અમદાવાદ: સાંજે ટેમ્પો ચાલક અને આગલી રાત્રે ડમ્પરે અકસ્માત સર્જતા 3નાં મોત
Trending Photos
અમદાવાદ : BRTS કોરિડોરમાં વધારે એક અકસ્માતની ઘટના સામે આવી છે. આજે (બુધવાર) સાંજે ઓઢવ રોડ પર બીઆરટીએસનાં કોરિડોરમાં ટેમ્પો (GJ 01 BT 6215 )એ બે લોકોને અડફેટે લીધા હતા. ગંભીર રીતે ઇજાગ્રસ્ત બંન્ને લોકોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર પાણીના વેરા પાસે બીઆરટીએસ કોરિડોરમાં એક ટેમ્પો ચાલક બેફામ સ્પીડથી આવી રહ્યો હતો. સિક્યુરિટી ગાર્ડે તેને અટકાવવાનો પણ પ્રયાસ કર્યો હતો. જો કે બેફામ સ્પીડથી જઇ રહેલા ટેમ્પો ચાલક અટક્યો નહોતો. બે લોકોને અડફેટે લીધા હતા. આખરે ટેમ્પો બીઆરટીએસની રેલિંગ પર ચડી જઇને ઉભો રહી ગયો હતો. જો કે આ અકસ્માત બાદ ટ્રાફીક જામ થઇ ગયો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, મંગળવારે રાત્રે બેકાબુ ડમ્પરે 4 વાહનોને તબક્કાવાર રીતે અડફેટે લીધા હતા. જેમાં એકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય બેનાં સારવાર દરમિયાન મોત નિપજ્યા હતા. ઘટનાને પગલે ટોળેટોલા ઉમટી પડ્યા હતા. અકસ્માતના પગલે લોકોએ ડમ્પરને ચારે તરફથી ઘેરી લીધું હતું. ચાલકને પહેલા નીચે ઉતારી લેવાયો હતો. અને ત્યાર બાદ ઢોર માર મારવામાં આવ્યો હતો. સ્થિતી એટલી વણસી ગઇ હતી કે મોટા પ્રમાણમાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચીને ડ્રાઇવરને છોડાવવામાં આવ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે