ઉના: દલિત યુવકને બે પોલીસ કર્મીઓએ માર માર્યાનો વીડિયો થયો વાયરલ
ઉના પોલીસ સ્ટેશનમાં દલિત યુવાનને પોલીસે ઢોર માર માર્યો હોવાની ઘટના સામે આવી છે. હાલ યુવાન જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ત્યારે આ ઘટનાને લઇ ઉના પોલીસ સ્ટેશનમાં દલિત યુવાનને માર માર્યો હોવાનો વીડિયો વાઇરલ થયો છે.
Trending Photos
હેમલ ભટ્ટ, ગીર સોમનાથ: ઉના પોલીસ સ્ટેશનમાં દલિત યુવાનને પોલીસે ઢોર માર માર્યો હોવાની ઘટના સામે આવી છે. હાલ યુવાન જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ત્યારે આ ઘટનાને લઇ ઉના પોલીસ સ્ટેશનમાં દલિત યુવાનને માર માર્યો હોવાનો વીડિયો વાઇરલ થયો છે. જેને લઇ પીડિત યુવકે ઉના પોલીસ સ્ટેશનના બે પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ એટ્રોસીટી સહિતની કલમો મુજબ ગુન્હો નોંધાયો છે.
ઊના તાલુકાના પાલડી ગામે રહેતા પાલડી ગામના રમેશ મકવાણા નામનો દલિત યુવાન પોતાના ભાઇના અકસ્માત અંગે ક્લેઇમ કેસના કાગળો લેવા માટે બે દિવસ સુધી ધક્કા ખાવા છતાં નિકાલ આવ્યો ન હતો. તેમજ વારંવાર રજૂઆત કરતા રોષે ભરાયેલા ઊના પોલીસ સ્ટેશનના બે પોલીસકર્મીઓએ માર્યો હતો. આ પ્રકારનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ત્યારબાદ ગઇકાલે રમેશ જે હાલ જુનાગઢની સિવિલ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યો છે અને ત્યાંથી પોલીસ ફરિયાદ કરી છે.
જેમાં અજીતસિંહ અને જયરાજસિંહ નામના બે પોલીસ કર્મચારીઓ એ જાતિ પ્રત્યે અપમાનિત કરી ઢોર માર માર્યાનો પીડિત યુવકે આક્ષેપ કર્યો છે. જે બાબતે ઊના પોલીસ સ્ટેશનમાં બન્ને પોલીસ કર્મચારીઓ સામે ગુનો દાખલ કરાયો છે. આ બનાવની તપાસ એસસીએસટી સેલના ડીવાયએસ પી.બામણીયાને સોંપાઇ છે.
જુઓ Live TV:-
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે