શું અમદાવાદમાં કંઈક મોટું થવાનું હતું? LCB સ્કોર્ડને મળી મોટી સફળતા, 6 મોતના સોદાગરોની ધરપકડ
સવાલ એ ઉભો થઇ રહ્યો છે કે અમદાવાદમાં ઝડપાયેલા આરોપીઓ પાસે રહેલા હથિયાર ખરીદવા પાછળનો ઉદ્દેશ શું હતો. જેને લઈ પોલીસ દ્વારા અલગ અલગ દિશામાં તપાસ કરવામાં આવી રહી છે.
Trending Photos
ઉદય રંજન/અમદાવાદ: શહેરના ડીસીપી ઝોન-7 LCB સ્કોર્ડને એક મોટી સફળતા મળી છે. જેમાં LCB સ્કોર્ડ એ 9 પીસ્ટલ એક રિવોલ્વર અને 64 કારતુસ સાથે 6 આરોપી ધરપકડ કરી છે. મહત્વનું છે કે આ તમામ હથિયાર ઇન્દોરથી લાવીને અમદાવાદમાં વેચવા ના હતા.
ઝોન-7 LCB સ્કોર્ડ પોલીસની ગીરફતમાં ઉભેલા આ તમામ આરોપી મોતના સોદાગરો છે. આરોપી શાહનવાઝ શેખ, સમીર પઠાણ, ફરાન પઠાણ, ઉઝેર પઠાણ, ઝાહીદ પઠાણ અને શાહરૂખ પઠાણ છે. એલસીબીની ટીમને વિશાલ હોટલ નજીક એક બાતમી મળી હતી કે એક વ્યક્તિ હથિયાર લઈને આવી રહ્યો છે જેના આધારે શાહનવાઝ એક હથિયાર અને કારટીસ સાથે પકડ્યો. જેની તપાસ બાદ સમીરનું નામ સામે આવ્યું અને આ હથિયાર લીધા હોવાનું શાહનવાઝ એ કબૂલાત કર્યું. સમીરે બીજા 9 હથિયાર ફરાન પઠાણ પાસે હોવાની કબૂલાત કરી. જેથી એલસીબીએ ફરાન સુધી પહોંચી અન્ય 3 લોકો પાસે પહોંચી આખા નેટવર્કનો ખુલાસો કરી અન્ય 3 લોકો ને હથિયાર સાથે ઝડપી પાડ્યા.
ઝોને 7 એલસીબી સ્કોડ દ્વારા આરોપી સમીરની તપાસ કરતા સામે આવ્યું કે મૂળ ઇન્દોરના રહેવાસી અને સમીરના ગામના આફતાબ આ હથિયાર મોકલતો હતો..સમીર બાય રોડ ટોસ્ટ ના પાર્સલમાં બે હથિયાર મૂકીને અમદાવાદ લાવી અને ફરહાન આપતો હતો..આ હથિયાર એક ડિલિવરી માટે સમીરને 5 હજાર મળતા હતા ત્યારે ફરહાન 25 હજારનું હથિયાર લોકોને 50 હજાર સુધીમાં વેચી દેતો હતો..પ્રાથમિક તપાસમાં આરોપી સમીરે 15 જેટલી ટ્રીપ મારી હથિયાર લાવ્યો હોવાનું સામે આવ્યું છે.
નોંધનીય છે કે આફતાબ ની ધરપકડ બાદ હથિયારનું દેશ વ્યાપી કનેક્શન સામે આવે તેમ છે. સવાલ એ ઉભો થઇ રહ્યો છે કે ઝડપાયેલા આરોપી આ હથિયાર ખરીદવા પાછળનો ઉદ્દેશ શુ હતો. જેને લઈ પોલીસ દ્વારા અલગ અલગ દિશામાં તપાસ કરવામાં આવી રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે