સૌરાષ્ટ્ર બાદ દક્ષિણમાં બારેમેઘ ખાંગા, તમામ નદીઓ 2 કાંઠે, સેંકડો લોકોની કફોડી સ્થિતિ
Trending Photos
વલસાડ : મેઘરાજાએ સૌરાષ્ટ્ર બાદ હવે દક્ષિણ ગુજરાત ખાસ કરીને વલસાડમાં ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે. સાંજે 6 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધીમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ કરી હતી. વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં સૌથી વધારે 7.5 ઇંચ, ધરમપુર તાલુકામાં 6.5, ઉમરગામમાં 4 ઇંચ અને વાપી તાલુકામાં 5 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે વલસાડ તાલુકા અને પારડીમાં 3 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે મધુબન ડેમની સપાટી 78.20 મીટર નોંધાઇ છે. જ્યારે ઉમરગામ તાલુકાના સંજાણ નજીક આવેલા ટીંભી ગામ પાસે ખાડી નજીક પસાર થતી કાર ખાડીના પાણીમાં ઘસડાઇ હતી.
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સંજાણ નજીક આવેલા ટીંભી ગામ પાસે ખાડી નજીક પસાર થતી ગાડી પાણીમાં ફસાઇ હતી. સ્થાનિક લોકોની સતારક્તને લઇને કારમાં ફસાયેલા લોકોએ સુરક્ષીત રીતે બચાવી લેવાઇ હતા. સ્થાનિક લોકોએ ક્રેઇનની મદદ વડે કારને પાણીમાંથી બચાવી લેવાઇ હતી. સદનસીબે કારમાં સવાર ત્રણ વ્યક્તિને પણ સ્થાનિકોએ બચાવી લીધા હતા. બીજી તરફ મહારાષ્ટ્રમાંથી સતત પડી રહેલા વરસાદના કારણે કુરુજ ડેમમાંથી પાણી છોડાતા ઉમરગામમાં આવેલી નદીઓ પણ ગાંડીતુર બની હતી.
વલસાડ તાલુકામાં દુલસાડ નજીક એક વૃદ્ધાનું કાચુ મકાન ધરાશાયી થતા છત નીચે દબાઇ જતા વૃદ્ધનું સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. બીજી તરફ ઉપરવાસમાં વરસાદને કારણે મધુબન ડેમ 78.20 મીટરની સપાટીએ પહોંચ્યો છે. 859191 ક્યુસેક પાણીની આવક થઇ હતી. ડેમના 6 દરવાજા 2 મીટર સુધી ખોલી દેવાયા હતા. જેના પગલે દમણગંગા નદીમાં 64,419 ક્યુસેકથી વધારે પાણી પ્રતિ કલાક છોડવામાં આવી રહ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે