Strike: પ્રાથમિક માંગોને લઇને UGPG ના ડોક્ટર અને વિધાર્થીઓએ કર્યો હોબાળો
અમદાવાદ (Ahmedabad) માં આવેલી બી.જે.મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ (Student) કેમ્પસમાં હડતાળ (Strike) પર ઉતર્યા છે.
Trending Photos
મૌલિક ધામેચા, અમદાવાદ: અમદાવાદની બી જે મેડિકલ (B J Medical) કોલેજમાં છેલ્લા ઘણા સમયથી ડોકટરો અને વિધાર્થીઓ હડતાળ પર ઉતરે છે.પોતાની પ્રાથમિક માંગોને લઈને યુ જી પીજી ના ડોક્ટર (Doctor) અને વિધાર્થીઓએ હોબાળો કર્યો છે .હોસ્ટેલ (Hostel) થી કેમ્પસ સુધી પોતાની સાથે ડોલ રાખીને અનોખો વિરોધ કર્યો છે.
અમદાવાદ (Ahmedabad) માં આવેલી બી.જે.મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ (Student) કેમ્પસમાં હડતાળ (Strike) પર ઉતર્યા છે. હોસ્ટેલમાં છેલ્લા ત્રણ વર્ષ થી પાણીની અને ડ્રેનેજની મુખ્ય સુવિધાઓનો અભાવ છે. બી જે મેડિકલ હોસ્ટેલ બિલ્ડિંગ જર્જરિત અને જૂનું હોવાથી હોસ્ટેલ (Hostel) ના રૂમમાં અવારનવાર પોપડા પડે છે. જેના લીધે ઘણીવાર વિધાર્થીઓને ઇજાઓ પણ થાય છે. અગાઉ પણ રજૂઆતો કરી હોવા છતાં કોઈ ઉકલ ન આવ્યો હોવાથી યુજી પીજી ના વિધાર્થીઓ દ્વારા આજે હડતાળ કરી હોબાળો કરવામાં આવ્યો છે. વિધાર્થીઓએ પોતાની સાથે ડોલ રાખીને વિરોધ કર્યો છે.
પ્રાથમિક સુવિધાઓના અભાવને લઈને ભાવિ ના ડોકટરો (Doctors) ને હડતાળ પર ઊતરવાની ફરજ પડી છે.વિધાર્થીઓ દ્વારા વારંવાર મેનેજમેન્ટને રજૂઆત કરવામાં આવી છે.તેમ છતાં હજુ સુધી કોઈપણ કામગીરી બી જે મેડિકલના મેનેજમેન્ટ દ્વારા કરવામાં આવતી નથી.જેને લીધે પ્રાથમિક સુવિધાઓના અભાવને લઈને ભાવિના ડોકટરોને હડતાળ પર ઊતરવાની ફરજ પડી છે.
બીજે મેડિકલ (B J Medical) ના ડીન દ્વારા વિધાર્થીઓને આશ્વાસન આપવામાં આવ્યું છે.તત્વરે બિલ્ડિંગ ની કામગીરી કરવામાં આવશે.ત્યાં સુધી વિધાર્થીઓને બીજા બિલ્ડિંગમાં રહેવા માટેની વ્યવસ્થા કરી આપવામાં આવશે. પરંતુ આ તમામ હૈયાધારણ મૌખિક હોવાથી ડોકટર વિદ્યાર્થીઓએ ત્યાં સુધી હડતાળ (Strike) ચાલુ રાખવા અપીલ કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે