નરાધમે માસૂમ બાળક સાથે સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય આચરી ગળું દબાવી ચીરી નાખ્યો! વાપીમાં મોટો ખુલાસો
વલસાડના વાપીના છીરીમાં અપહરણ કરાયેલા બાળકની હત્યા કરી ફેંકી દેવાયેલી લાશ મળી હતી. બાળક પર સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચરીને તેને મોતને ઘાટ ઉતારાયો હતો, પોલીસે 26મી ડિસેમ્બરે મળેલી બાળકની લાશનું ફોન્સિક પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું, જેમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે.
Trending Photos
નિલેશ જોશી/વાપી: વલસાડના વાપીના છીરી વિસ્તારમાં એક સાત વર્ષીય બાળકના અપરણ અને હત્યાના મામલે મોટો ખુલાસો થયો છે. બાળકના પોસ્ટમોર્ટમમાં બહાર આવ્યું છે કે બાળકની હત્યા પહેલા તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચારવામાં આવ્યું હતું. જોકે વલસાડ પોલીસે ગણતરીના સમયમાં આ હેવાન ઈસમની ધરપકડ કરી લીધી છે.
વલસાડ જિલ્લાના વાપીમાં ફરી એકવાર એક માસુમ સાથે દુષ્કર્મની ઘટના પ્રકાશમાં આવી છે. વાપીના છીરી વિસ્તારમાં આવેલા રણછોડ નગરમાં વડાપાવની લારી ચલાવતા એક પરિવારનો દીકરો ગુમ થઈ જતા ચકચાર મચી જવા પામી હતી. સમગ્ર વિસ્તારમાં સંસની વ્યાપી ગઈ હતી. છીરી વિસ્તારમાં આવેલા મેદાનમાં મોટા પ્રમાણમાં એકત્ર થયું હતું. આ વિસ્તારમાં વડાપાઉંની લારી ચલાવતા એક પરિવારનો સાત વર્ષીય માસુમ બુધવારની રાત્રીથી રાતથી ગુમ હતુ. વડાપાઉંની લારીની બાજુમાં રમી રહેલ આ બાળક ગુમ થઈ જતા પરિવારજનોએ ભારે શોધખોળ કરી હતી. પરંતુ આખી રાત ની શોધખોળ કર્યા બાદ પણ બાળક નહીં મળતા આખરે સવારે આ અંગે પોલીસને જાણ કરી હતી.
બનાવની જાણતા જ પોલીસે સમગ્ર મામલાને ગંભીરતાથી લઈ બાળકની શોધખોળ હાથ ધરી હતી. અને આખરે આ બાળક નો મૃતદેહ ઘરથી થોડી દૂર ઝાડી ઝાખરામાંથી મળી આવ્યો હતો. આથી પોલીસે મૃતદેહ નો કબજો લઈ બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો ત્યારે પોસ્ટમોર્ટમમાં ખુલાસો થયો છે કે બાળકની ધારદાર હથિયાર વડે તેની હત્યા કરવામાં આવી છે. જો કે ચોંકાવનારી બાબતે છે કે તેની હત્યા કરાઈ તે પહેલા તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચારવામાં આવ્યું હતું. આ મામલે વલસાડ પોલીસે ગણતરીના સમયમાં આરોપી શિવ કુમારની દમણથી ધરપકડ કરી લીધી છે.
મૃતક બાળકનો પરિવાર ઘર નજીક વડાપાઉ ની લારી ચલાવે છે. પીડિત પરિવાર બિહારના ભાગલપુર વિસ્તારનો રહેવાસી છે ત્યારે રોજેરોટી કમાવવા વાપી આવેલા આ પરિવાર પર હવે આફત આવી છે. ઝડપાયેલ આરોપી શિવકુમાર પણ બિહારના ભાગલપુર હોવાનું ખુલાસો થયો છે. ઝડપાયેલ આરોપી શિવકુમાર ઘટના સ્થળની સામે આવેલ મેદાન સામે જ રહેતો હતો અને ઘણા સમયથી આ મેદાનમાં મૃતક રમવા આવતો હતો.
આમ એકલવાયું જીવન ગાળતા શિવકુમારે તક મળતા મૃતક બાળક સાથે દોસ્તી કરી હતી અને બનાવના દિવસે આરોપીએ નાસ્તા માટે દસ રૂપિયા આપવાની લાલચ આપી તેની સાથે લઈ ગયો હતો. મેદાનની પાછળના ભાગે આવેલ જાડી વિસ્તારમાં આ હેવાન ઈસમે મૃતક બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું અને એટલેથી ન અટકતા તેની હત્યા પણ કરી નાખી ફરાર થઈ ગયો હતો. વલસાડ પોલીસે આરોપીની દમણ થી ધરપકડ કરી હતી.
આપણા સભ્ય સમાજમાં આજે પણ બાળકો સુરક્ષિત નથી. છાશવારે બાળકો સાથે છેડતી અને દુષ્કર્મની ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે. જોકે મોટાભાગની ઘટનાઓમાં બાળકો સાથે અઘટીત ઘટનાઓને અંજામ આપનાર કોઈ ઓળખી તો જ હોય છે. ત્યારે વાલીઓ માટે લાલબત્તી સમાન આ કિસ્સામાં પણ આરોપી શિવકુમાર દ્વારા પહેલા આ મૃતક સાથે દોસ્તી કરી હતી. અવાર નવાર મૃતકના પિતાજીને લારી પર આ ઈસમ નાસ્તો કરવા પણ જતો અને પોતે પણ બિહારના ભાગલપુરનો હોવાનું કહી મિત્રતા પણ કેળવી હતી.
ત્યારે પોતાના બાળકોને અજાણ્યા ઈસમોથી દૂર રહેવા અને અજાણ્યા લોકો પાસેથી ખાવા પીવાની ચીજ વસ્તુઓ ન લેવી એ વાલીઓએ પોતાના બાળકોને શીખવવુ ખૂબ જરૂરી બની ગયું છે. માત્ર નાસ્તો કરવા દસ રૂપિયા આપવાની લાલચ આપી આ હેવાને બાળકને ભોળવ્યો હતો. જેનો શિકાર આ માસુમ બાળક બન્યો છે ત્યારે આ હેવાનને દાખલા રૂપ સજા થાય તેવી માંગ ઉઠી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે