ગાંધીનગરના ગિફ્ટ સિટી પછી હવે સુરતમાં બિન્દાસ્ત પીઓ દારૂ, ગુજરાત હવે ડ્રાય સ્ટેટ નથી રહ્યું!
Surat Diamond Bourse : ગિફ્ટ સિટી બાદ હવે ગુજરાતમાં અહી પીવા મળશે દારૂ... લગભગ 4500 ઓફિસો ધરાવતા સુરત ડાયમંડ બુર્સમાં જે છૂટછાટ આપવા આવશે તે ગિફ્ટ સિટીમાં દારૂના કાયદાના ઘટાડા સમાન હશે, સરકાર ડ્રીમ સિટીની મર્યાદામાં દારૂના કાયદાને હળવા કરવાના પ્રસ્તાવને મંજૂરી આપે તેવી શક્યતા છે
Trending Photos
Gujarat Liquor Policy : સુરતને ગુજરાતમાં હીરાના વેપારનું કેન્દ્ર બનાવવા માટે ડ્રીમ સિટી અને ડાયમંડ બુર્સનું નિર્માણ કર્યું છે. વેપારને પ્રોત્સાહન આપવા માટે દારૂ પર પ્રતિબંધ હળવો કરવાની યોજના પ્રસ્તાવિત છે. ડાયમંડ બુર્સનું ઉદઘાટન ગયા વર્ષે ડિસેમ્બરમાં થયું હતું.
- ડાયમંડ સિટી સુરતને વિશ્વમાં ઓળખ અપાવવાનો પ્રયાસ
- વૈશ્વિક સ્તરે બિઝનેસ આકર્ષવાનો નિર્ણય
- ડાયમંડ બુર્સ સુરતમાં દારૂ પીવાની પરવાનગી માટે નિયમો બનાવવામાં આવશે
ભારને વૈશ્વિક હીરા વેપારનું કેન્દ્ર બનાવવા માટે ગુજરાતમાં શાનદાર ડાયમંડ બુર્સ બનાવવામાં આવ્યું છે. આ ગુજરાતને સરકારની ભેટ છે. ડ્રાય સ્ટેટ ગણાતા ગુજરાતનો 'દુષ્કાળ' ખતમ થવા જઈ રહ્યો છે. ગાંધીનગરમાં ગિફ્ટ સિટી પછી, રાજ્ય સરકાર ડ્રીમ (ડાયમંડ રિસર્ચ એન્ડ મર્કેન્ટાઇલ) સિટી માટે પ્રતિબંધના કાયદાને સરળ બનાવવાનું આયોજન કરી રહી છે, જે વેપારને આકર્ષવામાં મદદ કરવા માટે મોટી વ્યૂહરચનાના ભાગરૂપે છે. દરખાસ્ત મંજૂર થયા બાદ ગૃહ વિભાગ અને અન્ય એજન્સીઓ દારૂના વપરાશ અને વેચાણ પર નિયંત્રણ માટે માર્ગદર્શિકા તૈયાર કરશે. જો બધુ યોજના મુજબ ચાલે તો બે મહિનામાં જાહેરાત થઈ શકે છે.
ડિસેમ્બરમાં ઉદઘાટન થયું હતું
ગયા વર્ષે ડિસેમ્બરમાં આ બુર્સનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, પરંતુ તેમ છતાં તે અપેક્ષા મુજબ આગળ વધ્યું નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર, દારૂના પ્રતિબંધમાં સૂચિત છૂટ ગિફ્ટ સિટીમાં દારૂના કાયદામાં છૂટછાટને અનુરૂપ હશે. ડાયમંડ બુર્સ જેમાં 4,500 થી વધુ ઓફિસો છે, તે 2,000 એકરમાં ફેલાયેલા ડ્રીમ સિટીનો એક ભાગ છે, જેનો હેતુ હીરાના વેપાર અને સંબંધિત વ્યવસાયિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહિત કરવાનો અને પ્રોત્સાહન આપવાનો છે. સુરત માટે આ રોનક છે. ડાયમંડ બુર્સ ખરેખ પોતાની ક્ષમતાને અનુરૂપ કામ કરવા લાગશે તો સુરતના વિકાસને પણ ચારચાંદ લાગશે. અનેકગણી રોજગારી અહીં ઉભી થશે. સરકાર સુરતને હીરા માર્કેટમાં વૈશ્વિક હબ બનાવવા માગે છે.
દારૂ સંબંધિત નિયમોમાં છૂટછાટ
બુર્સના અધિકારીઓએ રાજ્ય સરકારને દારૂના પ્રતિબંધને હળવા કરવાના સંભવિત ફાયદાઓ વિશે માહિતી આપી હતી. ડ્રીમ સિટીમાં દારૂબંધી હળવી કરવાથી આંતરરાષ્ટ્રીય વેપાર માટે વાતાવરણ ઊભું થશે. વેપારીઓ કહે છે કે “અહીં બિઝનેસને આકર્ષવા માટે આ એક મહત્વપૂર્ણ પગલું હશે. ડ્રીમ સિટીમાં પ્રતિબંધ હળવો કરવાથી આંતરરાષ્ટ્રીય વેપાર માટે વાતાવરણ ઊભું થશે.
15 માળના, 81 મીટર ઊંચા ટાવર્સ 35.54-એકર કેમ્પસમાં ફેલાયેલા છે . જેમાં 68,17,050 ચોરસ ફૂટ બિલ્ટ-અપ વિસ્તાર છે. ગયા મહિને કિરણ જેમ્સ સહિત 250 કંપનીઓએ નવી સમિતિની રચના બાદ SDBમાં તેમની ઓફિસો ખોલી હતી અને પુનઃસજીવનના સંકેતો દેખાઈ રહ્યા હતા. ઉપરાંત, SDB પાસે કસ્ટમ હાઉસ છે જેણે થોડા દિવસો પહેલા પ્રથમ શિપિંગ બિલ જારી કર્યું હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે