ફ્લાવર શો રદ કરાયા પછી ફૂલોનુ શું? તેના માટે કરાયુ ખાસ આયોજન
Trending Photos
સપના શર્મા/અમદાવાદ :કોરોનાની સ્થિતિ જોતા સરકાર દ્વારા મોટા કાર્યક્રમો પર રોક લગાવી છે. વાઈબ્રન્ટ સમિટ, ફ્લાવર શો અને પતંગોત્સવ રદ કરાયો છે. અમદાવાદ (Ahmedabad) ના રિવરફ્રન્ટ પર યોજાતો ફ્લાવર શો (flower show) રદ કરાયાની જાહેરાત પહેલા જ તેની તૈયારીઓ આરંભાઈ ચૂકી હતી. ત્યારે હવે આ ફુલોનું શું તે મોટો પ્રશ્ન હતો. પરંતુ એએસીએ તેને ફેંકવાને બદલે તેનો ઉપયોગ કરવાનો નિર્ણય લઈ લીધો છે. આ ફૂલો હવે અમદાવાદના વિવિધ સર્કલ પર શોભશે.
અમદાવાદમાં ફ્લાવર શો રદ કરવામાં આવ્યો છે, ત્યારે તે પહેલા જ તેની તૈયારીઓ શરૂ કરવામા આવી હતી. આ માટે અમદાવાદ મહાનગરપાલિકા (AMC) ની નર્સરીમાં જ છોડ વાવવાની કામગીરી શરૂ કરવામા આવી હતી. જેના માટે વિવિધ ડિઝાઈનના ફ્લાવર્સ રોપવામાં આવ્યા હતા. પરંતુ કોરોનાના કેસ વધતા ફ્લાવર શો રદ કરવાની જાહેરાત કરાઈ છે. અમદાવાદ શહેરના મહત્વના સર્કલ્સ હવે ફ્લાવર શોમાં ઉપયોગમાં લેવાનાર ફૂલ શોભશે. ફ્લાવર શોના આયોજન માટે તૈયાર કરાયેલા 7 લાખ ફૂલોના છોડને શહેરના સર્કલ્સ સજાવવામાં આવશે. આ કામગીરી શરૂ કરી દેવાઈ છે. ફ્લાવર શૉ રદ થતા જ આ છોડ શહેરના મોટા સર્કલ્સ ઉપર મૂકાવાની શરૂઆત થઈ ગઈ છે. RTO સર્કલ્સ, લો ગાર્ડન જેવા સ્થળોએ છોડ મુકવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, ફ્લાવર શોના છોડ અમદાવાદ મહાનગરપાલિકા જાતે પોતાની નર્સરીમાં જ વાવે છે. 8 જાન્યુઆરીના રોજ રિવરફ્રન્ટ પર ફ્લાવર શો યોજાવાનો હતો. તે પહેલા જ તે રદ કરાયો હતો. પરંતુ મોટાભાગની તૈયારીઓ થઈ ગઈ હતી. આવામાં ફ્લાવર શોના ફૂલછોડને અન્ય મૂકાશે.
એએમસીના આ નિર્ણયથી હવે અમદાવાદ શહેરના અનેક સર્કલ વિવિધ રંગોના ફૂલોથી શોભશે. ફરવા જતા લોકોને વિદેશી ફૂલો રસ્તા પર જોવા મળશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે