અમદાવાદીઓને રાહત, AMC દ્વારા ટેક્સ વ્યાજ માફી મામલે મોટી જાહેરાત

અમદાવાદના નાગરિકોને પોતાના કોમર્શિયલ અને રહેણાંક બધા એકમમાં 8 ઓગસ્ટથી આ યોજનાનો અમલ કરવામાં આવશે. 8 ઓગસ્ટથી 75 દિવસની અંદર ટેકસ ભરી દેવાનો રહેશે.

અમદાવાદીઓને રાહત, AMC દ્વારા ટેક્સ વ્યાજ માફી મામલે મોટી જાહેરાત

અર્પણ કાયદાવાલા/અમદાવાદ: અમદાવાદના નાગરિકોને ટેક્સમાં રાહત મળે તેના માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અલગ અલગ યોજનાઓ રજૂ કરવામાં આવે છે. ત્યારે આજે અમદાવાદ કોર્પોરેશન દ્વારા ટેક્સ વ્યાજ માફી મામલે મોટી જાહેરાત કરવામાં આવી છે. AMCની આ જાહેરાતથી કોમર્શિયલ અને રહેણાંક બધા એકમને લાભ થશે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, આઝાદીના અમૃત મહોત્સવ ઉજવણી હેઠળ નાગરિકો માટે એક મોટી જાહેરાત કરવામાં આવી છે. અમદાવાદ કોર્પોરેશન દ્વારા શહીરજનોને મોટો ફાયદો અપાવવા માટે ટેક્સ વ્યાજ માફી મામલે મોટી જાહેરાત કરીને ખુશીના સમાચાર આપ્યા છે. હવેથી અમદાવાદના નાગરિકો બાકી મિલકત વેરા અંતર્ગત વ્યાજમાં 75 ટકા માફી આપવાનો નિર્ણય કરાયો છે. ચાલુ વર્ષનો ટેકસ સિવાયના બાકી ટેક્સના વ્યાજ પેર 75 ટકા માફીની જાહેરાત કરાઈ છે. 

અમદાવાદના નાગરિકોને પોતાના કોમર્શિયલ અને રહેણાંક બધા એકમમાં 8 ઓગસ્ટથી આ યોજનાનો અમલ કરવામાં આવશે. 8 ઓગસ્ટથી 75 દિવસની અંદર ટેકસ ભરી દેવાનો રહેશે.

ઉલ્લેખનીય છે કે, અમદાવાદના નાગરિકોને ટેક્સમાં રાહત મળે તેના માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વર્ષ 2021-22ના મિલકતવેરાની જૂની ફોર્મ્યુલા તથા નવી ફોર્મ્યુલા સહિતની બાકી ટેક્સની ઝડપી વસુલાત થાય તેમજ ચાલુ વર્ષ સિવાયની કુલ બાકી મિલકતવેરાની રકમ માટે વ્યાજની રકમમાં ઇન્સેન્ટિવ રિબેટ યોજના 1 જાન્યુઆરી 2022થી 31 માર્ચ 2022 સુધી અમલમાં મુકવામાં આવી હતી. જે તે વખતે રેવન્યુ કમિટીમાં વ્યાજ માફીની સ્કીમ મુકવામાં આવી હતી. જેની રેવન્યુ કમિટીએ મંજૂર આપી હતી. આ વ્યાજ માફીની સ્કિમ સ્ટેન્ડિંગ કમિટીમાં મૂકવામાં આવતા તેમણે મંજૂર થતાં આ યોજનાનો અમલ કરાવ્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news