MORBI: બાળકીનું અપહરણ, દુષ્કર્મ અને હત્યા કરનારા કારખાનાના કારીગરની ધરપકડ

સિરામિકના કારખાનામાથી મજૂરીની સાત વર્ષની દીકરીનું અપહરણ કરવામાં આવ્યું હતું. બાદમાં તે બાળકી પર દુષ્કર્મ આચારીને તેને પથ્થર મારીને તેની હત્યા કરી નાખવામાં આવી હતી. જે ગુનાની તપાસમાં હાલમાં પોલીસે તે જ કારખાનામાં કામ કરતાં મૂળ ઝારખંડના મજૂર યુવાનની ધરપકડ કરી છે. થોડા દિવસો પહેલા મોરબી વાંકાનેર હાઇવે ઉપર સરતનપર રોડ ઉપર આવેલા મોટો સિરામિકમાંથી સાત વર્ષની બાળકીનું અપહરણ કરવામાં આવ્યુ હતું. જેથી બાળકીના પિતાએ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી.
MORBI: બાળકીનું અપહરણ, દુષ્કર્મ અને હત્યા કરનારા કારખાનાના કારીગરની ધરપકડ

હિમાંશુ ભટ્ટ/મોરબી : સિરામિકના કારખાનામાથી મજૂરીની સાત વર્ષની દીકરીનું અપહરણ કરવામાં આવ્યું હતું. બાદમાં તે બાળકી પર દુષ્કર્મ આચારીને તેને પથ્થર મારીને તેની હત્યા કરી નાખવામાં આવી હતી. જે ગુનાની તપાસમાં હાલમાં પોલીસે તે જ કારખાનામાં કામ કરતાં મૂળ ઝારખંડના મજૂર યુવાનની ધરપકડ કરી છે. થોડા દિવસો પહેલા મોરબી વાંકાનેર હાઇવે ઉપર સરતનપર રોડ ઉપર આવેલા મોટો સિરામિકમાંથી સાત વર્ષની બાળકીનું અપહરણ કરવામાં આવ્યુ હતું. જેથી બાળકીના પિતાએ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી.

જેમાં તેમણે જણાવ્યું હતુ કે, તેઓ પોતાની પત્ની સાથે કારખાનામાં કામ કરતા હતા, ત્યારે તેઓની બાજુમાં તેમની સાત વર્ષની દીકરી રમતી હતી. ત્યારે તે કોઈ પણ રીતે કારખાનામાં આજુબાજુમાં ગયેલ હોય ત્યાથી અજાણ્યા શખ્સ દ્વારા તેનું અપહરણ કરવામાં આવ્યું છે. જે બાળકીની હત્યા કરેલી હાલતમાં લાશ મળી હતી. આ બાળકીની સાથે દુષ્કર્મ પણ આચરવામાં આવ્યું હતું. જેથી પોલીસે અપહરણ, દુષ્કર્મ અને હત્યાના ગુનામાં આરોપીની શોધવા માટે કવાયત શરૂ કરવામાં આવી હતી. ભોગબનનાર જે સમયે છેલ્લે જે જગ્યાએ રમતી હતી તે જગ્યાના સી.સી.ટી.વી ફુટેજ જીણવટ ભરી તપાસ કરી હતી. જેમાં એક વ્યક્તિ શંકાસ્પદ જણાતા તે વ્યક્તિની સઘન પુછપરછ કરતા ગુન્હાની કબુલાત આપી હતી. હાલમાં પોલીસે મૂળ ઝારખંડના દુર્ગાચરણ ઉર્ફે ટાર્જન રેગોભાઇ સૈવયા જાતે મુન્ડા (ઉં.વ- ૨૭)ની ધરપકડ કરી છે. 

મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સાત વર્ષની બાળકીનું અપહરણ થયું હોવાની ફરિયાદ નોંધાઈ હતી. જેથી કરીને બાળકીને શોધી રહ્યા હતા, ત્યારે આરોપી અને બાળકીનો પરિવાર જે કારખાનામાં નોકરી કરતો હતો તે કારખાનની પાછળના ભાગેથી અપ્રહુત બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહનો ફોરેન્સીક રીપોર્ટ કરાવવામાં આવ્યો ત્યારે તેની સાથે દુષ્કર્મ કરીને તેની હત્યા કરવામાં આવી હોવાની વિગતો સામે આવવી હતી.

જેથી કરીને પોલીસે જૂની ફરિયાદમાં જ હત્યા અને દુષ્કર્મની ફરિયાદનો ઉમેરો કરીને આરોપીની પકડવા માટે તજવીજ શરૂ કરી હતી. ત્યારે સીપીઆઇ આઇ.એમ. કોંઢીયા અને તેની ટીમ દ્વારા આરોપી દુર્ગાચરણને શંકાના આધારે ઉઠાવ્યો હતો. તેની પૂછપરછ કરતાં તેને પોપટ બનીને પોતાનો ગુનો કબુલ કર્યો હતો. આ શખ્સ છેલ્લા સાતેક વર્ષથી મોરબીના કારખાનામાં નોકરી કરે છે, અને વર્ષ ૨૦૧૭ માં તેની પત્નીનું મૃત્યુ થયા પછી તેના અન્ય પરિવારજનો સાથે રહેતો હતો.મોરબી નજીક સિરામિકના કારખાનામાંથી બાળકીનું અપહરણ કરીને તેની સાથે દુષ્કર્મ આચારીને તેની હત્યા કરનાર આરોપીને હાલમાં તો પોલીસે ઝડપી લીધો છે. પરતું મોરબીના ઓધ્યોગિક વિસ્તારમાં બાળકી સાથે દુષ્કર્મ અને હત્યાના બનાવો વધી રહ્યા છે તે હકીકત છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news