આવતીકાલે ભાદરવી પૂનમ: પવિત્ર યાત્રાધામ શામળાજી મંદિરમાં દર્શનના સમયમાં ફેરફાર, જાણી લેજો નહીં તો...
ભાદરવી પૂનમના મેળાને લઇ શામળાજી મંદિરના સમયમાં કરાયો ફેરફાર, મંદિરમાં સવારે 5.45 કલાકે ઠાકોરજીની મંગળા આરતી અને સવારે 8.30 કલાકે શણગાર આરતી યોજાશે.
Trending Photos
SHAMLAJI TEMPLE TIMINGS: પવિત્ર યાત્રાધામ શામળાજી મંદિરમાં ભાદરવી પૂનમે દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આવતી કાલે ભાદરવી પૂર્ણિમાં નિમિત્તે દર્શનનો સમય બદલાયો છે. શામળાજી મંદિર વહેલી સવારે એક કલાક વહેલું ખુલશે. શામળાજીમાં ભાદરવા સુદ પૂનમ 29-09-2023ને ગુરુવારના દિવસે ઠાકોરજીના દર્શનનો સમયમાં ફેરફાર કરાયો છે. જે મુજબ આવતીકાલે વહેલી સવારે 5 કલાકે મંદિરના દ્વાર ખુલી જશે અને મંદિર રાત્રે 8.30 કલાકે બંધ થશે.
આ વિશે મળતી માહિતી પ્રમાણે, યાત્રાધામ શામળાજી મંદિરમાં આવતીકાલે સવારે વહેલી સવારે 5 કલાકે મંદિરના દ્વાર ખુલ્યા બાદ સવારે 5.45 કલાકે મંગળા આરતી કરવામાં આવશે. શામળાજી મંદિરે 8.30 કલાકે શણગાર આરતી યોજાશે. જે બાદ બપોરે 12.30 કલાકે મંદિરના દ્વાર બંધ કરવામાં આવશે. જે બાદ મંદિર 2.15 કલાકે દ્વાર ખોલવામાં આવશે. ઠાકોરજીની સાંજે 7 કલાકે સંધ્યા આરતી અને 8.15 કલાકે શયન આરતી યોજાશે. જે બાદ રાત્રે 8.30 કલાકે મંદિરના દ્વાર બંધ કરવામાં આવશે. શામળિયાના દર્શન માટે હજારો ભક્તો ચાલતા દર્શન કરશે.
દર્શનનો સમય
ભાદરવી પૂનમના મેળાને લઇ મંદિરમાં ઠાકોરજીના દર્શનના સમયમાં ફેરફાર
- મંદિર ખુલશે સવારે 5:00 કલાકે
- મંગળા આરતી સવારે 5:45 કલાકે
- શણગાર આરતી સવારે 8:30 કલાકે
- મંદિર બંધ થશે (રાજભોગ ધરાવવામાં આવશે) સવારે 11.30 કલાકે
- મંદિર ખુલશે (રાજભોગ આરતી) બપોરે 12.15 કલાકે
- મંદિર બંધ થશે (ઠાકોરજી પોઢી જશે) બપોરે 12.30 કલાકે
- ઉત્થાપન (મંદિર ખુલશે) બપોરે 2.15 કલાકે
- સંધ્યા આરતી સાંજે 7.00 કલાકે
- શયન આરતી રાત્રે 8:15 કલાકે
- મંદિર મંગલ (બંધ) રાત્રે 8.30 કલાકે
બાપ્પાને ભીની આંખે વિદાય! ગુજરાત સહિત દેશમાં આજે ગણેશ વિસર્જન, જાણો શું છે રહસ્ય?
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે