આ જ સ્થિતિ રહી તો ગુજરાતમાં ખૂટી જશે ભૂગર્ભજળ! આ જિલ્લો સૌથી વધુ ખેંચે છે પાણી, રિપોર્ટમાં ધડાકો
ગુજરાતનું ભૂગર્ભજળ માનવ સ્વાસ્થ્ય માટે જોખમી છે. ગુજરાતનું ભૂગર્ભજળ હવે પીવાલાયક પણ નથી. આવું તમને કોઈ કહે તો વિશ્વાસ નહીં કરો ને. પરંતુ આ એકદમ હકીકત છે. કેમ કે ગુજરાતના ભૂગર્ભજળમાં ફ્લોરાઈડ, આર્સેનિક, સીસુ, આયર્ન, નાઈટ્રેટ સહિતના જોખમી તત્વોની માત્રા જોવા મળી છે.
Trending Photos
ઝી બ્યુરો/બનાસકાંઠા: જિલ્લામાં ભૂગર્ભ જળ સૌથી મોટી સમસ્યા બની રહી છે. ઊંડા જતા ભૂગર્ભજળના કારણે બોરવેલ ફેલ થઈ રહ્યા છે. જ્યારે પાણી ના હોવાથી પશુપાલન અને ખેતી કઈ રીતે કરવી તે ખેડૂતો માટે સૌથી મોટો પ્રશ્ન એ બન્યો છે. ત્યારે રાજ્ય સરકારે છેવાડાના માનવી સુધી પાણી પહોંચે તેના માટે નર્મદાના પાણીની સગવડ તો કરી છે. પરંતુ તેમ છતાં એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ગુજરાતમાં ભૂગર્ભજળનો કોઈ રોકટોક વગર બેફામ ઉપયોગ થઈ રહ્યો છે. રિપોર્ટ પ્રમાણે સમગ્ર રાજ્યમાં 27.35 બિલીયન ક્યુબિક મીટર ભૂગર્ભજળ રિચાર્જ થાય છે તેની સામે દર વર્ષે સરેરાશ 13 બિલીયન ક્યુબિક મીટર (BCM) ભૂગર્ભજળ ખેંચવામાં આવી રહ્યું છે.
26 જિલ્લામાં ભૂગર્ભજળમાં ખારાશનું પ્રમાણ વધ્યું
ગુજરાતમાં આજે 26 જિલ્લા એવી છે જ્યાં ભૂગર્ભજળમાં ખારાશનું પ્રમાણ વધ્યું છે. આ ઉપરાંત 27 જિલ્લામાં ફલારાઈડની માત્રા વધી છે. 32 જિલ્લામાં એવુ છે જેમાં નાઈટ્રેટનું પ્રમાણ વધુ છે. 12 જિલ્લામાં આર્સેનિકની હાજરી ભૂંગભંજળમાં જોવા મળી છે. 14 જીલ્લામાં ભૂગર્ભજળમાં આયનું એક જીલ્લામાં સીસુ અને પાંચ જિલ્લામાં યુરેનિયમે દેખા દીધી છે.
સો ટકા પરિવારીને નળ કનેક્શન આપી દેવાયાનો દાવો
આખાય રાજ્યમાં બનાસકાંઠા અને મહેસાણા જિલ્લામાં ભૂગર્ભજળ વધુ પ્રમાણમાં ખેંચાઇ રહ્યું છે. જલ જીવન મિશન અને અટલ ભૂ યોજનાના નામે કેન્દ્ર સરકારે ગુજરાત સરકારને કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવી છે. આ ઉપરાંત નલ સે જલ યોજના થકી આખો રાજ્યમાં સો ટકા પરિવારીને નળ કનેક્શન આપી દેવાયાનો દાવો કરવામાં આવી રહ્યો છે, છતાં છેવાડાના માનવી સુધી હજુ સુધી પીવાનું પાણી પહોંચી શક્યું નથી.
ફલોરાઈડને લીધે હાથ- પગના સાંધાના દુઃખાવો
ઉત્તર ગુજરાતમાં તો 100-150 ફૂટથી વધુ ઊંડે પણ પાણી રહ્યું નથી તેવી સ્થિતી પરિણમી છે કે, હાલ ભૂગર્ભજળની ગુણવત્તા જોતાં એવી સ્થિતી સર્જાઇ છે કે પીવાલાયક પણ રહ્યું નથી. તેનું કારણ એ છે કે, ભૂગર્ભજળમાં ફ્લોરાઈડ, સીસુ, નાઇટ્રેટ, આયન, આર્સેનિક અને પુરેનિયમ જેવા જોખમી તત્વોની માત્રા વધે છે. આ તત્વો માનવ સ્વાસ્થ્ય માટે જોખમી પુરવાર થઈ શકે છે. કેમ કે જોખમી તત્વો સાથેના ભૂગર્ભજળ પીવાથી દાંત, પેટના રોગ થઈ શકે છે. લિવર અને કીડનીના રોગનો શિકાર, પણ બનાવે છે. ફલોરાઈડને લીધે હાથ- પગના સાંધાના દુઃખાવો થાય છે.
આ જિલ્લામાં ભૂગર્ભજળનો ઉપયોગ સૌથી ઓછો રહ્યો
ગુજરાતમાં 12 ટકા ભૂગર્ભજળનો સિંચાઈમાં ઉપયોગ થઇ રહ્યો છે જ્યારે 0.18 ટકા ઉદ્યોગમાં વપરાશ થઈ રહ્યો છે. ઘરવપરાશમાં 0.82 ટકા ભૂગર્ભજળ વપરાઈ રહ્યું છે. જાભૂગર્ભજળનો બેફામ ઉપયોગ થઈ રહ્યો છે. છે. આજે ગુજરાતમાં બનાસકાંઠા, મહેસાણા, પાટલ, અમદાવાદ એવા જિલ્લા છે જ્યાં મહત્તમ પ્રમાણમાં ભૂગર્ભજળ ખેંચાઈ રહ્યુ છે. ડાંગ, આણંદ, પંચમહાલ અને નવસારી જીલ્લામાં ભૂગર્ભજળનો ઉપયોગ સૌથી ઓછો રહ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે