અમરેલીમાં ભાજપના ધારાસભ્યને પાડી દેવાનો ખેલ ઉંધો પડ્યો, વાત છેક ગાંધીનગરમાં પાટીલ સુધી પહોંચી

Amreli MLA Kaushik Vekariya Letter Pad Use : અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયાને બદનામ કરવાનું ષડયંત્ર... અમરેલી તાલુકા પંચાયત પ્રમુખ કિશોર કાનપરિયાનું ડુપ્લીકેટ લેટર બનાવ્યું... લેટર પેડમાં ગંભીર આરોપો મુકવામાં આવ્યા
 

અમરેલીમાં ભાજપના ધારાસભ્યને પાડી દેવાનો ખેલ ઉંધો પડ્યો, વાત છેક ગાંધીનગરમાં પાટીલ સુધી પહોંચી

Amreli News : અમરેલીના MLA કૌશિક વેકરિયાને બદનામ કરવાના ષડયંત્રનો રેલો છેક ગાંધીનગર કમલમ સુધી પહોંચ્યો છે. અમરેલી તાલુકા પંચાયત પ્રમુખનું નકલી લેટરપેડ બનાવીને કૌશિક વેકરીયાને બદનામ કરવાનો કારસો રચાતા વાત છેક પાટીલ સુધી પહોંચી છે. આ મામલે રજૂઆત કરાયા બાદ ગૃહમંત્રીએ તપાસના આદેશ આપ્યા બાદ પોલીસે ફરિયાદ નોંધી 4 ની ધરપકડ કરી છે.

અમરેલીના તાલુકા પંચાયત પ્રમુખ કિશોર કાનપરીયાના નામના નકલી લેટરપેડ બનાવીને કોઈ શખસે તેને વોટ્સએપમાં વાઈરલ કર્યો હતો. લેટરમાં અમરેલીમાં પ્રથમ વખત ચૂંટાયેલા ધારાસભ્ય કૌશિક વેકરીયાને બદનામ કરવાનું કાવતરું કરાયું હતું. સમગ્ર મામલે પ્રમુખે સી.આર. પાટીલને રજૂઆત કરાઈ હતી. કિશોર કાનપરિયાના નામના નકલી લેટરપેડમાં ગંભીર આરોપો મૂકવામાં આવ્યા છે. ધારાસભ્ય સામે ગંભીર આરોપો લગાવવામાં આવતા ચર્ચા થઈ હતી. જે બાદ આજે અમરેલી જિલ્લા ભાજપના આગેવાનોએ સી. આર. પાટીલને રજૂઆત કરી હતી. MLA કૌશિક વેકરિયાના સમર્થનમાં સી. આર. પાટીલને રજૂઆત કરાઈ હતી. અમરેલી જિલ્લાના તાલુકા પંચાયતના સદસ્યો, જિલ્લા પંચાયતના સદસ્યો, સરપંચો, ભાજપના હોદેદારો સહિત 100 જેટલા લોકો રજૂઆત કરવા ગાંધીનગરમાં પહોંચ્યા હતા. 

અમરેલી ભાજપના આગેવાનો પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના નિવાસસ્થાને પહોંચ્યા હતા. અમરેલી તાલુકા પંચાયત પ્રમુખ કિશોર કાંપરિયાનું ડુપ્લીકેટ લેટર બનાવાયું હતું. લેટર પેડમાં કૌશિક વેકરીયા અંગે ગંભીર આરોપો મુકવામાં આવ્યા છે. આ મામલે પ્રદેશ અધ્યક્ષ, સંગઠન મહામંત્રી અને પ્રદેશ મહામંત્રીને રજુઆત કરાઈ હતા. 

આ મામલે સાવરકુંડલા ધારાસભ્ય મહેશ કસવાલાએ જણાવ્યું કે, અમારા યુવા આગેવાનને કોઈપણ ઠોસ પુરાવા વગર બદનામ કરવાના પ્રયાસ થયા એની રજુઆત માટે આવ્યા હતા. સમગ્ર મામલો મુખ્યમંત્રી અને ગૃહમંત્રી સુધી પણ પહોંચ્યો છે. ગૃહમંત્રીએ તપાસના આદેશ આપ્યા બાદ પોલીસે ફરિયાદ નોંધી 4 ની ધરપકડ કરી છે. કૌશિકભાઈ આક્રમકતાથી અમરેલીના વિકાસ માટે સતત કાર્યરત છે. એની સામેના મનઘડંત આરોપો સ્વીકાર્ય નથી. અમે યોગ્ય તપાસ કરવા માંગણી કરી છે. ધરપકડ કરાયેલ વ્યક્તિ ભાજપની હોય તો પણ કડક કાર્યવાહી કરવાની માંગ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news