ગુજરાત પ્રવાસે આવેલા અમિત શાહે સોમનાથમાં ભગવાન હનુમાનની વિશાળ મૂર્તિનું કર્યું અનાવરણ, કરો અહીં દર્શન

ગૃહમંત્રીએ મહાદેવ સમક્ષ ગંગાજળનો જળાભિષેક અર્પણ કર્યા બાદ પૂજન અર્ચન કરી ધન્યતા અનુભવી હતી. પૂજારીઓ દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી ગૃહમંત્રીના હસ્તે સોમેશ્વર મહાપૂજા તેમજ ધ્વજાપૂજા કરાવવામાં આવી હતી.

ગુજરાત પ્રવાસે આવેલા અમિત શાહે સોમનાથમાં ભગવાન હનુમાનની વિશાળ મૂર્તિનું કર્યું અનાવરણ, કરો અહીં દર્શન

સોમનાથ: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતના પ્રવાસે છે. શાહે અમરેલીમાં જલ સહકારી સંમેલનમાં હાજરી આપી હતી. આ દરમિયાન તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેઓ સોમનાથ પહોંચ્યા હતા. અમિત શાહે સોમનાથ મંદિરે પહોંચીને પૂજા અર્ચના કરી હતી. ગૃહમંત્રી અમિત શાહે આજે સોમનાથમાં ભગવાન હનુમાનની 16 ફૂટ ઊંચી પ્રતિમાનું પણ અનાવરણ કર્યું. તેમજ સમુદ્ર દર્શન પથ પર 202 મારુતિ હાટની દુકાનોનું ઉદ્ઘાટન થયું હતું.

ગૃહમંત્રીએ મહાદેવ સમક્ષ ગંગાજળનો જળાભિષેક અર્પણ કર્યા બાદ પૂજન અર્ચન કરી ધન્યતા અનુભવી હતી. પૂજારીઓ દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી ગૃહમંત્રીના હસ્તે સોમેશ્વર મહાપૂજા તેમજ ધ્વજાપૂજા કરાવવામાં આવી હતી. કેન્દ્રીય ગૃહ મંત્રીએ ધ્વજારોપણ કરી ધન્યતા અનુભવી હતી તેમજ સોમનાથ જ્યોતિર્લિંગ સમક્ષ નિત્યમહારૂદ્ર પાઠનો સંકલ્પ કર્યો હતો. 

भगवान सोमनाथ सभी पर अपनी कृपा बनाए रखें।

हर हर महादेव! pic.twitter.com/EzBO853uE0

— Amit Shah (@AmitShah) September 11, 2022

સોમગંગા અભિષેક જલ વિતરણ પ્રારંભ
ભગવાન સોમનાથને અભિષેક કરવામાં આવતું જલથી માર્જન કરવાનો અનેરો મહિમા છે. ગૃહમંત્રીએ મંદિરમાં સોમગંગા વિતરણ સુવિધાનો પ્રારંભ કરી ચંડેશ્વર પ્રતિમાનું અનાવરણ કર્યુ હતું. સોમનાથ મહાદેવને અર્પણ કરાતા ગંગાજળને રિફાઇન કરી ભાવિકોને પ્રસાદ રૂપે આપવાના પવિત્ર પ્રકલ્પનો પણ કેન્દ્રીય ગૃહ મંત્રીએ પ્રારંભ કરાવ્યો હતો.

સોમનાથના દર્શન બાદ શ્રદ્ધાળુઓ મંદિરની પ્રદક્ષિણા તેમજ અભિષેક જલથી માર્જન કરતા હોય છે. જેનું અનેરૂ મહત્વ છે. જે કોઈ (વ્યકિત) સોમગંગા જલથી સ્વશરીરનું પરિમાર્જન કરે છે તો તેની આધિ-વ્યાધિનો નાશ થાય છે. સોમગંગા જલ શ્રદ્વાળુઓ પોતે લઈ જઈ શકે તે માટે ઈ.ટી.પી. પ્લાન્ટ લગાડી જળને શુદ્ધ કરી આકર્ષક બોટલમાં પેક કરી વિતરણની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

No description available.

નોંધનીય છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી પણ આ વર્ષના અંત સુધીમાં થવાની છે. આવી સ્થિતિમાં પાર્ટીઓએ રાજ્યમાં પોતાની સંપૂર્ણ તાકાત લગાવી દીધી છે. શેડ્યૂલ મુજબ, શાહ અમરેલી પછી સોમનાથ જિલ્લામાં જશે, જ્યાં તેઓ સોમનાથ મહાદેવ મંદિરમાં પ્રાર્થના કરશે. આ પછી તેઓ ભગવાન હનુમાનની 16 ફૂટ ઊંચી મૂર્તિનું પણ અનાવરણ કરશે. આ સિવાય તેઓ અરબી સમુદ્રના કિનારે મારુતિ હાટ નામની 262 દુકાનોનું ઉદ્ઘાટન કરશે.

— ANI_HindiNews (@AHindinews) September 11, 2022

નોંધનીય છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી પણ આ વર્ષના અંત સુધીમાં થવાની છે. આવી સ્થિતિમાં પાર્ટીઓએ રાજ્યમાં પોતાની સંપૂર્ણ તાકાત લગાવી દીધી છે. શાહ આજે અમરેલી પછી સોમનાથ જિલ્લામાં પહોંચ્યા છે, જ્યાં તેઓ સોમનાથ મહાદેવ મંદિરમાં પ્રાર્થના કરી. પછી તેઓ ભગવાન હનુમાનની 16 ફૂટ ઊંચી મૂર્તિનું પણ અનાવરણ કર્યું. આ સિવાય તેઓ અરબી સમુદ્રના કિનારે મારુતિ હાટ નામની 262 દુકાનોનું ઉદ્ઘાટન પણ કર્યું હતું.

No description available.

પેક્સને લઈને શાહે જણાવી મોટી વાત
દરમિયાન, કેન્દ્ર સરકારે પ્રાઈમરી એગ્રીકલ્ચર ક્રેડિટ સોસાયટીઝ (PACS)ને બહુહેતુક બનાવવાની યોજના બનાવી છે. આ માટે મોડલ સબ-કોડ પણ તૈયાર છે. કેન્દ્રીય સહકાર પ્રધાન અમિત શાહે સાત સહકારીની વાર્ષિક સામાન્ય સભામાં જણાવ્યું હતું કે સરકાર બીજ પ્રમોશન અને માર્કેટિંગ તેમજ ઓર્ગેનિક ઉત્પાદનોના પ્રમાણપત્ર માટે મલ્ટિ-સ્ટેટ કોઓપરેટિવ સોસાયટી બનાવવાનું પણ આયોજન કરી રહી છે.

તેમણે કહ્યું કે સેવા સહકારી મંડળી (PACS)ને માર્કેટિંગ, ગોડાઉન, ગોબર ગેસ બનાવવા, વીજળીના બિલની વસૂલાત, ગેસ વિતરણ એજન્સીઓની સુવિધા, નળના પાણીની યોજના વગેરે જેવી સુવિધાઓ સાથે બહુહેતુક બનાવવામાં આવશે. આ બહુહેતુક મંડળ માટે મોડેલ પેટા કોડ તૈયાર છે. તે સપ્ટેમ્બરના અંત પહેલા તમને મોકલવામાં આવશે. અમારો ઉદ્દેશ્ય આગામી પાંચ વર્ષમાં પેક્સની સંખ્યા વર્તમાન 65,000 થી વધારીને 3 લાખ કરવાનો છે. દરેક પંચાયત માટે એક પેક્સ હશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news