AIMIM નેતા દાનિશ કુરેશી ભાન ભૂલ્યા: જ્ઞાનવાપી મસ્જિદમાંથી શિવલિંગ મળવા મુદ્દે પોસ્ટ કરી અશ્લિલ પોસ્ટ
અમદાવાદ AIMIMના નેચા દાનિશ કુરેશીએ વિવાદીત પોસ્ટ કરીને ગુજરાત જ નહીં, સમગ્ર દેશના હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડી છે. જ્ઞાનવાપી મસ્જિદમાંથી મળેલા શિવલિંગને લઈ AIMIMના નેચા દાનિશ કુરેશીએ પોસ્ટ કરી છે.
Trending Photos
ઝી ન્યૂઝ/અમદાવાદ: જ્ઞાનવાપી મસ્જિદને લઈને શરૂ થયેલા વિવાદ પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે જણાવ્યું છે કે જે સ્થાન પર શિવલિંગ મળ્યું છે, તેને સીલ કરી દેવામાં આવે અને સંપૂર્ણ સુરક્ષા આપવામાં આવે. પરંતુ તેના કારણે નમાઝમાં મુશ્કેલી ન આવવી જોઈએ. આ સાથે સર્વોચ્ચ કોર્ટે આગામી સુનાવણી માટે ગુરૂવારની તારીખ નક્કી કરી છે. પરંતુ હાલ સમગ્ર દેશમાં જ્ઞાનવાપી મસ્જિદને લઈને ઉઠેલા વંટોળ વચ્ચે અમદાવાદના AIMIMના નેતા દાનિશ કુરેશીએ સોશ્યલ મીડિયા પર વિવાદિત પોસ્ટ કરીને બળતામાં ઘી હોમ્યું છે. જ્ઞાનવાપી મસ્જિદમાંથી શિવલિંગ મળવા મામલે AIMIMના નેતા દાનિશ કુરેશીએ સોશ્યલ મીડિયા પર અશ્લિલ પોસ્ટ મુકી છે.
આ વિશે મળતી માહિતી પ્રમાણે, અમદાવાદ AIMIMના નેચા દાનિશ કુરેશીએ વિવાદીત પોસ્ટ કરીને ગુજરાત જ નહીં, સમગ્ર દેશના હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડી છે. જ્ઞાનવાપી મસ્જિદમાંથી મળેલા શિવલિંગને લઈ AIMIMના નેચા દાનિશ કુરેશીએ પોસ્ટ કરી છે. સોશિયલ મીડિયા પર દાનિશ કુરેશીએ અશ્લિલ પોસ્ટ મૂકી છે. હિન્દુ ધર્મની લાગણી દુભાય તેવી પોસ્ટથી કુરેશી સામે રોષ ફાટી નીકળ્યો છે. અશ્લિલ પોસ્ટને અમે આપને આખી બતાવી શકીએ તેમ પણ નથી. તે હદ સુધી AIMIMના નેચા દાનિશ કુરેશીએ વિવાદીત પોસ્ટ કરી છે.
ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું છે કે આગામી સુનાવણી માટે અમે વારાણસીના ડીએમને આદેશ આપીએ છીએ કે શિવલિંગ મળનાર સ્થાનની સુરક્ષા કરવામાં આવે, પરંતુ મુસ્લિમોને નમાઝ પઢવામાં કોઈ સમસ્યા ન આવવી જોઈએ. આ સાથે જ્ઞાનવાપી મસ્જિદના સર્વે પર પ્રતિબંધ લગાવવાનો સુપ્રીમ કોર્ટે ઇનકાર કરી દીધો છે.
સર્વોચ્ચ કોર્ટે કહ્યું કે આ કેસમાં નિચલી કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે, તેવામાં જિલ્લા અદાલતના ચુકાદાની રાહ જોવી જોઈએ. આ દરમિયાન યૂપી સરકાર તરફથી રજૂ સોલિસિટર જનરલ તુષાર મેહતાએ કહ્યુ કે, યુપી સરકારને કેટલાક મુદ્દા પર તેમની સહાયતાની જરૂર છે. સુપ્રીમ કોર્ટમાં અંજુમન ઇંતેજામિયા મસ્જિદ કમિટીએ વારાણસી કોર્ટ તરફથી સર્વે કરાવવાના આદેશને પડકાર્યો, જે હેઠળ પરિસરની વીડિયોગ્રાફી કરવામાં આવી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે