BHAVNAGAR: ખુંટવડામાં શૌચક્રિયા માટે ગયેલા વૃદ્ધ પર દીપડાનો હુમલો, ઘટના સ્થળે જ મોત
Trending Photos
ભાવનગર : જિલ્લાના મહુવા તાલુકાના મોટા ખુંટવડા ગામે છેલ્લા લાંબા સમયથી સાવજ, દીપડાની રંજાડ વધી ગઇ છે. ગ્રામજનો તથા માલધારીઓના દુધાળા પશુઓ પર હુમલાના અનેક કિસ્સા મોત નિપજાવે છે. જેમાં મહુવા તાલુકાના મોટા ખુંટવડા ગામે વહેલી સવારે શૌચાલય જઇ રહેલા વૃદ્ધ પર દીપડાએ હુમલો કરતા વૃદ્ધને ગંભીર ઇજા પહોંચી હતી. જેના કારણે તેમનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.
વહેલી સવારે મહુવાના મોટા ખુંટવડા ગામે રહેતા 70 વર્ષીય વૃદ્ધ ભાણાભાઇ ચિથરભાઇ બારૈયા ગામની સીમમાં શૌચક્રિયા કરવા માટે જઇ રહ્યા હતા. તે સમયે ગામથી થોડે દુર દીપડાએ વૃદ્ધ પર હુમલો કર્યો હતો દીપડો ગંભીર ઇજા પહોંચાડી નાસી છુટ્યો હતો. આ બનાવની જાણ થતા લોકોને ગ્રામજનો મોટી સંખ્યામાં ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જેના કારણે વૃદ્ધનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું.
આ અંગે મોટા ખુંટવડા પોલીસ તથા વન વિભાગને માહિતી મળતા તંત્ર ઘટના સ્થળે પહોંચી ગયું હતું. પોલીસે મૃતદેહનો કબ્જો લઇને પીએમ માટે સીએચસી સેન્ટરમાં ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે વન વિભાગનાં આરએફઓ સહિતનાં કાફલાએ વન્ય પ્રાણીને પકડવા માટેની કાર્યવાહી હાથ ધરી છે.
પશુઓ ધીરે ધીરે માનવ વસાહત તરફ વળવાનાં કારણે ગામડાઓમાં રાત્રી કર્ફ્યૂ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. મહુવા તાલુકાના મોટા ખુંટવડા, આંગણકા, પઢીયારકા, જાંબુડા ડુંગરપર, બેડા, માતલપર, કરમદીયા, સહિતના ગામોમાં સૂર્યાસ્ત બાદ સીમ ગડે કર્ફ્યૂ જાહેર થયો હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે