ગુજરાતમાં મતદાન પૂર્ણ થતાં જ ભાજપ નેતા પર જીવલેણ હુમલો, કાર પર થયો પથ્થરમારો

મેઘરજ મામલતદાર કચેરી આગળ અસામાજિક તત્વો દ્વારા હુમલો કરાયો છે. જેમાં કારના કાચ તોડી હુમલાખોરો ફરાર થઈ ગયા હતા. આ ઘટનાની માહિતી મળતા જ મેઘરજ પોલીસ ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

 ગુજરાતમાં મતદાન પૂર્ણ થતાં જ ભાજપ નેતા પર જીવલેણ હુમલો, કાર પર થયો પથ્થરમારો

અરવલ્લી: લોકસભાની ચૂંટણીનું મતદાન તો ગુજરાતમાં પુરું થઈ ચૂક્યું છે, પરંતુ તેનો ગરમાવો હજું જોવા મળી રહ્યો છે. અરવલ્લી જિલ્લાના મેઘરજમાં ભાજપ નેતા પર જીવલેણ હુમલો થયો છે. પ્રદેશ નેતા હિમાંશું પટેલની કાર પર પથ્થરમારાની ઘટના પ્રકાશમાં આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. 

આ ઘટનામાં જાણવા મળી રહ્યું છે કે મેઘરજ મામલતદાર કચેરી આગળ અસામાજિક તત્વો દ્વારા હુમલો કરાયો છે. જેમાં કારના કાચ તોડી હુમલાખોરો ફરાર થઈ ગયા હતા. આ ઘટનાની માહિતી મળતા જ મેઘરજ પોલીસ ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આ ઘટનાની વિગતવાર વાત કરીએ તો અરવલ્લી સાબરકાંઠાના યુવા અને ભાજપ નેતા, હિમાંશુ પટેલ ઉપર આજે  સાંજના સુમારે,મેઘરજ નગરની મામલતદાર કચેરી પાસે,પથ્થરો અને લાકડીયો લઈ આવેલા ટોળાએ એકાએક કાર ઉપર હુમલો કરી દીધો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. હુમલાની ઘટનામાં હિમાંશુ પટેલને ઈજાઓ પણ થઈ હોવાનું જાણવા મળ્યું છે. હીચકારા હુમલાની ઘટનાને લઈ ભાજપના આગેવાનો ઘટના સ્થળે દોડી પહોંચ્યા હતા. 

મળતી માહિતી મુજબ ઘટના સ્થળે પોલીસ હાજર હોવાના છતાં, હુમલો કરતા પોલીસ સામે પણ સવાલો ઉઠ્યા છે. સમગ્ર ઘટનાને લઈ હાલ તો મેઘરજ પોલીસ મથકે આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવાની ભોગ બનનાર યુવા નેતાએ તજવીજ હાથ ધરી હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news