રક્તદાન સ્થાનિક લોકો, પોલીસ તથા શાહીબાગ આર્મી કેન્ટોનમેન્ટના જવાનો દ્વારા કરવામાં આવેલ હતું. ત્યારે એસીપી એફ ડિવિઝનની કચેરી કે જે દરિયાપુર પોલીસ સ્ટેશન પરિસરમાં સદર રક્તદાન કાર્યક્રમ યોજાયેલ ત્યાં જ આવ્યા હતા.
આ કચેરીમાં કાર્યક્રમ સંબધે એકત્રિત થયેલ તમામ અધિકારી/કર્મચારીઓ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ત્યારપછીના દિવસોમાં રથયાત્રા સંબધે કરવામાં આવનાર કાર્યક્રમોના આયોજન સંબધે ચર્ચા કરવા એકત્રિત થયેલ હતા. તે સાથે આ કાર્યક્રમોમાં સાંસ્કૃતિક કાર્યક્રમના આયોજન સંબધે ઉપસ્થિત રખાયેલ યોગેશભાઈ ગઢવી તથા તેમની સાથેના અન્ય લોકો હાજર હતા.
દરમ્યાન નુસરતજહા શેખ નામના સ્થાનિક મહિલા કાર્યક્રમના સફળ આયોજન બદલ તમામ અધિકારી અને આગેવાનને પ્રોત્સાહન આપવાથી ત્રણ કેક લઈને આવ્યા હતા. આ ત્રણેય કેક ઉપર હેપ્પી બર્થ-ડેનું કોઈ લખાણ લખ્યુ ન હતું. નુસરતજહા શેખ નામની મહિલા દ્વારા લાવવામાં આવેલ કેક ટેબલ ઉપર રાખી તેમની ઉમદા ભાવનાને પ્રોત્સાહન આપવાના હેતુથી કેક કટ કરવામાં આવેલ તે દરમ્યાન ત્યાં ઉપસ્થિત યોગેશભાઇ ગઢવી દ્વારા જણાવવામાં આવ્યું કે આજે હિમાંશુભાઇનો જન્મ દિવસ પણ છે. જેથી તેમને માત્ર જન્મ દિવસની શુભેચ્છા પાઠવવામાં આવી છે. કાર્યક્રમ કોઈપણ રીતે જન્મદિવસ કે રાજકીય કે અન્ય કોઈ હેતુથી કરાયેલ ઉજવણી ન હતી. માત્ર સંજોગવશ કોઇ એક વ્યક્તિનો બર્થડે હોય આ પ્રકરણ ઉભું થયેલ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે