18 વર્ષ બાદ બનશે શનિ અને રાહુનો દુર્લભ સંયોગ, આ જાતકોને લાગશે લોટરી, નવી નોકરી સાથે ધનલાભનો યોગ
Shani and Rahu Yuti 2025: વૈદિક જ્યોતિષ અનુસાર શનિ અને રાહુની યુતિ બનવા જઈ રહી છે. બંને ગ્રહોની યુતિથી કેટલાક જાતકોનું ભાગ્ય ચમકી શકે છે.
શનિ અને રાહુ યુતિ
વૈદિક જ્યોતિષ અનુસાર ગ્રહ સમય-સમય પર રાશિ પરિવર્તન કરી પોતાના મિત્ર અને શત્રુ ગ્રહ સાથે યુતિ બનાવે છે. જેનો પ્રભાવ દેશ-દુનિયાની સાથે માનવ જીવન પર પડે છે. તમને જણાવી દઈએ કે માયાવી ગ્રહ રાહુ મીન રાશિમાં ગોચર કરી રહ્યાં છે અને કર્મફળ દાતા શનિ દેવ માર્ચ મહિનામાં મીન રાશિમાં પ્રવેશ કરશે. જેથી આ બંને ગ્રહોની યુતિ મીન રાશિમાં બનશે. તેવામાં કેટલાક જાતકોને વિશેષ લાભ મળી શકે છે. આ જાતકો માટે ધનલાભ અને પ્રગતિનો યોગ બની રહ્યો છે. આવો જાણીએ આ ભાગ્યશાળી રાશિઓ વિશે.
મિથુન રાશિ
રાહુ અને શનિ દેવનો સંયોગ તમારા માટે શુભ સાબિત થઈ શકે છે. કારણ કે આ યુતિ તમારી રાશિથી કરિયર અને કારોબાર ભાવ પર બનશે. તેથી આ સમયે તમને કામ-ધંધામાં સફળતા મળી શકે છે. સાથે નોકરીમાં પ્રમોશન મળવાનો યોગ છે. વિદ્યાર્થીઓને કરિયરમાં સફળતા મળશે. વેપારનો વિસ્તાર થશે અને નવા વ્યાપારિક સંબંધ બનસે. કોઈ જૂના રોકાણથી મોટો લાભ થઈ શકે છે. સ્ટોક માર્કેટ, રિયલ એસ્ટેટ કે વેપાર સાથે જોડાયેલા લોકોને નફો થઈ શકે છે.
વૃષભ રાશિ
તમારા લોકો માટે શનિ અને રાહુની યુતિ લાભદાયક સાબિત થઈ શકે છે. કારણ કે આ યુતિ તમારી રાશિથી આવક અને લાભના સ્થાન પર બનવા જઈ રહી છે. આ દરમિયાન તમારી આવકમાં જોરદાર વધારો થઈ શકે છે. જે લોકો પોતાનો વેપાર વધારવા ઈચ્છે છે તેને નવી ડીલ અને મોટા ગ્રાહકો મળવાની સંભાવના છે. તમારા અટવાયેલા પૈસા પરત મળી શકે છે. પ્રોપર્ટીમાં રોકાણ કરવાથી લાંબા સમયમાં મોટો લાભ મળશે. સાથે ઘણા સ્ત્રોતથી આવક થઈ શકે છે. આ સમયે વેપારીઓ કોઈ મોટી ડીલ કરી શકે છે, જેનાથી ભવિષ્યમાં લાભ થશે.
કર્ક રાશિ
તમારા લોકો માટે શનિ અને રાહુનો સંયોગ લાભદાયક સાબિત થઈ શકે છે. કારણ કે આ સંયોગ તમારી રાશિથી નવમ ભાવ પર બનવા જઈ રહ્યો છે. આ દરમિયાન તમારો ભાગ્યોદય થઈ શકે છે. સાથે તમે દેશ-વિદેશની યાત્રા કરી શકો છો. જે લોકો પોતાનો વેપાર વધારવા ઈચ્છે છે તેને નવા ગ્રાહક અને નવી ડીલ મળી શકે છે. રોકાણ કરવાથી તમને લાભ થઈ શકે છે. સાથે તમે કોઈ ધાર્મિક કે માંગલિક કાર્યક્રમમાં સામેલ થઈ શકો છો.
ડિસ્ક્લેમર
આ લેખમાં આપવામાં આવેલી કોઈ જાણકારીની સટીકતા કે વિશ્વસનીયતાની ગેરંટી નથી. વિવિધ માધ્યમો જેમ કે જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે પછી ધર્મગ્રંથોમાંથી સંગ્રગિત કરી આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર સૂચના આપવાનો છે. તે સાચી અને સિદ્ધ થવાની પ્રમાણિકતા ન આપી શકીએ. એટલે કોઈ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.
Trending Photos