શરમજનક ઘટના! બાળકીને ફોનમાં બીભત્સ વીડિયો દેખાડ્યા અને પછી...ફર્નિચર જોવાના બહાને ઢગાએ કર્યું 'ગંદુ' કામ

સાબરમતી પોલીસની કસ્ટડીમાં રહેલા આ આરોપીનુ નામ ભિમરાવ સોનવણે છે. જે સાબરમતીના ડી કેબિન વિસ્તારમાં રહે છે. અને નિવૃત જીવન ગુજારે છે. ગઈકાલે બપોરે ભિમરાવ સોનવણે જુનું ફર્નિચર લેવા માટે એક દુકાનમાં ગયા હતા.

શરમજનક ઘટના! બાળકીને ફોનમાં બીભત્સ વીડિયો દેખાડ્યા અને પછી...ફર્નિચર જોવાના બહાને ઢગાએ કર્યું 'ગંદુ' કામ

ઉદય રંજન/અમદાવાદ: શહેરના સાબરમતી વિસ્તારમાં 10 વર્ષની બાળકી છેડતીનો શિકાર બની છે. ફર્નિચર જોવાના બહાને આવેલા આધેડે સગીરાને મોબાઈલમાં બિભત્સ વીડિયો બતાવી શારિરીક અડપલાં કર્યા છે. જે અંગે બાળકીની માતાએ પોલીસને જાણ કરતા પોલીસે પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી 65 વર્ષીય આધેડની ધરપકડ કરી છે. 

સાબરમતી પોલીસની કસ્ટડીમાં રહેલા આ આરોપીનુ નામ ભિમરાવ સોનવણે છે. જે સાબરમતીના ડી કેબિન વિસ્તારમાં રહે છે. અને નિવૃત જીવન ગુજારે છે. ગઈકાલે બપોરે ભિમરાવ સોનવણે જુનું ફર્નિચર લેવા માટે એક દુકાનમાં ગયા હતા. જ્યાં રમી રહેલી બાળકીને જોઈ આધેડની નજર ખરાબ થઈ હતી અને આધેડે 10 વર્ષની બાળકીની બાજુમાં બેસી તેને મોબાઈલમાં બિભત્સ વિડીયો બતાવ્યા હતા. તે સયમે આધેડે બાળકીને શારીરિક અડપલાં કરતા, બાળકીએ તેની માતાને જાણ કરી હતી. જેથી મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. 

બાળકીની માતા એ તમામ હકિકત પોલીસને જણાવતા પોલીસે પોક્સો સહીતની કલમો હેઠળ ગુનો નોંધી ભીમરાવની ધરપકડ કરી છે. સાથે જ આધેડ આરોપીના મોબાઇલની તપાસ કરતા તેમાંથી 4 પોર્ન વિડીયો પણ મળી આવ્યા છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આધેડ 4 વખત તે દુકાને ગયો હતો. પરંતુ ગઈકાલે એકલતાનો લાભ મળતા બાળકી સાથે અડપલાં કર્યા હતા.

મહત્વનું છે કે સાબરમતી પોલીસે ગુનો નોંધી બાળકીની છેડતી કરનાર આધેડની ધરપકડ કરી છે. સાથે જ આરોપી જે વિસ્તારમાં રહે છે, ત્યાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે. જેથી ચારિત્ર અંગે માહિતી સામે આવી શકે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news