સુરતમાં અજીબ ગરીબ ચોરીનો કિસ્સો! દુકાનમાં રાતે ચોરી કરી બહાર નીકળતા જ બીજા ચોર લૂંટી ગયા!

સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં આવેલ પ્રતાપ નગરમાં રહેતા નૂર મોહમ્મદ જાન મોહમ્મદ શેખ લિંબાયત સુગરા નગર ખાતે કરિયાણાની દુકાન ધરાવે છે. તેઓની દુકાનમાં મોડી રાત્રે કોઈ અજાણ્યા ચોરી ઈસમ દુકાનનું શટલ ઊંચું કરી પ્રવેશ્યો હતો.

સુરતમાં અજીબ ગરીબ ચોરીનો કિસ્સો! દુકાનમાં રાતે ચોરી કરી બહાર નીકળતા જ બીજા ચોર લૂંટી ગયા!

સુરત: શહેરના લિંબાયત વિસ્તારમાં અજીબ ચોરીનો કિસ્સો સામે આવ્યો છે. ચોરે કરિયાણાની દુકાનમાં રોકડની રૂપિયાની ચોરી કરી. બે લૂંટારું ચોર પાસેથી જ ચોરી કરેલ રકમ લૂંટીને ફરાર થઈ ગયા. સમગ્ર ઘટના દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે.

સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં આવેલ પ્રતાપ નગરમાં રહેતા નૂર મોહમ્મદ જાન મોહમ્મદ શેખ લિંબાયત સુગરા નગર ખાતે કરિયાણાની દુકાન ધરાવે છે. તેઓની દુકાનમાં મોડી રાત્રે કોઈ અજાણ્યા ચોરી ઈસમ દુકાનનું શટલ ઊંચું કરી પ્રવેશ્યો હતો. દુકાનના ડ્રોપમાં રાખેલ 70 હજાર રૂપિયા રોકડની ચોરી કરી હતી. માન ચોર ચોરી કરી શટલ માંથી પરત નીકળવાનો પ્રયાસ કર્યો. અજાણ્યા બે લુટેરાઓએ ચોરને ચપ્પુ બતાવી ચોટીના 70 હજાર રૂપિયા લૂંટીને ફરાર થઈ ગયા. સવારે કરિયાણાનો દુકાન ચાલક દુકાન ખોલવા આવ્યો ચોરીની જાણ થઈ હતી. બીજી બાજુ ઘટના ચોરીની ઘટના છે સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. પોલીસી સીસીટીવીના આધારે બે આરોપીઓની ધરપકડ કરી છે.

આ પણ વાંચો:

દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં દેખાઈ આવે છે કે એક ચોર ઈસમ પોતાના પહેરેલા ટીશર્ટને મોઢા પર ઢાંકી દુકાનમાં પ્રવેશે છે. દુકાનના કાઉન્ટરનામા રાખેલા રોકડ 70 હજાર રૂપિયા જેટલી રકમ ગલ્લામાંથી કાઢી પોતાના ખીસામાં મૂકે છે. ચોરીની ઘટનાને અંજામ આપ્યા બાદ ચોર શટલમાંથી પરત બહાર નીકળે છે, ત્યારે અજાણ્યા બે ચોરી ઈસમો દોડીને આવે છે. ચોરના ખીસામાંથી રોકડ રકમ કોઈ ઘાતક હથિયાર બતાવી લૂંટીને ફરાર થઈ જાય છે. સમગ્ર મામલે કરિયાણાના દુકાન માલિકે લિંબાયત પોલીસને જાણ કરી હતી. પોલીસ ઘટના દોડી આવી હતી. પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી હતી.

સીસીટીવીમાં દેખાતા કરિયાણાની દુકાનની અંદર ચોરીની ઘટનાને અંજામ આપનાર સોહેલ શાહ નામના ઇસમની ધરપકડ કરી છે. સાથે જ ચોરીની ઘટનાને અંજામ આપી ચોર પાસે જ ચોરી કરનાર બે પૈકી મોહમ્મદ અન્સારી નામના ઈસમની પોલીસે ધરપકડ કરી છે. અન્ય નયન નામના ઇસમની પોલીસે શોધખોળ હારી છે. આ ત્રણેય આરોપીઓ લિંબાયત મીઠી ખાડી એક જ વિસ્તારના હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. 

આ પણ વાંચો:

કરિયાણાની દુકાનના માલિક નૂર મોહમ્મદ જાન મોહમ્મદ શેખે જણાવ્યું હતું કે બેંકમાં ભરવાના 70 રૂપિયા મેં દુકાનના ડ્રોપમાં રાખ્યા હતા કોઈ અજાણ્યા ચોરી દુકાનનું શટલ ઊંચું કરી દુકાનમાં પ્રવેશી ચોરી કરીને ફરાર થઈ ગયા છે. એક ચોર દુકાનમાં હતો અને બે ચોર બહાર હતા સમગ્ર મામલે લિંબાયત પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news