અમદાવાદમાં અપહરણ થયેલી બાળકી મળી, 7 વર્ષથી નિસંતાન મહિલાએ કર્યું બાળકી ચોરવાનું પાપ
અમદાવાદ (Ahmedabad) ની સોલા સિવિલ હોસ્પિટલમાંથી બાળકી ગુમ થવાનો મામલામાં આખરે બાળકી મળી આવી છે. અપહરણ (kidnapping) કરનાર મહિલા ખુદ બાળકી સાથે પોલીસ સ્ટેશનમાં હાજર થઈ હતી. મહિલાને સંતાન સુખ ન હોવાથી આ પગલુ ભર્યુ હતું. સાત દિવસની શોધખોળ બાદ બાળકી હેમખેમ મળી આવતા પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો. સાથે જ પરિવારને બાળકી સાથે મિલન કરાવ્યુ હતું.
Trending Photos
મૌલિક ધામેચા/અમદાવાદ :અમદાવાદ (Ahmedabad) ની સોલા સિવિલ હોસ્પિટલમાંથી બાળકી ગુમ થવાનો મામલામાં આખરે બાળકી મળી આવી છે. અપહરણ (kidnapping) કરનાર મહિલા ખુદ બાળકી સાથે પોલીસ સ્ટેશનમાં હાજર થઈ હતી. મહિલાને સંતાન સુખ ન હોવાથી આ પગલુ ભર્યુ હતું. સાત દિવસની શોધખોળ બાદ બાળકી હેમખેમ મળી આવતા પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો. સાથે જ પરિવારને બાળકી સાથે મિલન કરાવ્યુ હતું.
આ પણ વાંચો : આ છે ગુજરાતના સૌથી વધુ જોવાયેલા ટોપ-3 Videos, ભગવાન રામના ચરણોમાં પડેલી વીજળી કેમેરામાં કેદ થઈ
અમદાવાદના જુહાપુરાના ફતેવાહી વિસ્તારમાં રહેતી મહિલાએ એક દિવસની બાળકીનું અપહરણ (child trafficking) કર્યું હોવાનું સામે આવ્યું છે. આ મહિલાનું નામ નગમા હોવાનું તપાસમાં ખૂલ્યુ છે. નગમાને સાત વર્ષથી કોઈ સંતાન ન હતું. તેથી તે બાળકના અપહરણ કરવાના ઈરાદાથી લાંબા સમયથી હોસ્પિટલોમાં ફરતી હતી. આખરે 1 સપ્ટેમ્બરના રોજ રાત્રે તે સિવિલ હોસ્પિટલમાં આવી હતી. અહી તેને બાળક ચોરવાની તક મળી જતા તેણે એક દિવસની નવજાત બાળકીને ચોરી હતી. રાત્રે 3 વાગ્યે તે બાળક લઈને ફરાર થઈ હતી. જેના દ્રશ્યો હોસ્પિટલના સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા. જોકે, તે સ્પષ્ટ ન હોવાથી મહિલાનો ચહેરો દેખાયો ન હતો. પરંતુ તેને શોધવા માટે અમદાવાદ પોલીસે આકાશપાતાળ એક કરી દીધુ હતું. નગમાએ બાળકીને પરત કરતા જ સોલા પોલીસે બાળકી પરિવારને સોંપી હતી.
આ પણ વાંચો : પાપડ બાદ હવે પરાઠા પર વિવાદ : ગુજરાત AAR નો નિર્ણય, Ready To Cook પરાઠા પર લાગશે 18% GST
ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં 1 સપ્ટેમ્બરના રોજ એક દિવસની નવજાત બાળકીનું અપહરણ કરાયુ હતું. સોલા સિવિલ હોસ્પિટલ (civil hospital) માં સરસ્વતી પાસી નામની મહિલાએ એક બાળકીને જન્મ આપ્યો હતો. મહિલાને સંતાનમાં બે દીકરી હતી, જેના બાદ ત્રીજી દીકરીનો જન્મ થયો હતો. ત્યારે બાળકીના જન્મના ગણતરીના કલાકોમાં જ તેનુ અપહરણ (child kidnapping) કરાયું હતું. સોલા સિવિલના ત્રીજા માળેથી PNC વોર્ડમાંથી બાળકીનું અપહરણ કરાયું હતું. અજાણ્યા શખ્સો સામે ગુનો (crime news) નોંધી પોલીસે તપાસ હાથ ધરી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે