ચૈતર વસાવા જેલમુક્ત : 50 દિવસ બાદ જેલમાંથી બહાર આવ્યા AAP ના ધારાસભ્ય
Chaitar Vasava : ડેડિયાપાડાના AAPના ધારાસભ્ય ચૈતર વસાવા જેલમાંથી આવ્યા બહાર... 50 દિવસ બાદ બહાર આવતાં કાર્યકરોએ કર્યુ ભવ્ય સ્વાગત... વન અધિકારી સામેના કેસમાં મોકલાયા હતા જેલમાં...
Trending Photos
Bharuch News : 50 દિવસ બાદ આખરે ચૈતર વસાવાનો જેલવાસ પૂરો થયો છે. AAP ધારાસભ્ય ચૈતર વસાવા 50 દિવસ બાદ જેલમાંથી બહાર આવ્યા છે. ત્યારે કાર્યકર્તાઓ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરાયુ હતું. 12 ડિસેમ્બરે ચૈતર વસાવા જેલમાં ગયા હતા. જેથી જેલમુક્ત થયેલા ચૈતર વસાવાના સ્વાગતમાં મોટી સંખ્યામાં કાર્યકરો ઉમટ્યા હતા. જેલની બહાર આવતા ચૈતર વસાવાનું ભવ્ય સ્વાગત કર્યું.
પત્ની વિના બહાર આવ્યા
રાજપીપળાનીડિસ્ટિક એન્ડ સેસન્સ કોર્ટમાંતેમના પત્ની સહિતના 3આરોપીની જામીન અરજી પર સુનાવણી બાકી હોવાથી તેમણે જેલમાં જ રહેવાની ઇચ્છા વ્યકતકરી હતી. પણ હવે આજેગુરૂવારે તેઓ પત્ની અને સાથીદારો વિના જ જેલમાંથી બહાર આવી ગયા હતા. આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા જેલમાંથી બહાર આવ્યા છે. તેઓ 12 ડિસેમ્બર, 2023 થી જેલમાં હતા. ત્યારે 50 દિવસના જેલવાસ બાદ તેમણે બહાર આવીને કહ્યું કે, હું લોકસભા લડીશ.
જેલમુક્તિ દરમિયાન વિવાદ
ધારાસભ્ય ચૈતર વસાવાને લઇને વિવાદ થયો હતો. ચૈતર વસાવાને જેલમાંથી છૂટા કરવાનો ડેડીયાપાડા કોર્ટનો ઓર્ડર લઈને જેલરને આપવા નીકળેલા ચૈતર વસાવાના પત્ની વર્ષાબેનને બિતાડા ચોકડી પાસે પોલીસે એક કલાકથી અટકાવ્યા હોવાનો આપના સર્મથકોએ દાવો કર્યો હતો. કોર્ટનો હુકમ જેલરને આપવા જઈ રહેલા વર્ષાબેન તેમજ ચૈતર વસાવાના બાળકોને પોલીસે એક કલાકથી રોકી રાખ્યાનો આક્ષેપ કરાયો. કોર્ટનો હુકમ જેલરને જઈને આપવામાં આવે ત્યારબાદ જ જેલર આરોપીને છોડતા હોય છે.
જેલવાસ ભોગવીને બહાર આવેલા ચૈતર વસાવાએ જણાવ્યું કે, રાજકીય ષડયંત્રથી મને જેલ મોકલાયો હતો. હું હાઇકાર્ટમાં જઈશ. યુવાનો અને શિક્ષત બેરોજગાર માટે બોલીએ તે સરકારને ગમતુ નથી. આદિવાસીના હક માટે લડતા રહીશુ. ભાજપથી ડરતા નથી. મારા પત્ની 3 મહિનાથી જેલમા બંધ તેના આગ્રહને લઇને વિધાનસભા લોકોને પ્રશ્નો ઉઠાવવા બહાર આવ્યો છું. હું ભરૂચ લોકસભા લડીશ અને જીતીશ પણ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે