આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, જાણો સોમનાથ મંદિરમાં દર્શનનો સમય
આજથી પવિત્ર શ્રાવણ મહિનાનો પ્રારંભ થયો છે. ભક્તો શિવ ભગવાનની પૂજા કરવા માટે મંદિરોમાં પહોંચી રહ્યાં છે. તો સોમનાથ મંદિરમાં પણ શ્રાવણ મહિનાને ધ્યાનમાં રાખીને વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.
Trending Photos
સોમનાથઃ આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો છે. ત્યારે પ્રથમ જયોતિર્લિંગ સોમનાથ મંદિરે મોટી સંખ્યામાં ભાવિ ભક્તો ઉમટ્યા છે. શ્રાવણ માસને લઇને ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. સમગ્ર મંદિર પરિસર બમ બમ ભોલેના નાથથી ગુંજી ઉઠ્યું છે. ત્યારે ZEE 24 કલાક સોમનાથ મંદિર પહોંચ્યું છે. શ્રાવણ માસને લઇને મંદિર તરફથી તમામ પ્રકારની તૈયારીઓ કરી લેવામાં આવી છે. મંદિરની ફરતે ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. આ ઉપરાંત શ્રાવણમાસ દરમિયાન દરરોજ ભગવાન સોમનાથ મહાદેવને અલગ અલગ વિશિષ્ટ શ્રુંગારોથી 29 જેટવા શણગાર કરવામાં આવશે. ભાવિકોની ભીડને ધ્યાનમાં રાખી મંદિર-દર્શન, આરતી માટે વિશેષ વ્યવસ્થા ગોઠવાયો છે. વૃદ્ધો, અશ્કત યાત્રીકો, દિવ્યાંગો માટે હેલ્પડેસ્કની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. સોમનાથ ટ્રસ્ટ દ્વારા ભક્તોને નિઃશુલ્ક પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત યાત્રીકો માટે ફરાળની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આવો નજર કરીએ સમગ્ર શ્રાવણમાસ દરમિયાન મંદિરના કાર્યક્રમ પર...
સોમનાથ મંદિરનો કાર્યક્રમ
મંદિર ખુલવાનો સમય સવારે 4-00 કલાકે
મહાપૂજન પ્રારંભ સવારે 6-15 થી 7-00 કલાકે
આરતી સવારે 7-00 થી 7-15 કલાકે
સવાલક્ષ બિલ્વપૂજન પ્રારંભ સવારે 8-30 કલાકે
મહામૃત્યુંજય યજ્ઞ પ્રારંભ સવારે 8-45 કલાકે
મધ્યાહ્ન મહાપૂજન 11-00 થી 12-00 કલાકે
મધ્યાહ્ન આરતી 12-00 થી 12-15 કલાકે
શૃંગાર દર્શન 5-00 થી 9-00 કલાકે
દીપમાળા 6-30 થી 8-30 કલાકે
સાયં આરતી 7-00 થી 7-20 કલાકે
મંદિર બંધ થવાનો સમય 10-00 રાત્રે
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે