સુરતમાં ફરી લાલબત્તી સમાન કિસ્સો; ગરોળી ચાવી ગયા બાદ હવે અઢી વર્ષનું બાળક પર ગરમ દાળ પડી
સુરતમાં ફરી વાલીઓ માટે આજે એક લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. સચિન વિસ્તારમાં રમતા રમતા અઢી વર્ષના બાળક પર ગરમ દાળ પડી છે. જી હા...લાજપોર ગામ ખાતે ઘરમાં બાળક રમતો હતો, ત્યારે માતા ઘરમાં ચૂલા પર દાળ બનાવતા અન્ય કામમાં લાગી ગઈ હતી.
Trending Photos
ઝી બ્યુરો/સુરત: હાલના સમયમાં માતા પિતા પોતાના કામમાં વ્યસ્ત હોય તેવામાં બાળકો કંઈક એવું કરી બેસતા હોયાછે કે જેનો પસ્તાવો આખી જિંદગી પરિવારને થતો હોય છે. ગઈકાલે (ગુરુવાર) સુરતમાં એક 7 મહિનાનું બાળક ગરોળી ચાવી ગયું હતું, ત્યારબાદ આજે એક એવી ઘટના બની છે કે સમગ્ર ગુજરાતના વાલીઓ માટે લાલબત્તી સમાન ગણી શકાય એમ છે.
પ્રશાંત ઢીવરે/સુરત: ફરી વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. સચિન વિસ્તારમાં અઢી વર્ષના બાળક પર દાળ પડી જતા ગંભીર રીતે દાઝી ગયો છે. બાળક હાથમાં લાકડી લઈને રમતો હતો. રમતા રમતા ચૂલા પર બની રહેલ ગરમ દાળના તપેલાને લાકડી મારતા તપેલું બાળક પર પડી ગયું હતું. બાળક ગંભીર રીતે દાઝી જતા હાલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
સુરતમાં એક બાદ એક નાના બાળકોના ગંભીર કિસ્સાઓ સતત સામે આવી રહ્યા છે. એક દિવસ પહેલા જ સાત મહિનાની બાળકી રમતા રમતા ગરોળી ચબાવી જતા તેને હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી.ફરી એક વાર નાના આવી જ રીતના બાળકનો ગંભીર કિસ્સો સામે આવ્યો છે. સચિન વિસ્તારમાં રમતા રમતા દોઢ વર્ષના બાળક પર ગરમ દાળ પડી જતા ગંભીર રીતે દાજી ગયો છે.
સચિન લાજપોર ગામ ખાતે રહેતા ટેમ્પો ચાલક મુકેશ રાઠોડનો દોઢ વર્ષનો પુત્ર પ્રશાંત ઘરમાં હાથમાં લાકડી લઈ રમી રહ્યો હતો.માતા શારદા ઘરમાં રસોઈ બનાવતી હતી. માતા રસોઈ બનાવતા બનાવતા અન્ય કામમાં લાગી ગઈ હતી.જ્યારે બાળક હાથમાં લાકડી લઈ રમતા રમતા ઘરના ચૂલા પર બની રહેલ દાળના તપેલા સુધી આવી પહોંચ્યો હતો. બાળકે હાથમાં રહેલ લાકડી ગરમ દાળના તપેલા ને મારતા તપેલું બાળક પર પડી ગયું હતું. અવાજ સાંભળીને માતા દોડી આવી હતી. બાળકને ગંભીર રીતે દાઝેલી હાલતમાં જોઈ ચોંકી ઉઠી હતી.તાત્કાલિક 108 ને જાણ કરી બાળકને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.
મહત્વની વાત છે કે બાળકના પિતા મુકેશ ભાઈ રાઠોડના પરિવારમાં 3 વર્ષ પહેલા જ એક બાળકનું અવસાન થઈ ચૂક્યું છે.બાળકના અવસાન થયાના દોઢ વર્ષ પછી પ્રશાંત નામના બાળકનો જન્મ થયો હતો. પ્રશાંત પર રમતા રમતા ગરમ દાળ પડી જવાથી દાઝી જતા પરિવારના લોકો ભયભીત થઈ ગયા છે. હાલ બાળક પ્રશાંતની નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. જ્યારે વાલીઓએ હવે પોતાના બાળકો પર ધ્યાન રાખવું ખુબજ જરૂરી છે. અન્યથા તમારી એક ભૂલના કારણે તમારો બાળકનો જીવ પણ જોખમમાં મુકાઈ શકે છે.
સાત મહિનાની બાળકી રમતા રમતા ગરોળી ચબાઈ ગઈ
જો તમારા ઘરમાં નાના બાળકો છે તો આ સમાચાર તમારા માટે છે. સુરતમાં માતા-પિતા માટે ફરી એકવાર લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. જેમાં કડોદરા વિસ્તારમાં આવેલ નીલકંઠ સોસાયટીમાં સાત મહિનાની બાળકી ગરોળી ચપાઈ ગઈ છે. એકાઉન્ટન તરીકે નોકરી કરતા અભિષેકસિંહની 7 મહિનાની દીકરી નિતારા ઘરમાં એકલી રમી રહી હતી તે દરમિયાન તેમની બાજુ માંથી એક ગરોળી પસાર થતી હતી.
બાળકી એ રમત રમતમાં આ ગરોળીને પકડી લીધી હતી અને સીધી જ પોતાના મોમાં મૂકી ગરોળીને ચાવી લીધી હતી. ત્યારબાદ હોસ્પિટલમાં ખસેડાય હતી. બાળકીની માતા ઘરના કામમાં વ્યસ્ત હતી. બાળકીને માતાએ ગરોળી ચબાવતા જોતા દોડી આવી હતી. બાળકીના મોઢામાંથી ગરોડી કાઢી ફેંકી દીધી હતી. બાળકીને તાત્કાલિક સારવાર હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
બાળકીની માતા ઘરકામમાં વ્યસ્ત હોવાથી સમગ્ર વાતથી અજાણ હતી. પરંતુ બાળકીના હાથમાં ચાવેલી ગરોળી જોતા માતાના હોંશ ઉડી ગયા હતા. બાળકીને તાત્કાલિક જ નજીકના દવાખાને લઈ ગઈ હતી. જો કે ગરોળી જેવી ચીજ ચાવી જતા તાત્કાલિક જ વધુ સારવાર અર્થે સુરતની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. હાલ બાળકીની સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. તેમની તબિયત સ્થિર છે.
મહત્વનું છે કે બાળકો નાના હોય છે તે દરમિયાન તેમને કોઈ પ્રકારની સમજણ ના હોવાને લીધે આ પ્રકારની ઘટનાઓ બનતી હોય છે. પરંતુ માતા-પિતાએ પણ પોતાના બાળકનું ધ્યાન રાખવું આવશ્યક છે કારણ કે બાળકની આસપાસ આંટા ફેરા મારતા જીવજંતુઓને બાળક રમત રમતમાં પકડી લે છે. ત્યારબાદ બાળકનો જીવ પણ જોખમમાં મુકાઈ જતો હોય છે. તેવી જ ઘટના કડોદરા વિસ્તારમાં સાત માસની બાળકી સાથે બની હતી. બાળકી હાલ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને તેમની તબિયત પણ સુધારા પર છે.
બીજી બાજુ શહેરમાં નાના બાળકોના આવા કિસ્સાઓ સતત સામે આવી રહ્યા છે. બાળકો રમતા રમતા પાણીના ટાંકામાં પડી જવાથી મોતની ઘટના પણ બની ચુકી છે. તો ક્યાંક રમતા રમતા પોતાના ઘરના ગેલેરી પરથી પડી જવાથી બાળકોના મોત પણ નિપજ્યા છે. હાલ કડોદરામાં તો બાળકી રમતા રમતા ગરોળી જ ચપાઈ ગઈ હતી. જો કે બાળકીને તાત્કાલિક સમયસર હોસ્પિટલમાં સારવાર મળી જતા હાલ તેની હાલત સ્થિર જોવા મળી રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે