દીકરો શેર, તો પિતા સવા શેર : તથ્યની કરતૂતોએ પિતા પ્રજ્ઞેશ પટેલના કુકર્મોનો પીટારો ખોલ્યો
Ahmedabad Iskon Bridge Accident : અકસ્માત સર્જનાર તથ્ય પટેલની સાથે તેનો બાપ પણ છે કુખ્યાત. તથ્યના પિતા પ્રજ્ઞેશ વિરુદ્ધ એક-બે નહિ, કુલ 8 ગુના નોંધાયેલા છે. પહેલીવાર એવુ બન્યુ છે કે, દીકરાની કરતૂતોએ પિતાની પોલ ખોલી
Trending Photos
ahmedabad accident : અમદાવાદના એસજી હાઇવે પર મોડી રાત્રે એક વાગ્યાની આસપાસ બનેલી અકસ્માતની ઘટનામાં નવ લોકોના મોત થયા છે. જ્યારે આ ગમ્ખવાર અકસ્માતમાં જેગુઆર કાર ચાલક તથ્ય બિલ્ડર પ્રજ્ઞેશ પટેલનો પુત્ર હોવાનું સામે આવ્યું છે. ત્યારે પુત્રની એક કરતૂતે પિતાની ગુનાહિત હિસ્ટ્રી ફરી લોકો સામે ખોલી દીધી છે. તથ્ય પટેલે ઓવર સ્પીડમાં કાર દોડાવી નવ લોકોનો ભોગ લીધો છે. ત્યારે પ્રજ્ઞેશ પટેલની ક્રાઈમ કુંડળી કમ નથી. દીકરો શેર છે, તો પિતા સવા શેર છે. પરંતુ જો પિતાની ક્રાઈમ કુંડળી પર નજર કરીએ તો બંને ગુનાની દુનિયામાં એકબીજા કરતા ચઢિયાતા સાબિત થાય.
તથ્યના પિતા પણ છે રીઢો ગુનેગાર
અકસ્માત સર્જનાર તથ્ય પટેલની સાથે તેનો બાપ પણ છે કુખ્યાત. તથ્યના પિતા પ્રજ્ઞેશ વિરુદ્ધ એક-બે નહિ, કુલ 8 ગુના નોંધાયેલા છે. પહેલીવાર એવુ બન્યુ છે કે, દીકરાની કરતૂતોએ પિતાની પોલ ખોલી છે. હાલ પ્રજ્ઞેશ પટેલની પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ અને હાલના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથેની એક તસવીર વાયરલ થઈ છે. જે બતાવે છે કે, પ્રજ્ઞેશ પટેલના રાજકીય છેડા પણ અડે છે.
- સોલામાં 2
- શાહપુર 1
- રાણીપ 1
- ક્રાઈમ બ્રાન્ચ 1
- મહિલા ક્રાઈમ 1
- ડાંગ NC ફરિયાદ
- મહેસાણા 1
કેનેડાની ખુલ્લી ઓફર, ભારતીયો માટે એવી સ્કીમ લોન્ચ કરી કે શરૂ કરતા જ થઈ પડાપડી
પ્રજ્ઞેશ પટેલ સામે સૌરાષ્ટ્રની એક યુવતી પર ગેંગરેપ આચર્યોનો ગુનો નોંધાયેલો છે. વર્ષ 2020 માં સૌરાષ્ટ્રની યુવતી સાથે સામુહિક દુષ્કર્મની ફરિયાદમાં પ્રજ્ઞેશ પટેલની ધરપકડ કરવામાં આવી હતી. આ ઉપરાંત યુવતી પાસેથી 30 હજાર પણ પડાવ્યા હતા. તો સામૂહિક દુષ્કર્મ કેસમાં સહ-આરોપી અને તેના મિત્ર તેમજ કાચા કામના કેદી જૈમિન પટેલે સાબરમતી જેલમાંથી ન છૂટવાના ડરથી જેલમાં જ ગળેફાંસો ખાઈને આપઘાત કરી લેતાં પ્રજ્ઞેશ પટેલનું નામ સામે આવ્યું હતું. સૌરાષ્ટ્રની યુવતીએ નોકરી માટે ઑનલાઈન અરજી આપી હતી. એ બાદ તેને અમદાવાદ બોલાવવામાં આવી હતી, જ્યાં એક હોટલમાં તેની રહેવાની વ્યવસ્થા કરી દેવામાં આવી હતી. ત્યાં પ્રજ્ઞેશ પટેલ, જિતેન્દ્રપુરી ગોસ્વામી, માલદેવ ભરવાડ, જૈમિન પટેલ નામના લોકો તેની પાસે આવ્યા હતા. આ શખસોએ નશીલા પદાર્થ, દારૂ અને એમડી ડ્રગ્સ આપી વારંવાર યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતું.
પ્રજ્ઞેશ પટેલના ઊંચા શોખ
બિલ્ડર પ્રજ્ઞેશ પટેલના શોખ પણ ઉંચા છે. પ્રાણીઓનો શોખ ધરાવતા પ્રજ્ઞેશ પટેલના જંગલી પ્રાણીઓ સાથે અનેક તસવીરો છે. તેણે પોતાની ફેસબુક પ્રોફાઈલમં પણ વાઈલ્ડ એનિમલ્સનો શોખ હોવાનો ઉલ્લેખ કર્યો છે. જેમાં એક તસવીર અજગરને ગળામાં વીંટાળ્યો હોય તેવી શેર કરી છે. તો પ્રજ્ઞેશ પટેલનો વિદેશ ફરવાનો શોખ પણ ભારે છે.
ત્યારે સવાલ એ છે કે શું આ ઘટના બાદ કરોડપતિ બાપ દીકરાની સાન ઠેકાણે આવશે? તથ્ય પટેલ અને પ્રજ્ઞેશ પટેલની હાલત જોવા જેવી થઈ ગઈ છે. બંને જમીન પર ધૂળ ચાટતા થઈ ગયા છે. ડાયનિંગ ટેબલ પર બેસીને જમતા લોકો આજે જમીન પર બેસીને જમવાનો વારો આવ્યો છે. તો બાપ-દીકરાને રસ્તા પર ઉભા રહીને જાહેરમાં માફી માંગવી પડી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે