BJP સાંસદ મનસુખ વસાવાએ ગુજરાતના એક મંત્રીની જાતી પર જ ઉઠાવ્યો સવાલ, નકલી આદિવાસી ગણાવ્યા
Trending Photos
વડોદરા : ભાજપ માટે માથાનો દુખાવો બની રહેલા સાંસદ મનસુખ વસાવા નો વધુ એક વિડિયો વાયરલ થઇ રહ્યો છે. દશેરાના શુભ દિન 15/10/2021 ના રોજ ભાજપ સાંસદ મનસુખ વસાવા સાગબારાના દેવમોગરા માતાજીના મંદિરમાં પાંડુરી માતાજીની આરતી કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન એમની સાથે ભરૂચ અને નર્મદા જિલ્લા ભાજપના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. આરતીના કાર્યક્રમ બાદ મનસુખ વસાવાએ કાર્યકરોને સંબોધ્યા હતા. આદિવાસીઓમાં ભાગલા પડાવનારા અને ખોટા આદીવાસીના પ્રમાણપત્રો લેનારાની ઝાટકણી કાઢી હતી.
ગુજરાતમાં આદિવાસીઓના ખોટા પ્રમાણપત્રો લેનારા સંગઠિત થઈ રહ્યાં છે અને આપણે સાચા આદિવાસીઓ અંદરો અંદર લડી રહ્યા છે. મોરવા હડફના ધારાસભ્ય અને ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી નિમિષા સુથારના આદિજાતિ પ્રમાણપત્ર મુદ્દે હાલ આંદોલન ચાલી રહ્યું છે. મનસુખ વસાવાએ જણાવ્યુ હતુ કે નિમિષા સુથાર ભલે ભાજપમાં હોય પણ પિતા આદીવાસી હતા કે નહીં એ ખબર નથી. એમનું પરિવાર આદીવાસી નથી, છતાં પાર્ટીએ એમને ટીકીટ આપી મંત્રી બનાવ્યા કારણ એમની પાસે આદિવાસીનું સર્ટી ફીકેટ હતું. એમને ટિકીટ આપી મંત્રી બનાવ્યા એ પાર્ટીનો અને સરકારનો વિષય છે. નિમિષા સુથાર ખોટા છે એટલે ખોટા જ છે.
મનસુખ વસાવાએ કહ્યું કે, હું એમના ચૂંટણી પ્રચારમાં જીતાડવા પણ નથી ગયો. જે લોકો એમને જીતાડવા ગયા છ એમને ખબર હશે. નિમિષા સુથાર જ્યારે રાજપીપળા આવ્યા તો લોકો એમને પગે પડતા હતા પણ ખોટાને પગે ન પડવું જોઈએ. મને પાર્ટી કાઢી મૂકે એની મને પરવા નથી પણ હું સાચું વાત કહીશ. સમાજથી મોટુ મારા માટે કોઇ જ નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે