લાખો ક્ષત્રિયોના રૂપાલા અંગે અલ્ટીમેટમ બાદ આખરે વિવાદ પર ભાજપે તોડ્યું મૌન, જાણો શું કહ્યું પાટિલે?

Watch Video: હાલમાં જ ભાજપનું લોકસભા ચૂંટણી અંગે સંકલ્પ પત્ર બહાર પડ્યું. જેને લઈને પ્રદેશ પ્રમુખ સીઆર પાટિલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે એક પત્રકાર પરિષદ યોજી હતી. આ દરમિયાન ક્ષત્રિય સમાજની રૂપાલા સામેની ભારે નારાજગી અને રાજકોટના રતનપરમાં મળેલા મહાસંમેલન વિશે જ્યારે પ્રશ્ન પૂછવામાં આવ્યો જેના પર સી આર પાટિલે જવાબ આપ્યો. જાણો શું કહ્યું. 

લાખો ક્ષત્રિયોના રૂપાલા અંગે અલ્ટીમેટમ બાદ આખરે વિવાદ પર ભાજપે તોડ્યું મૌન, જાણો શું કહ્યું પાટિલે?

ગુજરાતમાં ભાજપ માટે મજબૂત ગઢ ગણાતી બેઠક રાજકોટ લોકસભા બેઠક પર ભાજપના જ ઉમેદવાર પરશોત્તમ રૂપાલા સામે ક્ષત્રિયોને વાંધો પડ્યો છે. રૂપાલાના એક નિવેદનના પગલે ક્ષત્રિય સમાજનો રોષ ભભૂકી ઉઠ્યો છે અને રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગણી ઉઠી છે. જો ટિકિટ રદ ન થાય તો તમામ 26 બેઠકો પર ઓપરેશન રૂપાલા શરૂ કરવાની અને અન્ય રાજ્યોમાં આંદોલન ફેલાવવાની પણ ક્ષત્રિયોની તૈયારી છે. જેના ભાગ રૂપે રવિવારે રાજકોટના રતનપરમાં ક્ષત્રિયોનું વિશાળ મહાસંમેલન યોજાઈ ગયું. જેમાં લગભગ 3 લાખ ક્ષત્રિયોએ ભાગ લીધો. આ બધા વચ્ચે હવે ભાજપે આ સમગ્ર વિવાદ પર મૌન તોડીને પ્રતિક્રિયા આપી છે. 

 

— Zee 24 Kalak (@Zee24Kalak) April 16, 2024

 
હાલમાં જ ભાજપનું લોકસભા ચૂંટણી અંગે સંકલ્પ પત્ર બહાર પડ્યું. જેને લઈને સીઆર પાટિલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે એક પત્રકાર પરિષદ યોજી હતી. આ દરમિયાન ક્ષત્રિય સમાજની રૂપાલા સામેની ભારે નારાજગી અને રાજકોટના રતનપરમાં મળેલા મહાસંમેલન વિશે જ્યારે પ્રશ્ન પૂછવામાં આવ્યો તો તેના જવાબમાં પાટિલે કહ્યું કે "ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભારતીય જનતા પાર્ટીના પણ ક્ષત્રિય સમાજના આગેવાનો, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી, તેઓ પોતે અને બધા જ તેમની સાથે સંપર્કમાં છીએ. તેમની સાથે વાત ચાલી રહી છે, અને તેનો સુખદ નિવેડો આવે તેના માટે અમારા પ્રયત્નો છે જ અને આ મામલે અમે ગંભીર છીએ."

 

— BJP Gujarat (@BJP4Gujarat) April 15, 2024

રાજકોટમાં યોજાયું સંમેલન
અત્રે જણાવવાનું કે રતનપરમાં રવિવારે ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલન યોજાઈ ગયું. રાજકોટના ભાજપના લોકસભા ઉમેદવાર પરશોત્તમ રૂપાલાના એક નિવેદન બાદ ક્ષત્રિય સમાજ આકરા પાણીએ છે અને વિરોધ સ્વરૂપે 4 લાખ જેટલા ક્ષત્રિયો આ સંમેલનમાં ઉમટી પડ્યા હોવાનું કહેવાય છે. જેમાંથી 3 લાખ લોકો મેદાનમાં હાજર હોવાનું કહેવાય છે અને એક લાખ જેટલા લોકો ટ્રાફિકમાં ફસાયેલા હોવાના કારણે સ્થળ પર પહોંચી શક્યા નહતાં. ગુજરાતની 92 સંસ્થાઓની કોર કમિટીએ આ સંમેલનનું આયોજન કર્યું હતું અને ગુજરાતભરમાંથી અનેક રાજવીઓ અને નેતાઓ હાજર રહ્યા હતા. રૂપાલાની ટિકિટ રદ ન થાય તો 19 એપ્રિલ પછી પાર્ટ-2 શરૂ કરવાની પણ ચીમકી ઉચ્ચારાઈ છે. 

 

— Zee 24 Kalak (@Zee24Kalak) April 16, 2024

તમામ બેઠકો પર 'ઓપરેશન રૂપાલા'
નોંધનીય છે કે ગુજરાતની 26 લોકસભા બેઠકો છે. ક્ષત્રિય સમાજના અસ્મિતા સંમેલન બાદ એવું અલ્ટિમેટમ પણ આપવામાં આવ્યું છે કે જો રૂપાલાની ટિકિટ રદ નહીં થાય તો રાજ્યની તમામ 26 બેઠકો પર ઓપરેશન રૂપાલા શરૂ કરી દેવાશે. આ બેઠકો પર પરશોત્તમ રૂપાલાનો વિરોધ કરાશે અને પછી તો તેમના વિરુદ્ધ મતદાન પણ કરવામાં આવશે. આ બધા માટે સભામાં જે પણ ક્ષત્રિયો હાજર રહ્યા હતા તેમને સોગંધ પણ લેવડાવવામાં આવ્યા કે 19 એપ્રિલ સુધીમાં (ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ) જો રૂપાલા ફોર્મ પરત ન ખેંચે તો ગુજરાત ઉપરાંત દેશના જે પણ રાજ્યોમાં ક્ષત્રિયોની સંખ્યા વધુ છે ત્યાં પણ ભાજપના ઉમેદવારોનો વિરોધ કરવામાં આવશે. કરણી સેનાના અધ્યક્ષ મહિપાલ સિંહ મકરાણાએ તો એટલે સુધી કહી દીધુ કે માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ દિલ્હીને પણ અમે હચમચાવી દઈશું. ભાજપ ભલે 400 પારની વાત કરે પરંતુ અમે 200ની અંતર સીમિત કરી દઈશું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news