નિકોલ પોલીસ સ્ટેશનના PSIનું દર્દ છલક્યું, કહ્યું; 'PIના ત્રાસથી કંટાળી આપઘાતનો વિચાર આવે છે'
કોલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા બે PSI એ પોલીસ ઇન્સપેક્ટરના વલણ સામે વાંધો ઉઠાવતા પોલીસ કમિશનરને લેખિતમાં ફરિયાદ કરી છે. એક PSI જયંતિ શિયાળે લેખિતમાં અમદાવાદ શહેર પોલીસ કમિશનર અને ગૃરાજ્યમંત્રીને લેખિતમાં ફરિયાદ કરી છે ત્યારે બીજા PSI રાજેશ યાદવે અમદાવાદ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરી ફરિયાદ કરી છે.
Trending Photos
ઉદય રંજન/અમદાવાદ: શહેરના નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા બે PSI એ પોલીસ ઇન્સપેક્ટરના વલણ સામે વાંધો ઉઠાવતા પોલીસ કમિશનરને લેખિતમાં ફરિયાદ કરી છે. એક PSI જયંતિ શિયાળે લેખિતમાં અમદાવાદ શહેર પોલીસ કમિશનર અને ગૃરાજ્યમંત્રીને લેખિતમાં ફરિયાદ કરી છે ત્યારે બીજા PSI રાજેશ યાદવે અમદાવાદ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરી ફરિયાદ કરી છે. PI કેડી જાટ દ્વારા માસિક ત્રાસ આપતા હોવાની બંને ફરિયાદમાં મુખ્ય ઉલેખ કરવા માં આવ્યા છે.
પીએસાઇ શિયાળે આરોપ લગાવ્યો છે કે પીઆઇ દ્વારા સતત ત્રાસ આપવામાં આવી રહ્યો છે. જેથી તેમને આપઘાત કરવાના વિચારો આવે છે. આ બાબતને લઇને તેમણે ઉચ્ચ અધિકારીઓથી માંડીને ગૃહ વિભાગ સુધી પત્ર લખ્યો છે. બંને પીએસઆઇ દ્વારા કરવામાં આવેલ ફરિયાદને લઈને ACP H ડિવિઝન આર ડી ઓઝાને તપાસ સોંપવામાં આવી છે. જેમાં તપાસ અધિકારી દ્વારા બંને પીએસઆઇ ઉપરાંત પીઆઇ કેડી ઝાટને બોલાવીને તેમના નિવેદન લેવામાં આવશે. ઉપરાંત બંને પીએસઆઇના પાછલા બે મહિનાની કામગીરીના રેકોર્ડ પણ તપાસવામાં આવશે. નિવેદન અને તપાસ બાદ રિપોર્ટ તૈયાર કરી અધિકારીને સોંપવામાં આવશે.
PSI શિયાળે લખેલ લેટરમાં ઉલ્લેખ કાર્યો છે કે કેડી જાટ સાહેબ ઓગસ્ટ 2022થી નિકોલ પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવે છે. તેઓ અવારનવાર સ્ટાફના માણસો અને અધિકારીઓને મનફાવે તેમ ગાળો બોલી અપમાન કરે છે. તેમના ત્રાસથી નિકોલ પોલીસ સ્ટેશનના સાતથી આઠ માણસો સ્વેચ્છાએ નિકોલ પોલીસ સ્ટેશન ખાતેથી બદલી કરાવીને કંટ્રોલરૂમ ખાતે ફરજ પર જતા રહ્યા છે. PSI શિયાળે આ પ્રકારનો લેટર લખ્યો હતો. જેના થોડા સમય બાદ જ એટલે કે ગઈકાલે રાત્રે વધુ એક પીએસઆઇ રાજેશ યાદવ એ પણ કંટ્રોલ રૂમમાં ફોન કરીને PI કેડી ઝાટ સામે ફરિયાદ કરી હતી.
PSI યાદવ એક કરેલ ફરિયાદ આ પ્રમાણે PI જાટ વારંવાર એક જ સ્થાન પર તેમને બંદોબસ્ત સોંપવામાં આવે છે અને માનસિક ત્રાસ આપે છે. જેથી તેઓ પણ આપઘાત કરવાનો વિચાર આવે છે. ત્યારે રાજેશ યાદવે નિકોલ પોલીસ સ્ટેશનના વોટસએપ ગ્રુપમાં પોતાની નોકરીની ફાળવીને લઈને સવાલો કર્યાં હતાં. જેમાં તેમને લખ્યું હતું કે બીજા પીએસઆઇ ઓ શું આરામ કરવા માટે રાખ્યા છે? આ પ્રકારનું નિકોલ પોલીસ સ્ટેશનના વોટસ એપ ગ્રૂપના સ્ક્રીન શોટ પણ વાયરલ થઈ રહ્યા છે ત્યારે શું પોલીસ વિભાગમાં વધુ કામના ભારણ ના કારણે આ બનાવ સામે આવ્યો છે કે પછી સાચે જ નિકોલ પીઆઈ કે.ડી જાટ દ્વારા ભેદભાવ રાખવામાં આવે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે