આ મહાઠગે તો ભારે કરી! બિલ્ડરો, ખેડૂતો, જમીનદાર અને રોકાણકારોને એવી રીતે ફસાવતો કે...
બીજી તરફ 400 પ્લોટ વેચાણ ન કરી આપી ખેરાલુ ખાતે બે દુકાનો આપવાનું જણાવી મૌલિન શાહ નામની વ્યક્તિને 15 લાખનો પ્લોટ અપાવી દઈ બિલ્ડર સાથે 39 લાખ રૂપિયાની છેતરપિંડી આચરી હતી. ફરિયાદને આધારે ક્રાઈમ બ્રાન્ચે આરોપી હિમાંશુ પટેલની ધરપકડ કરી છે.
Trending Photos
ઉદય રંજન/અમદાવાદ: ક્રાઇમ બ્રાન્ચે એક અનોખા ઠગની ધરપકડ કરી છે. આ ઠગ બિલ્ડરો સાથે ઠગાઇ કરતો હતો તેમજ અલગ અલગ પ્રોજેક્ટ કે જાહેરાતોને આધારે પોતાનું પ્રેઝન્ટેશન બતાવી આજુબાજુના રોકાણકારો, જમીનદાર અને ખેડૂતો સાથે છેતરપિંડી કરી લાખો રૂપિયા મેળવતો હતો. એક બિલ્ડર દ્વારા કરેલી ફરિયાદને આધારે પોલીસે તેની ધરપકડ કરી છે.
અમદાવાદમાં ક્રાઇમ બ્રાન્ચે એક અનોખા ઠગની ધરપકડ કરી છે. વિશાલ સાવલિયા નામના બિલ્ડરે ક્રાઇમ બ્રાન્ચના ફરિયાદ નોંધાવી હતી કે હિમાંશુ પટેલ નામના વ્યક્તિ એ બિલ્ડરની ધોળકા ગણેશપુરા ગામ પાસે રોયલ બીચ સિટી ધ ગોવા નામની પ્લોટીંગ સ્કીમોમાં 500 જેટલા પ્લોટ વેચાણ કરી આપવા ખાતરી આપી વિશ્વાસ કેળવ્યો હતો અને પ્રોજેક્ટમાં ભાગીદાર તરીકે જોડાવા માટે સી.જી રોડ ઉપર આવેલ એકતા ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ નામની બે જોઈન્ટ ઓફિસ આપવાનું તેમજ 25 હપ્તેથી 24 લાખ રૂપિયા મેળવી ઓફિસના દસ્તાવેજ કરી આપ્યા હતા નહિ.
બીજી તરફ 400 પ્લોટ વેચાણ ન કરી આપી ખેરાલુ ખાતે બે દુકાનો આપવાનું જણાવી મૌલિન શાહ નામની વ્યક્તિને 15 લાખનો પ્લોટ અપાવી દઈ બિલ્ડર સાથે 39 લાખ રૂપિયાની છેતરપિંડી આચરી હતી. ફરિયાદને આધારે ક્રાઈમ બ્રાન્ચે આરોપી હિમાંશુ પટેલની ધરપકડ કરી છે.
આરોપી હિમાંશુ પટેલની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પૂછપરછ કરતા સામે આવ્યું કે, અગાઉ એકતા ટ્રાવેલ્સ નામથી ટેક્સી ભાડે આપવાનો વેપાર કરતો હતો. જેમાં પોતાના વેપાર ધંધો વધતા તેણે વધુ ટેક્સીઓ ખરીદી કરી બહારથી કમિશન ઉપર મેળવી ભાડેથી ટેક્સી આપવાનો કોન્ટ્રાક્ટ લેતો હતો. વર્ષ 2008માં હેલો ટેક્સી નામથી ગુજરાત રાજ્યમાં પહેલી મીટર ટેક્સી શરૂ કરી હતી, પરંતુ તે વેપાર ધંધામાં કોમ્પિટિશન વધી જતા 2011 માં બંધ કરી દીધો હતો. રીયલ એસ્ટેટ ક્ષેત્રમાં ઝંપલાવી વેપાર ધંધો કરવાનું નક્કી કરી પોતાને બહુ ઓળખાણ છે અને અનુભવ છે તેવું જણાવી ફરિયાદીને ધોળકા ખાતેના રોયલ બીચ સિટી ધ ગોવા નામની પ્લોટીંગ સ્કીમ માં 500 જેટલા પ્લોટ વેચાણ કરી આપવાના બહાને ભાગીદારીમાં જોડાયો હતો.
કઈ રીતે કરતો છેતરપિંડી
આરોપી હિમાંશુ પટેલ જુદા જુદા પ્રોજેક્ટ કે જાહેરાતોના આધારે પોતાના નામના કોઈ પ્રોજેક્ટનું પ્રેઝન્ટેશન બનાવતો હતો. હિમાંશુ રોકાણકારોને પ્રેઝન્ટેશન બતાવી તેનાં આધારે વિશ્વાસ કેળવી પ્રોજેક્ટની આજુબાજુના જમીનદાર કે ખેડૂતોને પણ મોટું ઇન્વેસ્ટમેન્ટ આવવાનું છે અને આ જગ્યાએ મોટું ડેવલોપમેન્ટ થવાનું છે. તેમ જણાવી જમીન વેચાણ કરવા માટે પ્રેરિત કરતો હતો અને ત્યારબાદ બહારના રોકાણકારોને લાવી તે જમીન ઊંચા ભાવે વેચાણ કરાવી આપવાનું કહી પોતા નું કમિશન મેળવતો હતો. તેમજ કોઈ ઇન્વેસ્ટરો આ બાબતે વિરોધ કરે ત્યારે પોતે રાજકીય વર્ગ ધરાવતો હોવાનું અને ખેડૂતોમાં પોતાનું વર્ચસ્વ હોય ખોટા કેસો માં ફસાવી દેવાની ધમકી ઓ આપવાની ટેવ ધરાવે છે.
હાલ તો ક્રાઇમ બ્રાન્ચે બિલ્ડરની ફરિયાદને આધારે હિમાંશુ પટેલની ધરપકડ કરી છે. પોલીસ હવે એ તપાસ કરી રહી છે કે હિમાંશુ પટેલે આ પ્રકારના કોઈ પ્રોજેક્ટમાં ઇન્વેસ્ટ કરવાના બહાને છેતરપિંડી કરી છે કે કેમ અથવા તો અન્ય કેટલા બિલ્ડર, ખેડૂતો કે રોકાણકારોને પોતાની જાળમાં ફસાવ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે