કથિત પેપર લીક મુદ્દે મોટી ખબર, યુવરાજસિંહે જાહેર કરેલા 4 વાહનોના નંબરો મામલે શું થયો મોટો ખુલાસો?

ગૌણ સેવા મંડળના કથિત પેપર લીક મામલે મોટી ખબર આવી છે. યુવરાજ સિંહે પેપર લીકમાં જે ચાર કાર સામેલ હોવાનો દાવો કર્યો હતો. તેમાં કથિત પેપર લીક મામલે યુવરાજસિહે ચાર વાહનોના નંબર જાહેર કર્યા બાદ હિંમતનગરના ગાંભોઈના કેતન વાળંદના નામે કાર રજીસ્ટેશન થયેલાનું બહાર આવ્યું હતું. 

કથિત પેપર લીક મુદ્દે મોટી ખબર, યુવરાજસિંહે જાહેર કરેલા 4 વાહનોના નંબરો મામલે શું થયો મોટો ખુલાસો?

ઝી ન્યૂઝ/ બ્યુરો: રાજ્યમાં બહુચર્ચિત બિન સચિવાલય કારકુનની પરીક્ષામાં દિન-પ્રતિદિન (Bin Sachivalay Paper Leak Case) નવા ખુલાસા થઈ રહ્યાં છે ત્યારે ગાંધીનગર ખાતે 4 વાહનના નંબર અપાયા હતા, જે પૈકી એક કાર હિંમતનગરમાંથી મળી આવતા જિલ્લામાં ભારે (Unoccupied car found from Himmatnagar of Sabarkantha ) ખળભળાટ મચ્યો છે. આગામી સમયમાં મામલે અનેક ખુલાસા થવાની (Various disclosures in non-secretariat examinations) સંભાવના પ્રબળ બની છે. 

ગૌણ સેવા મંડળના કથિત પેપર લીક મામલે મોટી ખબર આવી છે. યુવરાજ સિંહે પેપર લીકમાં જે ચાર કાર સામેલ હોવાનો દાવો કર્યો હતો. તેમાં કથિત પેપર લીક મામલે યુવરાજસિહે ચાર વાહનોના નંબર જાહેર કર્યા બાદ હિંમતનગરના ગાંભોઈના કેતન વાળંદના નામે કાર રજીસ્ટેશન થયેલાનું બહાર આવ્યું હતું. જેને લઈને કેતનના પિતાએ જણાવ્યું હતું કે મારો દીકરો નિર્દોષ છે. કથિત પેપર લીક મામલે ગઈકાલે યુવરાજ સિંહ દ્વારા પેપર લિકમાં સંડોવાયેલ 4 ગાડીના નંબર જાહેર કર્યા હતા. જેમાંથી એક ગાડી XUV GJ 09 BJ 2416 ગાડીનો નંબર જાહેર કર્યો હતો. 

જે ગાડી ડોકટર કેતન વાળંદના નામ ઉપર રજીસ્ટર છે જે હાલ ગંભોઈમાં રહે છે અને પોતે રાયગઢમાં પોતાનું ક્લિનિક પણ ચલાવે છે, જ્યારે આ અંગે તેના પિતા ભીખાભાઇ વાળંદને પૂછતાં તેમને જણાવ્યું હતું કે જે દિવસ એ પેપરની વાતો કરવામાં આવે છે તે દિવસ એ મારો પુત્ર ઘરે જ હતો અને તેને ફસાવવામાં આવ્યો છે અમારી ગાડી પણ ક્યાંય બહાર ગઈ નથી અને આ ષડ્યંત્ર લાગી રહ્યું છે. તેની પાસે ત્રણ દિવસથી કોઈ વાતચીત પણ થઈ નથી, તે પહેલાં જ્યારે તે ઘરેથી તેના પરિવાર સાથે ધાર્મિક પ્રસંગમાં નીકળ્યો. ત્યારે પરત ફરતી વખતે વાત થઈ હતી ત્યારબાદ કોઈ વાત કે સંપર્ક થયો નથી. પરંતુ મારો દીકરો ક્યાંય સંડોવાયેલ નથી, તેની બાંહેધરી હું આપું છું. તેવું તેમણે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું. 

તેમાંથી એક કાર ગાંભોઈના ડૉક્ટર કેતન વાળંદના નામે રજિસ્ટર્ડ છે. ત્યારે આ મામલે ડૉક્ટરના પિતાએ ZEE 24 કલાક સાથે વાત કરી પુત્રને કોઈએ ફસાવ્યો હોવાનો પિતાનો આરોપ લગાવ્યો છે. ડૉ. કેતન ક્યાંય સંડોવાયા ન હોવાનો પિતાનો દાવો છે. તો હાલમાં પુત્ર સાથે સંપર્કમાં ન હોવાનો પિતાનો દાવો છે.

કથિત પેપર લીક થવા મામલે જે કારના ઉપયોગ થયા છે. જે પૈકી એક કાર જીજે 01 એચ આર 9005 છે. જે કાર હિંમતનગરના ગેરજમાં 15 દિવસથી રીપેરીંગમાં પડી છે, જે કારના માલિકનું નામ સમીર મન્સૂરી છે. જેમણે 3 થી 4 માસ પહેલા ગાંધીનગરના અમિત વણઝારાની હોવાનું સામે આવ્યું હતું.

નોંધનીય છે કે યુવરાજસિંહ જાહેર કરેલ GJ05 RB 8103 ગાડી હિંમતનગરની ટાટા હેકસા કાર હિંમતનગરના પાવર ટ્રેક ટ્રેક્ટર શો-રૂમના માલિકની હોવાનું બહાર આવ્યું છે. ઇનોવા કાર જ્યાંથી મળી આવી હતી એની બાજુમાં પાવર ટ્રેક  ટ્રેક્ટર નો શોરૂમ આવેલો છે. ઇનોવા કાર અને હેકસા કાર બંને એક જ વિસ્તારમાં અને એક જ જગ્યાએ મળી આવી છે. સીસીટીવીમાં પણ આ બંને કાર દેખાય છે. ઇનોવા કાર ગઈ કાલે મળી હતી, તેનો નંબર GJ01 HR 9005 છે, જ્યારે ટાટા હેકસા કારનો નંબર GJ 05 RB 8103 છે.

અસિત વોરાને રાજ્ય સરકારની ક્લીનચીટ
ગૌણ સેવા મંડળના કથિત પેપર લીક મામલે અસિત વોરાને રાજ્ય સરકારે ક્લીનચીટ આપી છે. કથિત પેપર લીક મામલે શિક્ષણમંત્રી જિતુ વાઘાણીએ એક મહત્તવપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, પેપરલીકની ઘટના સરકાર ગંભીરતાથી લે છે, જે પણ લોકો સંડોવાયેલા હશે તેમની સામે કડક કાર્યવાહી કરાશે. સરકાર ક્યારેય આવા લોકોને છાવરતી નથી. રાજ્ય સરકાર પારદર્શક રીતે પરીક્ષાઓ લે છે. સરકાર કોઈના કહેવાથી કે કરવાથી કોઈને દૂર નહિ કરે. આસિત વોરા પ્રમાણિક રીતે કામ કરે જ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news