અમદાવાદઃ ખોખરા વોર્ડના વોર્ડના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર બન્યા કોરોનાનો શિકાર


અમદાવાદમાં કોરોના  વાયરસના કેસ સતત વધી રહ્યાં છે. અત્યાર સુધી 6300 કરતા વધુ કેસ નોંધાયા છે તો 421 દર્દીઓના મૃત્યુ થયા છે. 

 અમદાવાદઃ ખોખરા વોર્ડના  વોર્ડના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર બન્યા કોરોનાનો શિકાર

અમદાવાદઃ અમદાવાદ શહેર અને જિલ્લામાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. શહેરમાં અત્યાર સુધી 6300થી વધારે કેસ નોંધાઈ ચુક્યા છે. આ દરમિયાન કોર્પોરેશનના ઘણા અધિકારીઓ, હોસ્પિટલના ડોક્ટરો, પોલીસકર્મી સહિતના લોકો પણ કોરોનાનો શિકાર બન્યો છે. હવે વધુ એક કોર્પોરેશનના ઉચ્ચ અધિકારી કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. અમદાવાદના ખોખરા વોર્ડના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. 

આસિસ્ટન્ટ કમિશનર બન્યા કોરોનાનો શિકાર
અમદાવાદના ખોખરા વોર્ડના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર કોરોનાનો શિકાર બન્યા છે. આ સાથે પૂર્વ ઝોનના બે ડ્રાઇવરોનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તો પાલિકાના એક ઇજનેર પણ કોરોનાનો ભોગ બન્યા છે. નવા વાડજ વોર્ડના ટેક્નિકલ સુપરવાઇઝરનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમના પત્ની અને બે પુત્રોનો રિપોર્ટ પણ કોરોના પોઝિટિવ આવ્યો છે. 

અમદાવાદમાં 6300થી વધુ કેસ
અમદાવાદમાં 11 મેથી 12 મેની સાંજ સુધી નવા 267 કેસ નોંધાયા હતા. આ સાથે શહેરમાં કુલ કેસોની સંખ્યા 6300ને પાર પહોંચી ગઈ છે. અમદાવાદમાં અત્યાર સુધી કોરોનાને કારણે 421 લોકોના મૃત્યુ થયા છે તો 1874 દર્દીઓ સારવાર બાદ સ્વસ્થ પણ થયા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news