99.9% કોરોના વાયરસ મરી શકે તેવી પ્રોસેસ વિકસાવી 2 અમદાવાદી યુવકોએ

99.9% કોરોના વાયરસ મરી શકે તેવી પ્રોસેસ વિકસાવી 2 અમદાવાદી યુવકોએ
  • બંને યુવાનો દ્વારા EM5700 એજીસ માઈક્રોબ શિલ્ડનો છંટકાવ સ્ક્વેર ફૂટના હિસાબે કરી આપવામાં આવે છે, જ્યારે ગાડીઓમાં 1180 રૂપિયાથી લઈ 2100 રૂપિયા સુધીમાં સેનેટાઈઝ કરી આપવામાં આવે છે

અતુલ તિવારી/અમદાવાદ :અમદાવાદના બે યુવાનોએ કોવિડ-19 વાયરસ (corona virus) અને કીટાણુઓની સામે લડવા વિશિષ્ટ ટેક્નોલોજીકલ સોલ્યુશન વિકસાવ્યું છે. શહેરના બે યુવાન ઇનોવેટર્સ પરમ ગુટકા અને યશ શાહ દ્વારા રજૂ કરાયેલું નવા અને ટેક્નોલોજીકલ સોલ્યુશનમાં કોરોનાના વાયરસ અથવા કોઇપણ બેક્ટેરિયાના નાશ માટે AEM5700 એજીસ માઈક્રોબ શિલ્ડનો છંટકાવ કરવામાં આવે છે. જેમાં કોઇપણ સપાટી ઉપર 99.9 ટકા કીટાણુઓનો નાશ કરી શકવાનો દાવો કરાઈ રહ્યો છે. એકવાર આ સોલ્યુશનના છંટકાવ બાદ રિલેટીવ લાઈટ યુનિટ 200ની અંદર રહેવાની ગેરંટી આપવામાં આવે છે.

આ પણ વાંચો : IPL મેચમાં કોણ અનુષ્કાની આટલી સુંદર તસવીરો ક્લિક કરી રહ્યું હતું?

AEM5700 એજીસ માઈક્રોબ શિલ્ડનો છંટકાવ ઘર, હોસ્પિટલ, ઓફિસ, કાર, બેન્ક, થિયેટર્સ, જાહેર પરિવહન, એલિવેટર્સ, દુકાન, હેવી ટ્રાન્સપોર્ટ વગેરે જગ્યાએ વાયરસના પુનઃ ફેલાવાને અટકાવવામાં મદદ કરતું હોવાનો દાવો કરાયો છે. હાલ ગુજરાતમાં કોવિડ-19 કેસો 1,75,000 ને પાર કરી ચૂક્યા છે ત્યારે અત્યાર સુધીમાં કોરોનાને કારણે રાજ્યમાં 3,700થી વધુ લોકોએ જીવ ગુમાવ્યાં છે. ત્યારે બે યુવાનોએ તૈયાર કરેલું આ સોલ્યુશનના છંટકાવથી ત્રણ મહિના સુધી વાઇરસને સપાટી પર ટકવા દેતું નથી અને તેનો તુરંત ખાત્મો બોલાવે છે.

આ પણ વાંચો : આ કિંમતી ખજાનાને અમદાવાદના સોની પરિવારની ત્રણ પેઢીએ સાથે મળીને ભેગો કર્યો, અને સાચવ્યો પણ...  

સાથે જ 3 મહિના સુધી વાયરસ ટકે નહિ તેની ખાતરી સાથે એન્ટી-માઇક્રોબાયલ ટ્રીટમેન્ટ પ્રદાન કરે છે. તેમજ વાઇરસને પુનઃ અસ્તિત્વમાં આવતા રોકે છે. સેનિટાઇઝેશનની અસરકારકતા તપાસવા માટે એટીપી સ્વેબ ટેસ્ટ કરવામાં આવે છે. જે એન્ડેનસાઇન ટ્રાઇફોસ્ફેટની હાજરીની તપાસ કરીને રિલેટિવ લાઇટ યુનિટ – આરએલયુમાં સંક્રમણની તપાસ કરવાની વૈશ્વિક સ્તરે ઉપયોગમાં લેવાતી પદ્ધતિ છે.

બંને યુવાનો દ્વારા EM5700 એજીસ માઈક્રોબ શિલ્ડનો છંટકાવ સ્ક્વેર ફૂટના હિસાબે કરી આપવામાં આવે છે, જ્યારે ગાડીઓમાં 1180 રૂપિયાથી લઈ 2100 રૂપિયા સુધીમાં સેનેટાઈઝ કરી આપવામાં આવે છે, વારંવાર સેનેટાઈઝ કરવાની પ્રક્રિયામાંથી આ સોલ્યુશનનો એકવાર છંટકાવ 3 મહિનાનો છૂટકારો આપે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news