સદીના મહાનાયક અમિતાભ બચ્ચનને સયાજી રત્ન એવોર્ડથી સન્માનિત કરાયા
વડોદરાના બરોડા મેનેજમેન્ટ એસોસિયેશન આજે બોલિવુડના મહાનાયક અમિતાભ બચ્ચનને સયાજી રત્ન એવોર્ડથી નવાજવામાં આવનાર છે. ત્યારે બિગબી બપોરે વડોદરા પહોંચ્યા હતા. વડોદરાના લક્ષ્મીવિલાસ પેલેસમાં પહોંચેલા બિગબીનું રાજવી પરિવાર દ્વારા સ્વાગત કરાયું હતું. આ પ્રસંગે આખો રાજવી પરિવાર તેમના સ્વાગત માટે ઉપસ્થિત રહ્યો હતો. મહારાજા સમરજીતસિંહ ગાયકવાડ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરાયું હતું.
Trending Photos
વડોદરા/ગુજરાત : વડોદરાના બરોડા મેનેજમેન્ટ એસોસિયેશન આજે બોલિવુડના મહાનાયક અમિતાભ બચ્ચનને સયાજી રત્ન એવોર્ડથી નવાજવામાં આવનાર છે. ત્યારે બિગબી બપોરે વડોદરા પહોંચ્યા હતા. વડોદરાના લક્ષ્મીવિલાસ પેલેસમાં પહોંચેલા બિગબીનું રાજવી પરિવાર દ્વારા સ્વાગત કરાયું હતું. આ પ્રસંગે આખો રાજવી પરિવાર તેમના સ્વાગત માટે ઉપસ્થિત રહ્યો હતો. મહારાજા સમરજીતસિંહ ગાયકવાડ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરાયું હતું. ત્યાર બાદ 4000 વડોદરાવાસીઓની હાજરીમાં તેમને સયાજી રત્ન એવોર્ડ આપવામાં આવ્યો હતો.
કાર્યક્રમમાં તેમણે મહારાજા સર સયાજીરાવ ગાયકવાડના ઈતિહાસને તથા તેમની કામગીરીને યાદ કરી હતી. એવોર્ડ સ્વીકાર્યા બાદ પોતાના વકતવ્યમાં તેમણે પિતા હરિવંશરાયની કવિતાનું પઠન કર્યું હતું. અગ્નિપથ વિષય પરની આ કવિતા સાંભળતા જ જનમેદનીમાં તાળીઓનો ગડગડાટ થઈ ગયો હતો.
કાર્યક્રમમાં બિગની હાજરીથી ચીચીયારીઓ ગુંજી ઉઠી હતી. તેમની એક ઝલક જોવા માટે એરપોર્ટથી જ લોકો આતુર હતા. તેમની સુરક્ષાને ધ્યાનમાં રાખીને એરપોર્ટથી હરણી રોડ બંધ કરાયો હતો. સદીના મહાનાયકને નિહાળવા માટે લોકોની પડાપડી પણ થયેલી જોવા મળી હતી. એરપોર્ટથી વડોદરા પહોંચ્યા બાદ તેમણે રાજવી પરિવાર સાથે બપોરનું ભોજન લીધું હતું.
બરોડા મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા બે વર્ષથી આ એવોર્ડ આપવામાં કરવામાં આવે છે. જુદા જુદા ક્ષેત્રોમાં પ્રશંસનીય કામગીરી કરનારા લોકોની 6 જનની પેનલ દ્વારા એવોર્ડ માટે પસંદગી દ્વારા કરવામાં આવે છે. વડોદરાના રાજવી સર સયાજીરાવ ગાયકવાડના વ્યક્તિત્વને ધ્યાને રાખીને કોઈ એક વ્યક્તિની પસંદગી કરાય છે. આ અગાઉ પહેલા વર્ષે ઈન્ફોસીસના નારાયણ મૂર્તિ અને બીજા વર્ષે ટાટા ગ્રૂપના રતન ટાટાને આ એવોર્ડ એનાયત કરાયા હતા. ત્યાર બાદ હવે ત્રીજા વર્ષે અમિતાભ બચ્ચનની સયાજી રત્ન એવોર્ડ માટે પસંદગી કરાઈ છે.
કોને અપાઇ છે એવોર્ડ
એવોર્ડની પસંદગી માટે ખાસ નિયમો બનાવવામાં આવ્યા છે. આ એવૉર્ડ એવા મહાનુભાવને આપવામાં આવે છે, જેમની સમાજ પ્રત્યેની ભાવના શ્રેષ્ઠ હોય સાથે રાજવી સયાજી રાવ ગાયકવાડ જેવા ગુણો હોય અને દેશ અને સમાજ માટે અમૂલ્ય યોગદાન ખાસ ફિલ્ડમાં આપ્યું હોય.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે