અમદાવાદઃ પોલીસની દબાણ હટાવ ઝૂંબેશ યથાવત, દબાણ કરનારાઓ પર AMC દ્વારા તવાઈ
હાઇકોર્ટની ગંભીર ફટકાર બાદ પોલીસ અને મ્યુનિસિપલ તંત્ર એક્શન મોડમાં આવી ગયા છે. જે અંતર્ગત ટીપી રોડ પર કરવામાં આવેલા દબાણોને હટાવવાની મોટી ઝુંબેશ શરૂ કરવામાં આવી છે
Trending Photos
અર્પણ કાયદાવાદ/ અમદાવાદ: હાઇકોર્ટના આદેશ બાદ શરૂ થયેલી દબાણ હટાવ ઝૂંબેશ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસે એક સપ્તાહ બાદ પણ યથાવત રાખી છે. જે અંતર્ગત એએમસીના તમામ ઝોનમાં આવેલા મોડેલ રોડ અને ટીપી રોડ પર માર્જીનની જગ્યામાં ઉભા કરવામાં આવેલા વિવિધ દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે. આજે મધ્યઝોન એસ્ટેટ વિભાગે પોલીસ બંદોબસ્ત સાથે સારંગપુર સર્કલથી ક્લોથમાર્કેટ થઇ કાંકરીયા સુધીના વિસ્તારમાં ડ્રાઇવ હાથ ધરી હતી.
હાઇકોર્ટની ગંભીર ફટકાર બાદ પોલીસ અને મ્યુનિસિપલ તંત્ર એક્શન મોડમાં આવી ગયા છે. જે અંતર્ગત ટીપી રોડ પર કરવામાં આવેલા દબાણોને હટાવવાની મોટી ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. પહેલા લો ગાર્ડન સ્થિત ખાણીપીણી બજારને દૂર કરવામાં આવ્યું છે, ત્યારબાદ શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા મોડેલ રોડ અને ટીપી રોડ પરના દબાણો પણ બુલડોઝર ફેરવવામાં આવ્યા. ત્યારે આજ કામગીરી યથાવત છે.
જે અંતર્ગત મધ્ય ઝોન એસ્ટેટ વિભાગે સારંગપુર સર્કલથી ન્યુક્લોથ માર્કટ અને ત્યાંથી કાગડાપીઠ પોલીસસ્ટેશનની પાછળથી કાંકરીયા સુધીના મુખ્ય રોડ પર માર્જીનની જગ્યામાં ઉભા કરાયેલા શેડ, પતરા અને ઓટલા સહીતના પાકા બાંધકામો દૂર કરવાની શરૂઆત કરી છે. છેલ્લા એક સપ્તાહ કરતા વધારે સમયથી ચાલી રહેલ ઝુંબેશની અસર હવે મેગાસીટી અમદાવાદમાં જોવા મળી રહી છે. ત્યારે આજ ઝુંબેશ આગામી દિવસોમાં પણ ચાલુ રાખવામાં આવનાર છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છેલ્લા 7 દિવસથી અમદાવાદ શહેરમાં ગેરકાયદે દબાણ હટાવની કામગીરી ચાલી રહી છે. શહેરના અનેક વિસ્તારો અને રસ્તાઓ પર આડેધડ દબાણ કરનારા લોકોએ પર AMC દ્વારા તવાઈ બોલાવવામાં આવી છે. એક સપ્તાહથી ચાલી રહેલી ઝૂંબેશમાં અત્યાર સુધી હજારો દબાણ દૂર કરવામાં આવ્યા છે. AMC અને પોલીસ દ્વારા સારંગપુર સર્કલથી કાંકરિયા સુધી કામગીરી હાથ ધરી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે